આ ટેવો ધરાવતી મહિલાઓ બને છે ખરાબ પત્ની, જાણો ક્યાંક તમારી પત્નીમાં તો નથી ને આ ટેવો?

0
4393

ભારત દેશમાં લગ્નને ઘણો પવિત્ર સંબંધ માનવામાં આવે છે. અને લગ્ન પછી બે અજાણી વ્યક્તિઓ જે પતી પત્ની બને છે, એમનો આ સંબંધ એક નાજુક દોરા સમાન હોય છે. તેને ઘણા પછી પ્રેમથી સાચવીને રાખવાનો હોય છે. જો એવું ન થાય તો આજના સમયમાં એ સંબંધ તૂટવામાં સમય નથી લગતો. મોટા ભાગના કિસ્સાઓમાં આ સંબંધો એમની જ કોઈ ખરાબ ટેવોને કારણે તૂટી જાય છે. આજે અમે તમને મહિલાઓની થોડી એવી ખરાબ ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક એમને ખરાબ પત્ની બનાવે છે.

૧. ઘણી પત્નીઓને આદત હોય છે કે તે પોતાના પતી ઉપર હદથી વધુ શંકા કરે છે. પતિની દરેક સમયે જાસુસી કરવી એ એક પત્નીની સૌથી ખરાબ ટેવમાં ગણાય છે. અને ઘણી મહિલાઓમાં એવી ટેવ જોવા મળે છે કે, તે દરેક વખતે પોતાના પતિની જાસુસી કરતી રહે છે. તેને દરેક ક્ષણે એ ડર રહે છે કે, ક્યાંક તેનો પતી તેનાથી કાંઈક છુપાવી તો નથી રહ્યોને.

એને મનમાં એમ થયા કરે છે કે ક્યાંક તેનું કોઈ બીજી મહિલા સાથે કાંઈ લફરું તો નથી ને. એવામાં જો તમને કોઈ વાત ઉપર શંકા થાય છે, તો તેની તમે તમારા પતી સાથે સામ સામે ચોખવટ કરી લો, કે એક વખત તેની તપાસ કરી શકો છો. પરંતુ જો તમે આ વસ્તુને તમારી ટેવ જ બનાવી દેશો અને રોજ પતિને તે વાતને લઈને પરેશાન કરશો તો તમારા સંબંધોમાં કડવાશ આવી જશે.

૨. એક આદર્શ પત્ની એને કહેવાય છે, જે ઘરના તમામ લોકોને એક સાથે લઈને ચાલે. પણ ઘણી મહિલાઓ ઘરમાં આવતા જ એક બીજામાં કડવાશ ભરવાનું શરુ કરી દે છે. અને એમની એ ટેવનું પરિણામ એ આવે છે કે લગ્ન પછી પત્નીના કારણે પતિ માતા-પિતા, ભાઈ-બહેનથી જુદો થઇ જાય છે.

એવામાં જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો તેનો ઉકેલ કાઢવા વિષે વિચારો, ત્યાંથી ભાગવાનું ન વિચારો. એટલે કે જો તમારા પોતાના જીવનમાં તમારે પતી સાથે ઝગડો થઇ જાય છે, કે કોઈ વાતને લઈને અણબનાવ થઇ જાય, તો તમે તેને હંમેશા માટે થોડી બાંધછોડ કરો. નહિ તો પાછળથી આ બાબતને કોઈ પ્રકારે સુધારવાનો પ્રયાસ કરો છો, તો તે વ્યર્થ છે. આ નિયમને તમારે ઘરના બીજા સભ્યો ઉપર પણ લાગુ પડવો જોઈએ.

૩. આગળ વાત આવે છે સમ્માન કરવાની. એ હકીકત છે કે તમે જેટલુ બીજાનું સન્માન કરશો, તેના બદલામાં તમને પણ એટલુ જ સન્માન મળશે. પણ ઘણી મહિલાઓ એવી હોય છે જે આ વાતને નથી સમજતી. તેને બીજા સાથે અપમાન જનક રીતે વાત કરવાની ટેવ જ હોય છે. તે બીજાને વાતે વાતે ઉતારી પાડવાની ટેવ ધરાવે છે.

અને આ ટેવને કારણે જ તે પોતાના ઘરના લોકોને પોતાના દુશ્મન બનાવી દે છે, અને ઘણા પ્રકારના નાટક પણ કરે છે. પરંતુ જો તમે તમારા વર્તનમાં સુધારો લાવો છો, અને બધા સાથે વિનમ્રતા અને પ્રેમ પૂર્વક વાત કરો છો, તો તમે કોઈનું પણ મન પીગળાવી શકો છો. અને બદલામાં સામે વાળા પણ તમારી સાથે તેવા જ પ્રેમ અને વિનમ્રતા પૂર્વક વાતચીત કરશે.

૪. જણાવી દઈએ કે કોઈપણ સંબંધ હોય, એમાં બીજાના અભિપ્રાયની કદર કરવી પણ જરૂરી હોય છે. તાળી હંમેશા બે હાથથી જ વાગે છે. જો તમે સામે વાળા વ્યક્તિની વાતો અને વિચારોને સમજશો, તો તે પણ તમને સમજશે. પરંતુ ઘણી મહિલાઓ આ વાત સમજતી નથી અને હંમેશા પોતાની મનમાની કરે છે. ઘણી પત્નીઓ તો પોતાના પતીને ઈમોશનલી બ્લેકમેઈલ કરે છે, અને તેને દબાવીને રાખે છે જે એકદમ ખોટું છે. એવું કરવાથી તમારું જ નુકશાન થાય છે. જે મજા પરિવાર સાથે હળીમળીને રહેવામાં છે, તે એકલા રહેવામાં નથી.