દુનિયાના આ દેશોમાં ફ્રી છે જાહેર પરિવહન, દિલ્હીમાં હવે થઇ રહી છે તૈયારી.

0
1058

દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે સોમવારે મહિલાઓને મોટી ભેંટ આપી. તેમણે કહ્યું કે તમામ ડીટીસી બસો, ક્લસ્ટર બસો અને દિલ્હી મેટ્રોમાં મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. પરંતુ દુનિયાના ઘણા એવા દેશ અને શહેર પણ છે, જ્યાં પબ્લીક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે મફત છે, કે કરવાની તૈયારી ચાલી રહી છે.

આ બાબતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, તેનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. કોઈની પણ ઉપર સબસીડી નહિ લગાડવામાં આવે. તેમણે કહ્યું કે જે મહિલાઓ ટીકીટ લેવામાં સક્ષમ છે, તે સબસીડી છોડી શકે છે.

તેમણે એક અઠવાડિયામાં આયોજન તૈયાર કરવાનું કહ્યું છે, અને આવતા ૨-૩ મહિનામાં આ યોજના લાગુ થઇ શકે છે. પરંતુ દુનિયાના ઘણા એવા દેશ અને શહેર પણ છે, જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે ફ્રી છે, કે કરવાની તૈયારી ચાલી રહી છે.

લગ્ઝમબર્ગ :

જર્મની, બેલ્જીયમ અને ફ્રાંસ જેવા દેશોથી ઘેરાયેલો લગ્ઝમબર્ગ દુનિયાનો પહેલો એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બધાં માટે ફ્રી થઇ જશે. આ યોજના માર્ચ ૨૦૨૦ થી લગ્ઝમબર્ગમાં લાગુ થઇ જશે. આ યુરોપના સૌથી નાના દેશો માંથી એક છે. પરંતુ અહિયાં ભયંકર ભીડ થાય છે. અહીયાની વસ્તી માત્ર ૬,૦૨,૦૦૦ છે.

ટાલીન, અસ્ટોનિયાનું પાટનગર :

બાલ્ટિક સમુદ્ર અને ફીનલેન્ડની ખાડીની સરહદ ઉપર આવેલું બસી એસ્ટોનિયાના પાટનગર ટાલીનમાં પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૩ માં મફત પબ્લિક ટ્રાન્સપોર્ટ લાગુ કરવામાં આવ્યો હતો. લોકોને સંપૂર્ણ મફત ટ્રાન્સપોર્ટના મુદ્દા ઉપર વોટીંગ કરાવવામાં આવ્યું, જેમાં ૭૫ ટકા લોકો સહમત થયા. લોકોએ માત્ર પોતાને શહેરના નાગરિક હોવાનું સાબિત કરવું પડશે અને ગ્રીન કાર્ડ માટે ૨ પાઉન્ડ ચૂકવવાના રહેશે.

પરંતુ એસ્ટોનિયાના બીજા ભાગ માંથી અહિયાં આવનારા મુલાકાતીઓ અને પ્રવાસીઓને ટાલીન નેટવર્કની બસો, ટ્રોલી બસો, ટ્રેન અને ટ્રામના ઉપયોગ માટે પૈસા ચુકવવા પડે છે. આ સ્કીમ એટલી પ્રસિદ્ધ થઇ કે એસ્ટોનિયાની સરકાર હવે આખા દેશની બસોમાં પ્રવાસ મફતનું આયોજન કરી રહી છે.

બેલ્જીયમનું હસ્સેલ્ટ :

હસ્સેલ્ટ બેલ્જીયમમાં લીમ્બર્ગ રાજ્યનું પાટનગર છે. અહિયાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું વર્ષ ૧૯૯૭ માં જ દુર કરી દેવામાં આવ્યું હતું. આ પગલાથી ૨૦૦૬ સુધી મુસાફરોની સંખ્યામાં ૧૩ ગણો વધારો થયો. આ સ્કીમને ૧૯ વર્ષ પછી દુર કરવામાં આવી. પરંતુ હજુ પણ ૧૯ વર્ષથી નાની ઉંમરના લોકો મફતમાં મુસાફરી કરી શકે છે.

જર્મની પણ તૈયારીમાં છે :

જર્મનીની સરકાર સૌથી પ્રદુષિત શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને મફત કરવાની યોજના બનાવી રહી છે. જેથી વધુ માં વધુ લોકો પોતાનું વાહન છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે. આ યોજના માટે જર્મનીના સૌથી પ્રદુષિત શહેર બોન, એસેન, રોટલિંગન, મેનહેમ અને હેરનબર્ગને પસંદ કરવામાં આવ્યા છે. વધતા વાયુ પ્રદુષણ સામે ઝઝૂમી રહેલા જર્મની ઉપર યુરોપિયનનું જોરદાર દબાણ છે. ઈયુએ વધતા વાયુ પ્રદુષણને લઈને જર્મની ઉપર દંડ લગાવવાની ચેતવણી આપી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.