માં લક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 8 રાશિઓને થશે ધનલાભ, આવકમાં થશે વધારો

0
268

વૃશ્ચિક રાશિ : સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે મધ્યાહન સુધી મન સહેજ વ્યાકુળ રહે પરંતુ તે પછી મોટાભાગે આખું સપ્તાહ સારું છે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. નોકરીમાં પણ સહકર્મીઓ અને ઉપરીઓનો આપના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવા લાગશે. પદોન્નતિનો માર્ગ મોકળો થાય. આપનું વર્ચસ્વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. અટકેલા સરકારી અથવા કાયદાકીય કાર્યોનો હવે ઉકેલ આવે અથવા તે દિશામાં સકારાત્મક ગતિવિધી જોવા મળે.

સપ્તાહના મધ્યમાં સામાજિક ક્ષેત્રે માન- સન્માન પ્રાપ્ત કરો. તમે કમાણી પર વધુ ધ્યાન આપશો અને આવકના નવા સ્ત્રોતો ઉભા કરવાની દિશામાં તમારા પ્રયાસો વધશે. સાથે સાથે સમાજસેવા કે લોકહિતના કાર્યો તરફ પણ વળશો. વેપારીઓ કે ધંધાર્થીઓ નવા પ્રોજેક્ટોના પ્રારંભ કે આયોજન સાથે શુભ શરૂઆત કરી શકે છે. નોકરી- ધંધાના સ્‍થળે આપને ક્લાયન્ટ્સ કે ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળશે. સપ્તાહના અંતમાં કુટુંબના સભ્યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. વિદ્યાર્થીઓ પણ અત્યારે તેમના અભ્યાસમાં સારું ધ્યાન આપે. તમે હવે કંઇક નવું શીખવા માટે પણ તત્પર થશો.

વૃષભ રાશિ : સપ્તાહની શરૂઆતમાં આપ વધુ બૌદ્વિક અને જીજ્ઞાસુ હોવાનો અહેસાસ કરશો અને ખાસ કરીને પ્રોફેશનલ મોરચે તમે પોતાની બૌદ્ધિક પ્રતિભા તેમજ કૌશલ્યોનો સકારાત્મક ઉપયોગ કરી શકશો. નોકરિયાતોને અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓ સાથેના મજબુત સંબંધોના કારણે નજીકના ભવિષ્યમાં ફળદાયી પરિણામ પ્રાપ્ત થાય. જોકે હવે પછીના સમયમાં તમારે તેમની સાથે વાણી અને વર્તનમાં થોડી વિનમ્રતા વધારવી પડશે. આપનું અભ્યાસમાં પ્રદર્શન સારું રહે.

જે વિષય શીખવામા આપને વાર લાગતી હોય તે વિષયને શીખવા આપ વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. આપની ધીરજ સમસ્યાનો ઉકેલ લાવવામાં આપને મદદ કરશે. તમે આધ્યાત્મિક શિક્ષણ અથવા આ દિશામાં કોઇ નવું જ્ઞાન મેળવવા માટે પણ સક્રિય થશો. જો આપ બિનજરૂરી વાતોને ટાળવા માટે અસમર્થ બનશો તો લગ્નજીવનમા તણાવ ઉત્પન્ન કરે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. શરૂઆતમાં તમારી વચ્ચે પ્રણય રહે પરંતુ એકબીજાને સંબંધોમાં અપેક્ષા કરતા ઓછુ મહત્વ મળતું હોય તેવું લાગ્યા કરશે. સપ્તાહના મધ્યમાં કેટલીક ચિંતાઓ અને સમસ્યાઓ આપના પાચનતંત્રને અસર કરી શકે છે અને જો આપ પાચનક્રિયામાં સુધારો કરવામાં નિષ્ફળ રહેશો પેટમાં દુખાવો, પિત્તને લગતી સમસ્યા થઇ શકે છે. મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી.

