આ 4 પ્રકારના લોકો માટે રીંગણ હોય છે ઝેર સમાન, ખાવાની ભૂલ કરી છે તો…

0
6079

શાકભાજી અને ફળો ખાવાથી આપણને અલગ અલગ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને બીજા પોષક તત્વો મળે છે. અને ડોક્ટર પણ આપણને ફાસ્ટફૂડની જગ્યાએ એવું બધું વધારે ખાવાની સલાહ આપે છે. પણ એ બધું ખાવાની એક નિશ્ચિત માત્રા અને યોગ્ય સમય હોય છે.

અમુક પરિસ્થિતિમાં અમુક ચોક્કસ વસ્તુ ન ખાવી આપણા માટે ફાયદાકારક રહે છે. અને અમુક પરિસ્થિતિમાં અમુક ચોક્કસ વસ્તુ ખાવી આપણા માટે જરૂરી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે રીંગણ કોણે અને ક્યારે નહિ ખાવા જોઈએ.

એ વાત તમે બધા સારી રીતે જાણતા હશો કે આખી દુનિયામાં રીંગણની ઘણી જાત મળી આવે છે. અને રીંગણનો ઘણા પ્રકારના વ્યંજનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. અને ભારતમાં તો રીંગણ એક લોકપ્રિય શાકભાજી છે. તેમજ એની ખાસ બનાવટને કારણે એને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. મિત્રો રીંગણમાં ખનીજ, વિટામિન અને ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. એટલે એનું મહત્વ પણ વધારે હોય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે રીંગણમાં રહેલા વિટામિન આપણી ત્વચાનો રંગ નિખારે છે. અને રીંગણનો પોતાના ભોજનમાં ઉપયોગ કરવાથી ત્વચા કોમળ રહે છે. રીંગણમાં આટલા બધા ગુણ હોય છે. છતાં પણ રીંગણ ખાવાથી થોડા નુકશાન પણ થાય છે. જયારે તમે રીંગણનું સેવન વધારે માત્રામાં કરો છો, તો એનાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પણ થઈ શકે છે. આવો તમને એના વિષે જણાવી દઈએ.

ગર્ભવતી સ્ત્રીઓમાં :

રીંગણ જે લોકોએ નહિ ખાવું જોઈએ એ યાદીમાં પહેલા આવે છે ગર્ભવતી મહિલાઓ. કારણ કે એનાથી એમને નુકશાન પણ થાય છે. જણાવી દઈએ કે જે સ્ત્રીઓ ગર્ભવતી છે એમણે રીંગણનું શાક નહિ ખાવું જોઈએ. કારણ કે રીંગણ એક પ્રાકૃતિક મૂત્રવર્ધક શાક છે, જે બાળકને નુકશાન પહોંચાડી શકે છે. એના સિવાય રીંગણ શરીરમાં એલર્જી પણ ઉત્પન્ન કરે છે. જો કે રીંગણ સામાન્ય રીતે ટામેટા અને મરચાંની જેમ એલર્જી કરવાં વાળા પદાર્થના રૂપમાં નથી આવતા, છતાં પણ અમુક લોકોને રીંગણથી એલર્જી હોય છે.

માસિક સમયમાં :

મિત્રો રીંગણમાં ઘણા પ્રકારના ફાઈટો હોર્મોન રહેલા હોય છે. એનાથી છોકરીઓને માસિક સમય કરતા પહેલા આવવાની સંભાવના વધી જાય છે. એનાથી એલર્જીની સમસ્યા પણ વધી જાય છે.

દવાનું સેવન કરતા હોય એવા સમયે :

મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરો છો, તો એ દરમ્યાન તમારે રીંગણથી અંતર બનાવી લેવું સારું રહે છે. એના સિવાય ઘણા બધા લોકો તળેલા રીંગણ ખાવાનું પસંદ કરે છે. તળેલા રીંગણમાં પોષક તત્વની કમી હોય છે, કારણ કે જયારે તમે રિંગને તળો છો તો એના બધા પોષક તત્વ નષ્ટ થઈ જાય છે. માટે તળેલા રીંગણ ખાવા જોઈએ નહિ.

પાઈલ્સમાં :

એ તો બધા જાણે છે કે રીંગણ ખાવામાં ઘણા સ્વાદિષ્ટ હોય છે. પણ તે વજન પણ ઘણું વધારે છે. અને સૌથી જરૂરી વાત એ છે કે, જે લોકો ઘણા વધારે રીંગણ ખાવાનું પસંદ કરે છે એમને પાઈલ્સનો ભય થઈ શકે છે. માટે એને ખાવાના પ્રમાણમાં ધ્યાન રાખવું.