છૂટાછેડા થયેલી મહિલાના પ્રેમમાં પાગલ થયા હતા આ 7 સ્ટાર્સ, ફટાફટ લગ્ન કરી લીધા હતા

0
532

બોલીવુડના આ 7 સ્ટાર્સ છૂટાછેડા થયેલી મહિલાના પ્રેમમાં થયા હતા પાગલ, તેમની સાથે ફટાફટ લગ્ન પણ કરી લીધા

પ્રેમ નામનું જીવડું જ્યારે કોઈને કરડે છે તો તે સામે વાળાના રંગ રૂપ અને ત્યાં સુધી કે લગ્નનું સ્ટેટસ પણ નથી જોતાં. ઘણી વખત આપણાથી સાચા જીવનસાથી પસંદ કરવામાં ભૂલ થઇ જાય છે, તેવામાં આપણે ફરી વખત કોઈ સાથી પસંદ કરવા પડે છે. બોલીવુડના ઘણા કલાકારોની પણ આ હાલત છે. તેવામાં આજે અને તમને તે બોલીવુડ સેલીબ્રેટીઝ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે એક છુટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કર્યા હતા.

સંજય દત્ત :

સંજય દત્તનું નામ આમ તો ઘણી મહિલાઓ સાથે જોડાયું પરંતુ હાલમાં તે માન્યતાના પતિ છે. તમારામાંથી ઘણા લોકો એ જાણતા હશે કે, માન્યતા સંજયની ત્રીજી પત્ની છે. પરંતુ તે વાતની તમને કદાચ નહિ ખબર હોય કે, સંજય પણ માન્યતાના બીજા પતિ છે. ખાસ કરીને સંજય દત્ત પહેલા માન્યતાએ મિરાજ ઉર-રહમાન શેખ સાથે લગ્ન કર્યા હતા. સંજય અને માન્યતાના લગ્ન સામે મીરાજ બંનેને કોર્ટમાં એવું કહીને લઈ ગયા હતા કે, માન્યતા અને મારા છૂટાછેડા નથી થયા, પણ કોર્ટે મિરાજની આ અપીલ કાઢી નાખી સંજય અને માન્યતાના લગ્ન કાયદેસર ગણાવ્યા હતા.

મિથુન ચક્રવર્તી :

મિથુનનું દિલ કિશોર કુમારની ત્રીજી પત્ની યોગિતા બાલી ઉપર આવ્યું હતું. યોગિતા અને કિશોરે ૧૯૭૬ માં લગ્ન કર્યા હતા અને ૧૯૭૮ માં છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર પછી મિથુને ૧૯૭૯ માં યોગિતા સાથે લગ્ન કરી લીધા હતા. આજે બંનેને ચાર બાળકો પણ છે.

અનુપમ ખેર :

અનુપમ ખેરે છૂટાછેડા થયેલી કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા. કિરણના પહેલા પતિ મુંબઈના બિઝનેસમેન ગીત બેરી હતા. પાછળથી બંનેના ૧૯૮૫ માં છૂટાછેડા થઇ ગયા. તે વર્ષે કીરણે ફરી અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધા હતા. આ બંને એક બીજાને પહેલાથી થીએટર સમયથી ઓળખતા હતા.

ગુલઝાર :

બોલીવુડના પ્રસિદ્ધ લેખક ગુલઝારનું દિલ બંગાળી ફિલ્મ ડાયરેક્ટર અજય વિશ્વાસની પહેલી પત્ની રાખી ઉપર આવી ગયું હતું. બંનેએ લગ્ન તો કર્યા હતા પરંતુ એક વર્ષ પછી જ છૂટાછેડા લીધા વગર અલગ થઈ ગયા હતા. કારણ કે રાખીએ ગુલઝારની મંજુરી લીધા વગર યશ ચોપડાની એક ફિલ્મ સાઈન કરવાની હતી. આમ તો રાખી અને ગુલઝારની એક દીકરી પણ છે જેનું નામ મેઘના છે.

સમીર સોની :

સમીર સોનીના પહેલા લગ્ન રાજલક્ષ્મી ખાડવિલકર નામની એક મોડલ સાથે થયા હતા. લગ્નના ૬ મહિના પછી બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. પછી સમીરે નીલમ કોઠારી નામની બોલીવુડ હિરોઈન સાથે લગ્ન કર્યા. નીલમના પણ આ બીજા લગ્ન હતા. તે પહેલા તે યુકેના બિઝનેસમેન રિશી સેઠિયાની પત્ની હતી. સમીર અને નીલમેં પાછળથી એક છોકરીને દત્તક લીધી હતી અને તેનું નામ અહાના છે.

રાહુલ રોય :

સમીર સોની સાથે છૂટાછેડા લીધા પછી રાજલક્ષ્મી ખાડવિલકરનું દિલ રાહુલ રોય ઉપર આવ્યું. બંનેના વર્ષ ૨૦૦૦ માં લગ્ન થયા પરંતુ ૨૦૦૪ માં છૂટાછેડા પણ થઇ ગયા.

લીએંડર પેસ :

ટેનીસના જાણીતા ખેલાડી લીએંડર પેસે સંજય દત્તની પૂર્વ પત્ની રિયા પિલ્લઈ સાથે સંબંધ બાંધ્યો હતો. તે લીવ ઈન રીલેશનશીપમાં હતા. આમ તો પાછળથી આ બંને અલગ થઈ ગયા. આ બંનેના સંબંધથી એક દીકરીનો જન્મ થયો હતો જેનું નામ અયજાના પેસ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.