મેષ રાશિ : એક ચોક્કસ પદ્વતિથી કામ કરવાથી આ સપ્તાહે આપને સફળતા મળે. પ્રોફેશનલ પ્રવૃત્તિઓમાં આપને સારું એવું વળતર પ્રાપ્ત થાય પરંતુ શરૂઆતનો તબક્કો કોઇપણ મહત્વના નિર્ણયો બાબતે આપને દ્વિધામાં ધકેલી શકે છે. ઉત્તરાર્ધમાં આપ વધુ પદ્વતિસર રીતે કામ કરશો. સપ્તાહના અંતમાં આર્થિક સંતોષ અનુભવો. ટૂંકમાં સપ્તાહનો અંત સકારાત્મક બાબતોથી થાય. શરૂઆતમાં આપને ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં વધુ રસ પડશે. તે પછીના સમયમાં આપના જ્ઞાનની ક્ષિતીજોના વિસ્તરણથી તેમજ વિચારોને વધુ સ્પષ્ટપણે વ્યક્ત કરવાની ક્ષમતાઓથી કારકિર્દીમાં હાયર ગ્રેડ સાથે સફળતા મળે. સપ્તાહની શરૂઆતમાં સંબંધીઓ સાથે સમાધાન કરવાથી પારસ્પરિક કટુતા દૂર થાય.

ઉત્તરાર્ધમાં પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે આપ સંસ્કારી, સુશિક્ષિત પાત્રની મુલાકાત કરો કે જેની સાથે અર્થપૂર્ણ સંબંધોની શરૂઆત કરી શકશો. શરૂઆતમાં થોડી બેચેની, થાક અને સુસ્તિ રહે પરંતુ સપ્તાહના મધ્ય બાદ સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાય. આપે તીખુ-તળેલું તેમજ જંક ફૂડ ખાવાનું ટાળવું પડશે. આલ્કોહોલ અને બ્લેક ટી પણ ટાળવી પડશે.

કર્ક રાશિ : સપ્તાહની શરૂઆતમાં આ સમયમાં તમે પરિવારજનો પ્રત્યે વધુ પ્રેમ અને પ્રતિબદ્વતા તેમજ જીવનના મૂલ્યોનું જ્ઞાન મેળવો અને આત્મસિંચન કરી શકશો. તમે પરિવાર સાથે કોઇપણ બાબતે ચર્ચા કરવામાં અત્યારે અહંને અંકુશમાં રાખજો. શક્ય હોય ત્યાં સુધી હઠાગ્રહ છોડવો. પ્રોફેશનલ કાર્યોમાં પણ વાણીને અંકુશમાં રાખવાની સલાહ છે અન્યથા સહકર્મીઓ કે તમારા હાથ નીચે કામ કરતા લોકો સાથે સંબંધોમાં આવેલા તણાવના કારણે હાથમાં રહેલા પ્રોજેક્ટ્સ પણ અધુરા રહી શકે છે.

ભાગીદારીના કાર્યોમાં અત્યારે થોડો વિલંબ થવાની સંભાવના છે. ખાસ કરીને છેલ્લા ચરણમાં આ વિલંબના કારણે તમારી વ્યાકૂળતા વધી શકે છે. વિદ્યાર્થી જાતકોને સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી અભ્યાસમાં રુચિ રહે પરંતુ તે પછી ત્રીજા દિવસે સાંજ સુધી તમે અભ્યાસને લગતી કોઇપણ પ્રવૃત્તિઓમાં અટવાઇ જાવ અથવા અભ્યાસમાં મન ઓછુ લાગે તેવી શક્યતા છે. પ્રણયસંબંધોના ભાવિને લઇને કેટલીક શંકાઓ અને અનિશ્વિતતાઓ જોવા મળશે તેવી શક્યતા છે. સપ્તાહના અંતિમ ચરણમાં અજંપો, તણાવ અને વ્યાકૂળતા રહેવાની શક્યતા વધુ છે.

ધન રાશિ : પ્રોફેશનલ મોરચે ઓફિસ કે ધંધામાં આપની વિરુદ્ધ કાવાદાવાઓ કરનારા હવે ફાવી શકશે નહીં. આપ એ સારી રીતે જાણો છો કે જીવનમાં મફત કશું જ મળતું નથી તેથી કર્મ કરવામાં પાછા નહીં પડો. પ્રયત્ન અને કઠિન પરિશ્રમની આવશ્યકતા હોય તેવા કાર્યોમાં તમારે ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને તેનાથી ફાયદો પણ થશે. કેટલાક સારા લાભો થવાની આશા રાખી શકો છો. અત્યારે વાહન સુખની શક્યતા નકારી શકાય નહીં. શરૂઆતના ચરણમાં સાંસારિક બાબતોમાં આપ થોડા નીરસ રહેશો.

વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. પરંતુ તે પછીના તબક્કામાં તમે ઘણી ઘનિષ્ઠતા અનુભવો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. મનોરંજન તેમ જ બહાર હરવાફરવાના પ્રસંગ આવે. શરૂઆતમાં આપ આધ્યાત્મિક અને ધાર્મિક જ્ઞાનમાં રુચિ લેશો અને તે દિશામાં કંઈક નવું શીખવા માટે અથવા નવી સિદ્ધિ હાંસલ કરવા માટે સારો સમય છે. ડાયાબિટિસ અને થાપામાં દુખાવો અથવા મેદસ્વીતાની તકલીફ હોય તેમણે અત્યારે તબિયત સાચવવી જરૂરી છે.

સિંહ રાશિ : સપ્તાહની શરૂઆત તમે થોડી સકારાત્મકતા સાથે કરશો અને કંઇક નવું કરવાની હિંમત અને જિજ્ઞાસા બંને તમારામાં રહેશે પરંતુ આ સમય બહુ ટૂંકો છે. તમે પહેલા દિવસે જ મધ્યાહન પછી ગ્રહોની બદલાતી સ્થિતિના કારણે થોડી પ્રતિકૂળતાઓ અનુભવો જેમાં ખાસ કરીને પરિવાર સાથે કોઇ બાબતે ગેરસમજ ઉભી ના થાય તે જોવાનું રહેશે. એક વાત યાદ રાખજો કે, શ્રદ્ધા અને પ્રેમથી આપ સ્વયંને અને સંપૂર્ણ વિશ્વને બદલવામાં સહાયક થઇ શકો છો.

આપને આપના વિચારો મુજબ વર્તવાનો પૂરો હક છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે તકો મળી શકે છે. નવા સંબંધોની શરૂઆત કરી શકશો જ્યારે વર્તમાન સંબંધોનું સુખ માણી શકશો. જીવનસાથી જોડે અગાઉ કોઇ મુદ્દે મતભેદ થયો હોય તો અત્યારે ચર્ચાથી ઉકેલવાનો પ્રયાસ કરવો. અંતિમ ચરણમાં તમારી રોજિંદી આવકમાં વધારો થાય અથવા આવક માટે આશાનું કિરણ દેખાય. સ્વાસ્થ્ય બાબતે છેલ્લા ચરણમાં વધુ ધ્યાન રાખવું જરૂરી છે.

કન્યા રાશિ : સપ્તાહની શરૂઆતમાં નવું કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળે અને આપ કાર્યારંભ કરો પણ ખરા. શરૂઆતના ચરણમાં કામકાજ અર્થે ટુંકી મુસાફરી થઇ શકે છે અને તેનાથી આપને યોગ્ય ફળ મળી શકે છે. મિત્રો અથવા પરિચિતોની સંખ્યા વધે તેમજ પ્રોફેશનલ મોરચે તમે આ સંબંધોનો ઉપયોગ કરી શકશો. આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે રોકાણનું વિચારી રહ્યા હોવ તો શરૂઆતના ચરણમાં સાચવીને આગળ વધજો નહીંતર તમારા નાણાં ખોટી જગ્યાએ ફસાઇ શકે છે.

સપ્તાહના મધ્યમાં પેટના દર્દ, અપચો, મંદાગ્નિની ફરિયાદ રહે. સરકારી કાર્યોમાં તમારી વાકપટુતાથી સફળતા મળે. યાત્રાધામની મુલાકાત આપને માનસિક શાંતિ અને નવચેતના આપશે. સપ્તાહના અંતમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડા ઉજાગરા કરવા પડે તેવી શક્યતા છે પરંતુ તેનાથી તમારી કારકિર્દીને નવી દિશા મળી શકે છે. ભાગાદારીના કાર્યોમાં અત્યારે સામેની વ્યક્તિના ગુસ્સાને સહન કરવાની તૈયારી રાખશો તો ફાયદામાં રહેશો.

મકર રાશિ : સપ્તાહના આરંભે આપના કાર્ય ક્ષેત્રમાં આપનું વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકો. ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી ખુશ રહે. આપ આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી દરેક કામ પાર પાડશો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. ભાઇ- ભાંડુઓથી આપને લાભ થશે. સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા માટે તમે સક્રિય થશો અને પૂર્વાર્ધમાં સામાજિક કાર્યોમાં જોડાવ અથવા કોઇ જાહેર જવાબદારી સ્વીકારો તેવી શક્યતા છે. ઘણા લોકોને મળવાનું થાય, સામાજિક પ્રસંગો અથવા મિલનોમાં ભાગ લો તેવી પણ શક્યતા છે.

