કરિયરને પ્રભાવિત કરી શકે છે આ સપના, જાણો શું જણાવે છે સ્વપ્ન શાસ્ત્ર.

0
197

અલગ-અલગ સપનાના અલગ-અલગ અર્થ હોય છે, તે તમારા જીવન અને કરિયર પર કરે છે અસર. જાણકારોનું માનવું છે કે સપના આપણા ભવિષ્યનો અરીસો હોય છે. સપનાના માધ્યમથી તે જાણી શકાય છે કે કોઈ વ્યક્તિના જીવનમાં કયા પ્રકારની પરિસ્થિતિઓ આવવાની છે, અને તે પરિસ્થિતિઓને કારણે તેને સકારાત્મક અથવા નકારાત્મકમાંથી કયા પ્રકારના પરિણામ મળશે. એટલા માટે સ્વપ્ન શાસ્ત્રને ઘણું ખાસ માનવામાં આવે છે.

આ શાસ્ત્રમાં સપનાનો અભ્યાસ કરી તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, કયા સપનાનો કેવો અર્થ છે અને તે કઈ રીતે વ્યક્તિના જીવનને પ્રભાવિત કરશે. સ્વપ્ન શાસ્ત્રમાં અમુક એવા સપના વિષે પણ જણાવવામાં આવ્યું છે જેનાથી કરિયર પ્રભાવિત થઈ શકે છે.

સપનામાં આકાશમાં ઉડવું : એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં આકાશમાં હોય છે તો તેના કરિયર માટે ઘણું શુભ સપનું છે. જણાવવામાં આવે છે કે, આ સપનાના પ્રભાવથી વ્યક્તિ કરિયરમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિને આ સપનું આવે છે, તે પોતાના કરિયરમાં સતત પ્રગતિ કરતો રહે છે. એવા વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં પોતાનું ભાગ્ય અજમાવે છે, ત્યાં સફળતા મેળવે છે.

પોતાને નદીમાં વહેતા જોવા : સ્વપ્ન શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ પોતાને નદીમાં તણાતા જુએ છે, તો તે કરિયર માટે ઘણું સારું સપનું છે. ખાસ કરીને જો તમે નદીના વહેણ તરફ તણાઈ રહ્યા હોય, તો આ સપનું વધારે શુભ બની જાય છે. જો તમે નદીના વહેણની વિરુદ્ધ દિશામાં તણાઈ રહ્યા છો, તો તે સપનું તમને તમારા કરિયરમાં નિષ્ફ્ળતા તરફ લઇ જઈ શકે છે.

પોતાને કોઈ વસ્તુની પાછળ સંતાયેલા જોવા : એવું માનવામાં આવે છે કે, જો તમે પોતાને કોઈ વસ્તુ પાછળ સંતાયેલા જુઓ છો, તો તે તમારા કરિયર માટે નકારાત્મક પ્રભાવ આપનારું સપનું સાબિત થઈ શકે છે. કહેવામાં આવે છે કે, સપનાને કારણે જ કરિયરમાં નુકશાન વેઠવું પડે છે. એટલા માટે આવું સપનું આવે તો ભગવાન શિવ પર પાણી અર્પણ કરવું જોઈએ. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આ સપનાના નકારાત્મક પ્રભાવ નથી મળતા.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.