આ એક્ટર વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડને ડેટ કરી રહ્યો છે, જાણો કોણ છે એ

0
655

મિત્રો, બોલીવુડ એટલે અફેયર અને બ્રેકઅપનું કારખાનું. અહીંથી રોજ કોઈને કોઈ અભિનેતા અને અભિનેત્રીના અફેયરના અને બ્રેકઅપના સમાચારો આવતા જ રહે છે. અહીં લોકોને પ્રેમ ખુબ જ જલ્દી થાય છે. અને ઘણાના અફેયર ખુબ જલ્દી તૂટી પણ જાય છે. પણ એ કારણે તેઓ ચર્ચામાં બની રહે છે, અને મીડિયાનું અટેંશન પોતાના તરફ જાળવી રાખે છે. આને આજે અમે તમને બોલીવુડના એક નવા અફેયર વિષે જણાવવાના છીએ.

તમે કબીર સિંઘ ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મ હીટ સાબિત થઇ છે. અને આ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ નામની ફિલ્મની રીમેક હતી. અને અમે જે અભિનેતાની વાત કરવાના છીએ તે બીજું કોઈ નહિ પણ અર્જુન રેડ્ડી ફિલ્મના લીડ એકટર છે. એમનું નામ છે વિજય દેવરકોંડા. તે પોતાની આગામી ફિલ્મને લઈને ઘણા ચર્ચામાં રહ્યા હતા. અને એ ફિલ્મમાં તે બ્રાઝિલિયન મોડલ ઈઝાબેલ વિટેની સાથે કામ કરતા જોવા મળ્યા હતા.

અને થોડા સમય પહેલા ઈઝાબેલે વિજય સાથે પોતાનો એક ફોટો શેયર કર્યો હતો. અને એ ફોટો શેયર કર્યા બાદ ઈઝાબેલ અને અર્જુન વચ્ચે અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ઈઝાબેલ આ પહેલા પણ સમાચારોમાં રહી ચૂકી છે. અને એ સમયે તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથેના અફેરને લીધે ચર્ચામાં રહી હતી. એવા સમાચારો આવ્યા હતા કે વિરાટ અને ઈઝાબેલનું અફેયર ચાલી રહ્યું છે. અને ઈઝાબેલે પણ તે વાતને કન્ફર્મ કરી હતી કે, તે વિરાટ કોહલીને ડેટ કરી રહી છે. પછી એ બંનેનું બ્રેકઅપ થઇ ગયું અને બંને પોતા પોતાના રસ્તે આગળ નીકળી ગયા.

હાલમાં તો ઈઝાબેલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. અને બોલીવુડમાં તે પુરાની જીન્સ, સિક્સટીન અને મિસ્ટર મજનૂ જેવી ફિલ્મમાં જોવા મળી હતી. અને વિરાટ અનુષ્કા સાથે લગ્ન કરીને ખુબ ખુશ છે. વિજય દેવરકોંડાની વાત કરીએ તો એમણે 2011 થી ફિલ્મોમાં દેબ્યું કર્યું છે. અને એમને લીડ રોલ 2016 થી મળવાના શરુ થયા હતા. અત્યાર સુધી એમની 12 ફિલ્મો રીલીઝ થઈ ગઈ છે. એમાંથી 9 ફિલ્મોમાં એમને લીડ રોલ મળ્યા છે. અને એમની 2 ફિલ્મો રીલીઝ થવાની બાકી છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.