શિવલિંગ પર ચઢાવવી ન જોઈએ આ 5 વસ્તુઓ, આ કામોને કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ.

0
141

શિવપુરાણમાં જણાવવામાં આવેલ છે કેટલીક એવી વસ્તુઓ, જેને ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવી જોઈએ. દેવોના દેવ મહાદેવની આરાધના માટે મહાશિવરાત્રીનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચારેય દિશાઓમાં બમ બમ ભોલે, હર હર મહાદેવના જય જયકાર ગુંજી ઉઠે છે. દરેક તરફ શિવ શંકરની જય જય કાર થાય છે.

આ વર્ષે મહાશિવરાત્રી 11 માર્ચ 2021 ના રોજ આવી રહી છે. મહા માસમાં કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે આ વ્રત રાખવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર તેનું ઘણું વધારે મહત્વ હોય છે. આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે, પણ જો તમે ભૂલથી આ 5 કામ કરી દો તો અશુભ થઈ જાય છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્ત ભાંગ-ધતુરા, ચંદન, દૂધ, બીલીપત્ર અને ભસ્મ વગેરે ઘણી વસ્તુઓ ચડાવે છે, પણ શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, અમુક એવી વસ્તુઓ પણ છે, જેને ભૂલથી પણ શિવલિંગ પર અર્પણ કરવી જોઈએ નહિ.

હળદર : હળદરને ઘણી પવિત્ર માનવામાં આવે છે અને ઘણા શુભ અવસર પર તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો ભગવાનને પણ હળદર અર્પણ કરે છે, પણ ભગવાન શિવના પ્રતીક શિવલિંગ પર હળદર અર્પણ કરવામાં આવતી નથી.

કંકુ : કંકુને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, જયારે શિવ વૈરાગી છે. એટલા માટે શિવલિંગ પર ભૂલથી પણ કંકુ નહિ ચઢાવવું જોઈએ.

તૂટેલા ચોખા : તૂટેલા ચોખા અશુદ્વ હોય છે, એટલા માટે શિવલિંગ પર હંમેશા અક્ષત એટલે આખા ચોખાના દાણા જ અર્પણ કરવા જોઈએ.

તુલસી : તુલસીના પાંદડા પણ ઘણા પવિત્ર હોય છે. શિવપુરાણ અનુસાર, જાલંઘર નામનો અસુર ભગવાન શિવના હાથેથી મૃત્યુ પામ્યો હતો, પણ જાલંઘરને એક વરદાન મળ્યું હતું કે, તેને પોતાની પત્નીની પવિત્રતાને કારણે કોઈ પણ પરાજિત નહિ કરી શકે. એટલા માટે ભગવાન વિષ્ણુએ જાલંધરની પત્ની તલસીની પવિત્રતા ભંગ કરવી પડી. પછી શિવજીએ જાલંઘરનો વ ધ કર્યો. પોતાના પતિના મૃત્યુથી નારાજ તુલસીએ ભગવાન શિવનો બહિષ્કાર કરી દીધો હતો. આ કારણે શિવલિંગ પર તુલસી ચડાવવામાં આવતી નથી.

કેવડાનું ફૂલ : બ્રહ્માજી અને વિષ્ણુમાંથી કોણ શ્રેષ્ઠ છે, આ વાત પર વિવાદ છેડાયા પછી એક વિરાટ લિંગ પ્રકટ થયું. પછી બંને જણાએ એ નક્કી કર્યું કે, જે આ લિંગના છેડાને સૌથી પહેલા શોધશે તે જ શ્રેષ્ઠ માનવામાં આવશે. બંનેને તેનો છેડો મળ્યો નહિ, પણ બ્રહ્માજીએ વિષ્ણુજીને કહ્યું કે, તે છેડા સુધી પહોંચી ગયા છે. તેમણે કેવડાના ફૂલને તેનું સાક્ષી ગણાવ્યું. પણ શિવજી ત્યાં પ્રગટ થયા અને કેવડાના ફૂલને શ્રાપ આપી દીધો કે, શિવની પૂજામાં ક્યારેય કેવડાના ફૂલનો ઉપયોગ નહીં થાય.

આ કામો કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ :

મહાશિવરાત્રી પર ભગવાન શિવને ખુશ કરવા માટે તે દિવસે વ્રત રાખવું જોઈએ.

સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.

મંદિરમાં જઈને શિવલિંગ પર પાણી અને દૂધ અર્પણ કરો અને પોતાની ક્ષમતા અનુસાર અન્ય વસ્તુઓ પણ ચડાવો.

આ દિવસે ૐ નમઃ શિવાયનો જાપ કરો.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.