સી પ્લેનમાં બેસીને ઉડાન ભરવી હોય તો આયોજન કરતા સમયે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહિ તો….

0
221

એ વાત તો તમે જાણતા હશો કે અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેન દ્વારા મુસાફરી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. 1 નવેમ્બરથી અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મંગળવારે તેમના શિડ્યુલ પ્રમાણે પહેલી વાર 2 જતી અને 2 આવતી એમ કુલ ચારેય ફ્લાઈટ ઉડાવવામાં આવી હતી.

જો તમે પણ સી પ્લેનમાં મુસાફરી કરવા માંગો છો, તો તમારે તેનું પ્લાનિંગ કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તે વાત એ છે કે હાલમાં ફ્લાઇટ અને ટીમ મેમ્બરની સંખ્યા ઓછી હોવાને કારણે અઠવાડિયામાં 7 ની જગ્યાએ 5 દિવસ જ સી પ્લેન સર્વિસ શરૂ રહેશે. એટલે એવું બની શકે કે તમારે જે દિવસે મુસાફરી કરવી હોય તે દિવસે આ સર્વિસ બંધ પણ હોઈ શકે છે.

તેનું કારણ એ છે કે, સી પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં તેને 2 દિવસ માટે મેઈન્ટેનન્સમાં રાખવુ પડે છે. તેમજ સી પ્લેનના પાઈલટના ફ્લાઈટ ઉડાડવાના સાપ્તાહિક કલાકો પણ પૂરા થઈ જતાં, તેમને પણ 2 દિવસ આરામ આપવામાં આવશે. એટલે દર 5 દિવસ પછી 2 દિવસ માટે સી-પ્લેન સર્વિસ બંધ રહેશે. પણ આ કાયમી નહિ રહે. જ્યાં સુધી અન્ય સી પ્લેન નહીં આવે અને ટીમ મેમ્બરની સંખ્યા નહિ વધે ત્યાં સુધી જ સી પ્લેન 5 દિવસ ઉડાન ભરશે તેવી સંભાવના છે. સી પ્લેન અને નવા ટીમ મેમ્બર આવી ગયા પછી સી પ્લેન અઠવાડિયાના સાતેય દિવસ શરૂ રહેશે એવી સંભાવના છે.

એટલે જો તેમ સી પ્લેનમાં મુસાફરી કરવા માંગતા હોવ, તો હાલ પૂરતું આ વાતને ધ્યાનમાં રાખીને જ કોઇ આયોજન બનાવજો. જાણકારી માટે જણાવી દઈએ કે, 1 થી 3 નવેમ્બર સુધી ત્રણ દિવસમાં આ સી પ્લેનમાં કુલ 80 પેસેન્જરોએ મુસાફરી કરી છે.