અવિવાહિતોને આવા જ કાર્યક્રમોમાં યોગ્ય પાત્ર સાથે મુલાકાત થાય અને જીવનસાથી તરીકે તેમની પસંદગી કરો તેવી પણ શક્યતા છે. મધ્યમાં આપની આધ્યાત્મિક અને ધાર્મિક વૃત્તિ સેવા કાર્યો કે જરૂરિયાદમંદોને મદદ કરવા પ્રેરશે. જીવનનું સત્ય શોધવા માટે આધ્યાત્મિક ગુરુના શરણે જાવ તેવી પણ શક્યતા છે. સપ્તાહના મધ્યમાં શરીરમાં થોડી સુસ્તિ વર્તાશે. વિદ્યાર્થીઓ માટે પૂર્વાર્ધનો તબક્કો બહેતર છે. છેલ્લા ચરણમાં તમે પોતાની જાત પર વધુ ધ્યાન આપી શકશો.

મીન રાશિ : સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી દરેક બાબતોમાં તમારી સક્રિયતા કદાચ ઓછી રહે પરંતુ તે પછી સંપૂર્ણ નવા ઉત્સાહ અને જોશ સાથે તમે પ્રોફેશનલ કાર્યોમાં આગળ વધશો. કામકાજ અર્થે દૂરના અંતરે પ્રવાસનું આયોજન થઇ શકે છે. જોકે, તેમાં તમે કેટલીક અનિશ્ચિતતાઓમાંથી પણ પસાર થશો. પૂર્વાયોજન જરૂરી છે. તમારી અત્યાર સુધીની મહેનતના ફળરૂપે ધનલાભના યોગ છે. પ્રોફેશનલ મોરચે હરીફો અને શત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ રહે. ઓફિસમાં સહકર્મચારીઓ તથા હાથ નીચેના માણસોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્‍ત થાય.

ઉપરીઓ તરફથી પણ હવે સહકાર મળવા લાગશે. સપ્તાહના મધ્યથી તમારી જાહેર પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. પ્રેમસંબંધો અથવા દાંપત્યજીવન માટે શરૂઆત તો સારી રહે પરંતુ સપ્તાહના મધ્યથી ગ્રહોની સ્થિતિમાં થોડો ફેરફાર થતા તમને પોતાના સાથી અંગેની કોઇ ચિંતા રહેવાની શક્યતા છે. છતાં પણ છેલ્લા બે દિવસમાં તમે પ્રિયપાત્રનું સાનિધ્ય સારી રીતે માણી શકશો. સ્વાસ્થ્યમાં છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓ હશે તેનો હવે અંત આવવા લાગશે.

કુંભ રાશિ : આ સપ્તાહની શરૂઆતમાં તમે દેશાવર કાર્યો, આયાત-નિકાસ અથવા મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી વગેરેના કાર્યોમાં અનુકૂળતા રહેશે. જેઓ નવી પ્રોડક્ટ અથવા સર્વિસ લોન્ચ કરવા માંગે છે તેમના માટે પણ અનુકૂળ તબક્કો છે. ભાગ્યનો સાથ પણ થોડો મળવાથી તમારો જુસ્સો વધશે. પ્રોફેશનમાં કઠિન પરિશ્રમ થાય પરંતુ સાથે સારી વાત એ છે કે આપની સકારાત્મકતા એટલી વજનદાર છે કે નકારાત્મકતાને તેના પર હાવિ થવા જ નથી દેતી.નિષ્ઠાથી બસ લાગ્યા રહો કારણ કે ફળ વિલંબથી મળે પરંતુ તમારી અપેક્ષા કરતા બહેતર હશે.

