આ 5 રાશિના લોકો હોય છે ફેશનની બાબતમાં સૌથી આગળ, લુકની બાબતમાં રહે છે ગંભીર.

0
340

સાધારણ કપડામાં પણ સ્ટાઈલિશ રહે છે આ રાશિના લોકો, ફેશન માટે કરે છે ઘણા ખર્ચા. શું તમે તે લોકોમાં શામેલ છો જે કુદરતી રીતે જ યોગ્ય વસ્તુઓ પહેરવા અથવા સાથે રાખવા વિષે જાણે છે? તમને ફેશન સાથે ચાલવું પસંદ છે, પણ તમે તેની આંધળી દોડમાં શામેલ નથી થતા. જો તમે આ પ્રકારના લોકોની યાદીમાં શામેલ છો, તો જરૂર તમે આ 5 રાશિઓમાંથી એક રાશિના હશો.

ભલે તમે તમારી જાતમાં સ્ટાઇલિશ હો, પણ પોતાના વ્યક્તિત્વ (પર્સનાલિટી) ને ચમકાવવા માટે થોડી મદદની જરૂર તો પડે જ છે. એવામાં આ રાશિઓ તમને એ દેખાડવામાં મદદ કરશે કે તમે કયા પ્રકારની ફેશન કરવાનું પસંદ કરો છો, અને તમારે કેવી ફેશન કરવી જોઈએ?

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો એ લોકોમાં શામેલ હોય છે, જેમની પર્સનલ સ્ટાઇલ પણ ઘણી સારી હોય છે. તેમનું વ્યક્તિત્વ એટલું આકર્ષક હોય છે કે દરેકની દૃષ્ટિ બસ તેમના પર જ ટકી જાય છે. સાધારણમાં સાધારણ કપડાંમાં પણ તેઓ સ્ટાઈલિશ દેખાય છે. વૃષભ રાશિના લોકોને ટ્રેંડ સેંટર કહીએ તો કાંઈ ખોટું નહિ કહેવાય.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો સૌથી અલગ અને ફેશનેબલ દેખાવા માટે વધારે પૈસા ખર્ચ કરવાથી અચકાતા નથી. તેમને પોતાના પર પૈસા ખર્ચ કરવા ગમે છે. હાઈ-ફાઈ ફેશન બ્રાન્ડ અને સ્ટાઇલમાં રહેવું તેમની આદત હોય છે.

તુલા રાશિ : તુલા રાશિના લોકોને ફેશન પસંદ હોય છે. પણ તેઓ તેનું આંધણું અનુકરણ નથી કરતા. તેમને સિમ્પલ અને એલિગેંસ રહેવાનું પસંદ હોય છે. તુલા રાશિના લોકો ટ્રેન્ડી વસ્તુઓ સાથે ક્લાસિકનું કોમ્બિનેશન બનાવવાનું પસંદ કરે છે. મિક્સિંગ અને મેચિંગ તેમને ઘણું ગમે છે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકોને ફેશનિસ્ટ કહી શકાય છે. તે હંમેશા સારી અને ખાસ વસ્તુઓ રાખવાનું પસંદ કરે છે. પછી ભલે તે કપડાં હોય કે પગરખાં.

મેષ રાશિ : મેષ રાશિના લોકો હંમેશા નવા એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરે છે. અને તે વસ્તુ તેમની ફેશનની બાબતમાં પણ કામ કરે છે. તેઓ કાંઈ પણ ઓનલાઇન ખરીદીને પાછળથી પસ્તાવાવાળા લોકોમાંથી નથી. તેઓ એક વસ્તુમાંથી જલ્દી જ કંટાળી જઈને કંઈક નવું કરવાની ઈચ્છા રાખે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.