ચોરોએ કારોબારીના ઘરેથી 60 લાખનો સમાન ચોરી કર્યો, પછી અરીસા પર લખ્યું, ‘ભાભીજી ખુબ સારી છે’

0
451

આજકાલ દેશમાં ચોરિઓ એટલી વધી ગઈ છે કે, લોકોને પોતાના ઘરમાંથી નીકળવાની પણ ઘણી બીક લાગે છે. પરંતુ માણસ ક્યાં સુધી પોતાના ઘરમાં રહી શકે છે. કોઈને કોઈ કામથી તેણે બહાર તો નીકળવું જ પડશે. તેવામાં જો કોઈ બહાર નીકળે છે તો ચોર તાકીને જ બેઠા હોય છે કે, ક્યારે કોણ બહાર જઈ રહ્યું છે? અને પછી ચોરી કરીને ભાગી જાય છે. એવી જ એક ઘટના બિહારના પાટનગર પટનામાં બની છે, જયારે ચોરોએ વેપારીના ઘરે ૬૦ લાખની વસ્તુ ચોરી અને પછી તેમણે એક વિચિત્ર એવી હરકત કરી.

ચોરોએ વેપારીના ઘરમાંથી ૬૦ લાખની વસ્તુ ચોરી :

પાટનગર પટનાના હનુમાન નગરમાં ૫-૬ ચોરોએ એક વેપારી પ્રવીણ કુમારના ઘરે લગભગ ૬૦ લાખ રૂપિયાની ચોરી કરી છે. આ ઘટના રવિવારે મોડી રાત્રે, બે વાગ્યે બની જ્યાં પ્રવીણકુમાર પોતાના કુટુંબ સાથે ક્યાંક બહાર ગયા હતા. ચોરોએ પ્રવીણ કુમારના ઘરને એટલા માટે નિશાન બનાવ્યું કેમ કે, ચોરોએ પ્રવીણ કુમાર ઉપર ઘણા દિવસોથી નજર રાખી હતી.

ચોરી પછી જતા જતા ચોરોએ ડ્રેસિંગ ટેબલના અરીસા ઉપર લીપસ્ટીકથી લખ્યું, ભાભીજી ઘણી સારી છે, તેની સાથે જ ભૈયાજી માટે અપશબ્દ પણ લખ્યા. ચોરીના સમયે ઘરના માલિક બહાર ગયા હતા. એ દરમિયાન ચોરોએ એમને ત્યાં ચોરી કરી. આ ઘરના રવિવારે મોડી રાત્રે બે વાગ્યે થઇ, જયારે પ્રવીણ કુમાર પોતાના કુટુંબ સાથે ક્યા બહાર ગયા હતા.

દરેક માણસે સતર્ક રહેવું જોઈએ, કેમ કે આ દુનિયામાં કોઈની ઉપર વિશ્વાસ નથી રાખી શકાતો. જો તમારે ક્યાંક જવું પણ છે તો ઘરને સારી રીતે પ્રોટેક્ટ કરીને જવું જોઈએ. નહિ તો જે મૂડીને કમાવામાં તમે વર્ષો લગાવી દીધા છે, તેને ઉડાડવામાં ચોરોને સેકન્ડ પણ નહિ લાગે. આમ તો લોકોએ આખા કુટુંબ સાથે ઘર છોડીને જવું જ ન જોઈએ. અને જો કોઈ એમ કરે છે તો સતર્ક રહેવું જોઈએ, કેમ કે તે તમારા કુટુંબ વાળાની સુરક્ષાની બાબત છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.