તમને કામકાજમાં અચાનક ફેરફાર કરવાનો વિચાર આવે તો સંભાળીને નિર્ણય લેવો. સપ્તાહના મધ્યમાં જાહેર અથવા સામાજિક કાર્યક્રમોમાં તમારી સક્રિયતા વધશે. પ્રેમસંબંધોમાં આગળ વધવાની પણ તકો મળી શકે છે. જેઓ જીવનસાથીની શોધમાં હોય તેમને યોગ્ય પાત્ર સાથે મુલાકાતની શક્યતા રહેશે. વિદ્યાર્થીઓને સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં વધુ મન લાગશે. જોકે, છેલ્લું ચરણ દરેક પ્રકારે સાચવવા જેવું છે. સંબંધોમાં તણાવ અથવા સ્વાસ્થ્યની ગરબડ રહે તેમજ તેની અસર તમારા કામકાજમાં જોવા મળે.

મિથુન રાશિ : આ સપ્તાહની શરૂઆત પ્રોફેશનલ મોરચે સકારાત્મક જણાઈ રહી છે. જાહેર જીવન અને સમાજમાં આપની સ્વીકૃત્તિ થાય તેવી પ્રબળ શક્યતા છે. નોકરિયાતોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળે. નવી નોકરીની શોધમાં હોવ તો અત્યારે સારા સમાચાર મળી શકે છે. સપ્તાહ અંતમાં કામકાજના સ્થળે કોઈની સાથે નજીવી બાબતે તકરાર થવી. વિદ્યાર્થી જાતકો સામાન્ય અભ્યાસ સિવાયના વિષયોમાં વધુ ધ્યાન આપશે. શાળાકીય અભ્યાસ કરતા જાતકો માટે એકંદરે સારો સમય છે.

સપ્તાહની શરૂઆતમાં આ તબક્કામાં પ્રિયપાત્ર સાથે નિકટતા વધુ ગાઢ બનશે. તેથી જ આ નીકટતાને સમજીને સંબંધોને આગામી સ્તર સુધી લઇ જવા માટે પ્રયત્નશીલ બનશો. તમારી વચ્ચે અહંનો ટકરાવ હશે તો હવે દૂર થશે અને ફરી એકબીજાના સાનીધ્યમાં ઉત્તમ સુખ માણશો. શરૂઆતના ચરણમાં તમારું શરીર બદલાતા હવામાન સામે યોગ્ય પ્રતિક્રિયા નહીં આપી શકે. ખાસ કરીને શ્વસનની સમસ્યા, કફ અને શરદીનો ભોગ બની શકો છો. છેલ્લા બે દિવસમાં પણ તમારામાં આળસ અને સુસ્તિ વધી શકે છે.

તુલા રાશિ : સપ્તાહની શરૂઆતમાં જીવનસાથી અને સંતાનો જોડે ખૂબ જ આનંદની ક્ષણો વિતાવી શકો. ભેટ- ઉપહાર માન- સન્માન મળવાથી મન પ્રસન્‍ન રહે. પહેલા દિવસે તમે પોતાના મોજશોખ અથવા જરૂરિયાતની ચીજો પાછળ ખર્ચ કરવામાં પાછા પડશો નહીં. પરિવાર સાથે ફરવા જવાના પ્રબળ યોગ છે. સપ્તાહના મધ્યમાં સંતાનો અને પત્ની અને કુટુંબના સભ્‍યો તથા દોસ્તો સાથે પણ હસીખુશીની પળો માણશો. તમે આવકમાં વધારો કરવા માટે પણ સક્રિય થશો. ક્યાંથી નાણાં લેવાના હોય અથવા ઉઘરાણી કે લોન જેવા કાર્યો હોય તો શરૂઆતના ચરણમાં આ દિશામાં પ્રયાસ કરી શકો છો. નોકરિયાતોમાં અત્યારે કામનો ઉત્સાહ વધુ જોવા મળે.

તમે નિર્ધારિત સમય કરતા વહેલા કામ પાર પાડીને બીજાને ચોંકાવી શકો છો. સંબંધોમાં વિજાતીય આકર્ષણ સારું જ રહેશે અને તેમાં પણ ઉત્તરાર્ધનો તબક્કો સંબંધોનું સુખ માણવા માટે ઘણો સારો છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં શરૂઆતથી સારું ધ્યાન આપી શકશે અને ખાસ કરીને પ્રવેશ અથવા ભાવિ અભ્યાસ અંગેની ચર્ચાઓમાં શરૂઆતમાં સફળતાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતે અત્યારે ખાસ ચિંતા જેવું નથી પરંતુ કફ, શરદી અથવા શ્વાસ જેવી બીમારી હોય તેમણે સારવારમાં વધુ ધ્યાન આપવું પડશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.