આ છે ટીવીની 5 સૌથી શાંત અને સીધી એક્ટ્રેસ, ગુસ્સા અને ધમંડથી રહે છે એકદમ દૂર

0
846

ગુસ્સા અને ધમંડથી રહે છે એકદમ દૂર છે, ટીવીની આ 5 સૌથી શાંત અને સીધી એક્ટ્રેસ

ઘણા લોકોને ખબર નહિ કેમ નાની નાની વાતો ઉપર ગુસ્સો આવવા લાગે છે. વધુ ગુસ્સો આવવો પણ સારું નથી હોતું. કેમ કે જયારે વ્યક્તિને ગુસ્સો આવે છે, ત્યારે તેનું મગજ ચાલવાનું બંધ થઇ જાય છે. તમે કેટલા પણ સમજુ અને હોંશિયાર કેમ ન હો, ગુસ્સામાં તમારી પણ બુદ્ધી કામ નહિ કરે. ગુસ્સાને એક ઉર્જા માનવામાં આવે છે, અને ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે. કોઈને ઓછો તો કોઈને વધુ, કેમ કે ગુસ્સો એક સાધારણ ભાવના હોય છે.

પરંતુ જો તે હદ કરતા વધુ આવી જાય, તો તેનાથી ઘણા જ ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ગુસ્સો કરવાથી તમારા સંબંધો અને તમારા મગજની સ્થિતિને નુકશાન પહોંચે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ મેળવી લેવાવાળા લોકો બુદ્ધિશાળી ગણવામાં આવે છે. આજે અમે તમને બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે ઘણી જ નમ્ર સ્વભાવની છે અને જેને ગુસ્સો લગભગ નહિ બરોબર આવે છે.

આસ્થા અગ્રવાલ :

વર્ષ ૨૦૧૪માં ‘એક હસીના થી’ થી પોતાની કારકિર્દી શરુ કરનારી અભિનેત્રી આસ્થા અગ્રવાલ આજે ટીવીની એક જાણીતી અભિનેત્રી બની ગઈ છે. હાલમાં જ તે કોમેડી શો ‘કયા હાલ મિસ્ટર પાંચાલ’ માં જોવા મળી રહી હતી. આસ્થા અગ્રવાલના ચહેરા ઉપરથી તેની નિર્દોષતા સ્પષ્ટ દેખાય આવે છે. કોઈ તેણીને જોઈને એવું નથી કહી શકતું કે, તેણીને ક્યારેય પણ ગુસ્સો આવ્યો હશે. સેટ ઉપર પણ ઘણી વખત તે મજા મસ્તી કરતી જોવા મળે છે.

કેતકી કદમ :

કેતકી કદમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના શાંત સ્વભાવ માટે પ્રસિદ્ધ છે. કેતકી ફેમસ શો ‘ઈસ પ્યાર કો ક્યા નામ દુ’ માં કામ કરી ચુકી છે. ત્યાર પછી તે ‘કુબૂલ હે’, ‘મહાભારત’, ‘સરોજીની એક નઈ પહલ’ જેવી સીરીયલોમાં જોવા મળી. કેતકીએ પોતે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેને ગુસ્સો ઘણો ઓછો આવે છે.

સમીક્ષા જાયસવાલ :

સમીક્ષાને હંમેશા સૌએ આનંદમય અને હસતી જ જોઈ છે. તે ક્યારે પણ ગુસ્સા કે ઘમંડમાં નથી જોવા મળતી. તેના ચહેરા ઉપર હંમેશા હાસ્ય રહે છે. સમીક્ષા પોતાના વિનમ્ર સ્વભાવ માટે ઓળખાય છે. તે પ્રસિદ્ધ શો ‘જિંદગી કી મહક’ માં જોવા મળી ચુકી છે. સમીક્ષા એક ઘણી જ શાંત સ્વભાવની હિરોઈન છે, જે ન તો ક્યારેય ગુસ્સો કરે છે અને ન તો ક્યારેય કોઈના વિષે ખરાબ બોલે છે.

મેઘા ચક્રવર્તી :

મેઘાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધ સીરીયલ ‘બડી દેવરાની’ થી પ્રવેશ કર્યો હતો. મેઘાનો સ્વભાવ પણ ઘણો શાંત અને વિનમ્ર છે. થોડા જ વર્ષોમાં મેઘા ટીવીની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી બની ગઈ છે. તેના માસુમ ચહેરાની જેમ તેનો સ્વભાવ પણ શાંત છે.

સનાયા ઈરાની :

સનાયા ઈરાની ફેમસ ટીવી સીરીયલ ‘ઈસ પ્યાર કો ક્યા નામ દુ’ માં જોવા મળી ચુકી છે. તેમાં તેણીએ ખુશીનું પાત્ર ભજવ્યું હતું. સનાયાનું પણ નામ ટીવીની એ અભિનેત્રીઓમાં જોડાયેલું રહે છે, જે દરેક સમયે હસતી રમતી રહે છે. તેના ચહેરા ઉપર પણ ગુસ્સો ઓછો જ જોવા મળે છે. સનાયા ઘણી સરળ સ્વભાવની છે, અને પોતાના આ સ્વભાવને કારણે જ તે દર્શકોની ફેવરેટ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.