આ અભિનેતાનો દીકરો કરે છે બોલીવુડ પર રાજ, નામ વાંચીને ચકિત રહી જશો

0
5756

બોલીવુડમાં ઘણા દિગ્ગજ કલાકારો આવ્યા અને એમણે બોલીવુડમાં પોતાનો જાદુ દેખાડ્યો. અને હવે એમના દીકરો બોલીવુડ પર રાજ કરી રહ્યા છે. એવા જ એક કલાકાર અને એના દીકરા વિષે આજે અમે તમને જણાવીશું. પહેલાના સમયના શાનદાર એકટર પંકજ ધીર તો તમને યાદ જ હશે. નથી યાદ? કોઈ વાંધો નહિ, તમારી આ તકલીફને પણ અમે દૂર કરી દઈએ.

મહાભારતમાં કર્ણનો રોલ નિભાવવા વાળા આ અભિનેતા તો તમને યાદ જ હશે. હા, આ એ જ પંકજ ધીર છે. અમે આજે મહાભારતમાં કર્ણનો રોલ નિભાવવા વાળા પંકજ ધીરની જ વાત કરી રહ્યા છે. જેમણે પોતાના શાનદાર અભિનય અને દમદાર આવાજથી આ પાત્રને ચાર ચાંદ લગાવી દીધા હતા. ટીવી પર 90 ના દશકમાં મહાભારત શો દ્વારા પોતાની એક્ટિંગથી સફળતા મેળવી પંકજ ધીમે ધીમે ફિલ્મો તરફ જવા લાગ્યા, અને તેમણે ફિલ્મોમાં કામ કરીને લોકોને પોતાના દીવાના બનાવી દીધા.

હવે તો પંકજ ધીર વિષે તમને યાદ આવી ગયું હશે. પણ શું તમે એ વાત જાણો છો? કે પોતાના સમયમાં શ્રેષ્ઠ કલાકાર પંકજ ધીરના સુપુત્ર પણ આજે ફિલ્મોમાં ધૂમ મચાવી રહ્યા છે. ફક્ત એટલું જ નહિ, અમે તમને એ પણ જણાવી દઈએ કે પંકજ ધીરનો દીકરો ફક્ત બોલીવુડ જ નહિ પણ સાઉથ ફિલ્મોમાં પણ ખુબ સક્રિય છે. તમને એમની ઓળખાણ નહિ થઈ હોય.

ચાલો તમને થોડી વધારે હિંટ આપીએ. અમે તમને એ પણ જણાવી દઈએ કે થોડા સમય પહેલા પંકજ ધીરના દીકરાની એક બોલીવુડ ફિલ્મ પણ આવી હતી, જે ખુબ ફિટ થઇ. ફક્ત ફિલ્મને જ નહિ પણ આમાં પંકજ ધીરના દીકરાના રોલને પણ દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. હવે તમે વિચારી રહ્યા હશો કે એવું કોણ છે જેને અમે પસંદ તો કરીએ છીએ પરંતુ એ નથી ખબર કે તે દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનો દીકરો છે.

વધારે મુંઝવાશો નહિ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અહીંયા અમે એ જે કલાકારની વાત કરી રહ્યા છીએ, તે બીજા કોઈ નહિ પણ તે નીકીતન ધીર છે. હા, તે જ નિકિતન ધીર જેમને તમે ચેન્નઇ એક્સપ્રેસ જેવી શાનદાર ફિલ્મોમાં જોયા છે, અને તેમાં નીકિતનનો રોલ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

નિકિતન ધીરનો જન્મ 17 માર્ચ 1980 મુંબઈમાં થયો હતો. વર્ષ 2008 માં નીકિતને આશુતોષ ગોવારિકરની ફિલ્મ જોધા અકબરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમના રોલને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો, અને અહીંયાથી જ નિકિતને બોલીવુડમાં એક રોમાંચ ભર્યો પ્રવાસ શરુ કર્યો.

નિકિતન ધીરે કેટલીય શાનદાર ફિલ્મો જેવી કે ચેન્નઈ એક્સપ્રેસ, જોધા અકબર, મિશન ઈસ્તાનબુલ, રેડી, દબંદ 2, કાંચ, હાઉસફુલ 3, ફ્રેકી અલી વગેરેમાં કામ કર્યુ છે. નીકિતન ફિલ્મો સિવાય ટીવી શો માં પણ ખુબ સક્રિય છે. બોલિવુડમાં ચેન્નઈ એક્સપ્રેસ જેવી શાનદાર ફિલ્મ કરવા વાળા નિકિતન ધીરે 3 સપ્ટેમ્બર 2014 ના રોજ ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ કૃતિકા સેંગર જોડે લગ્ન કર્યા. નિકિતન બોલીવુડમાં જ નહિ સાઉથની ફિલ્મોમાં પણ દમદાર એક્ટિંગ કરી રહ્યા છે. ત્યાં પણ એમની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.