આ 5 લક્ષણ જણાવે છે કે, ઘણી વખત જન્મ લઇ ચુકી છે તમારી આત્મા, તમારી આ ટેવો પૂર્વજન્મની પણ હોય

0
2553

મિત્રો, આપણે મોર્ડન જમાનાના માનવી છીએ. અને એવું જ જીવન જીવીએ છીએ. છતાં પણ આજે ઘણા બધા લોકો એવા છે, જે આત્મા, પ્રેત, પુનર્જન્મ વગેરે વાતોમાં માને છે. અને એવું નથી કે આવું ભારતમાં જ થાય છે, વિદેશોમાં પણ આવું જોવા મળે છે. અને એના પર ઘણી ફિલ્મો પણ બની ચુકી છે. ઘણી વખત તમારી સાથે એવી ઘટનાઓ થાય છે, તેમજ અમુક એવી ટેવો તમારી સાથે જોડાયેલી હોય છે, કે જેનું તમારી સામાન્ય જીવનશૈલી સાથે કોઈ લેવાદેવા હોતું નથી.

અને આ બાબતે તમે અને તમારી સાથેના લોકો પણ આ વાત ઉપર નવાઈ પામે છે કે છેવટે આવું કેમ થાય છે. તો જણાવી દઈએ કે, કદાચ તમને વિશ્વાસ ન હોય, પણ આ તમારા પૂર્વ જન્મ સાથે જોડાયેલ હોઈ શકે છે.

આમ તો, આત્માઓ અને પૂર્વજન્મ વિષેની વાતો આજે પણ રહસ્ય જ છે. અને જો એક વખત માટે વિશ્વાસ કરી લેવામાં આવે કે પૂર્વજન્મ હોય છે, તો તમે પણ જરૂર જાણવા માંગશો કે, તમારી આત્માએ પહેલી વખત મનુષ્યના રૂપમાં જન્મ લીધો છે, કે પછી આ પહેલા પણ તમે ઘણા જન્મ લઇ ચુક્યા છો. તો જણાવી દઈએ કે આ 5 લક્ષણ જો તમારામાં પણ છે, તો સમજો આ પહેલા ઘણા જન્મ લઇ ચૂકેલ છે તમારી આત્મા. કે કહેવામાં આવે કે આ જન્મ તમારો પૂર્વજન્મ છે. તો આવો જાણીએ કે, આજના આ લેખમાં શું ખાસ છે?

1. અજાણ્યો ડર :

મિત્રો, જો તમને કોઈ વાતનો વધારે પડતો ડર રહેતો હોય અને આશ્ચર્યજનક રીતે તેનો તમારા વર્તમાન જન્મ સાથે કોઈ સંબંધ જ ન હોય, જેમ કે તમે ઉંચાઈ, પાણી, આગથી ડરો છો, પણ તમારા અત્યારના જીવનમાં એવી કોઈ ઘટના બનેલી જ ન હોય કે તમે તેનાથી એટલા ડરો. તો વાત તમારા પૂર્વજન્મ સાથે જોડે છે.

2. એક જ સપનું વારંવાર આવવું :

જણાવી દઈએ કે, જો તમને હંમેશા એક જ સપનું વારંવાર આવતું હોય, તો એનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોઈ શકે છે. તેમજ એવા સપનામાં જોવા મળતા લોકો તમારા જાણીતા હોય તેવું લાગે છે, અને તમને યાદ નથી આવતું કે તમે તેને ક્યાં જોયા છે, પણ તમને લાગે છે કે તમે તેને જરૂર ક્યાંક જોયા તો છે જ. તો તે તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલા લોકો હોઈ શકે છે. એવું પણ બની શકે છે, કે પૂર્વજન્મમાં તે તમારા સહયોગી રહેલા હોય, તમારા પાડોશી કે કોઈ મિત્ર જેની સાથે તમારો ખુબ નજીકનો સબંધ રહેલ હોય. તેના લીધે તમને તે સપનામાં વારંવાર આવે છે.

3. પહેલી મુલાકાતમાં કોઈ સાથે પોતાપણું હોવું :

એવું થઈ શકે છે કે તમે કોઈને પહેલીવાર મળી રહ્યા હોવ, પરંતુ એમને મળતા જ તમને એવું લાગે છે જાણે તમે એને ઘણા સમય પહેલાથી જ જાણો છો. તમને એમના માટે એક વિચિત્ર પોતાપણું અનુભવ થતું હોય. અને તમને ખબર નહિ પડતી હોય કે છેવટે આવું કેમ થાય છે? કેમ કોઈ અજાણી વ્યક્તિ માટે તમને આટલી નજીકતાનો અનુભવ થઈ રહ્યો છે. તો જણાવી દઈએ કે, હકીકતમાં આવું એટલા માટે થાય છે, કારણ કે તમે પાછળના કોઈ જન્મમાં એ વ્યક્તિ સાથે સારા સંબંધોમાં રહ્યા હોવ. થઈ શકે છે કે પાછળના જન્મમાં તે તમારા બેસ્ટફ્રેન્ડ કે સોલમેટ રહ્યા હોય.

4. કોઈ વસ્તુ પ્રત્યે ખાસ દીવાનગી :

જો તમારું કોઈ વસ્તુ પ્રત્યે ખાસ ભાવનાત્મક જોડાણ રહે છે, જેમ કે અનાથ બાળકો, વૃદ્ધો, અપંગ લોકો અથવા ભિખારીઓ પ્રત્યે ખાસ દયાનો ભાવ. તમારા ન ઈચ્છવા છતાં પણ એમને જોતા જ તમારા દિલમાં ઘણી દયા અને સહાનુભુતિનો અનુભવ થવા લાગે છે, અને તમે એમના માટે કંઈક કરવાં માંગો છો, અથવા કરો પણ છો.

તો એનો અર્થ એ છે કે તમે પૂર્વજન્મમાં એવી કોઈ પરિસ્થિતિ સાથે જોડાયેલા હશો. સંભવ છે કે પૂર્વના કોઈ જન્મોમાં તમે આ પરિસ્થિતિઓ સામે લડી ચુક્યા હોવ. અને આનો સ્પષ્ટ અર્થ એ જ નીકળે છે કે તમે આ પહેલા ઘણા જન્મ લઈ ચુક્યા છો.

5. પૂર્વાભાસ :

તમને ઘણા લોકો એવા મળશે છે, જે કહેતા હોય છે કે કંઈ ખરાબ થવા પહેલા એમને ખરાબ થવાનો અનુભવ થવા લાગે છે, અને એના માટે તે અઘટિત થવાથી ડરતા રહે છે. તમે આને પોતાના મનનો વહેમ અથવા બેકાર ડર પણ નથી કહી શકતા, કારણ કે તમારો આ ડર ઘણીવાર અથવા હંમેશા સાચો સાબિત થાય છે.

તમે સાંભળ્યું હશે કે ઉંમરની સાથે સાથે પરિપક્વતા આવે છે. અને અહિયાં પણ એ જ થીયરી કામ કરે છે. તમારા શરીરમાં એક પ્રૌઢ આત્મા છે, જે આ પહેલા ઘણા જન્મ લઈ ચુકી છે. એટલા માટે પોતાના અનુભવોના આધાર પર તે વર્તમાનમાં થવા વાળા ઘટનાક્રમોની સાથે જ ભવિષ્યમાં થવા વાળી ઘટનાઓને પણ જાણી લે છે.

જો કે તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલા આ અનુભવોનો તમારા આ જન્મના જીવન સાથે કોઈ સંબંધ નથી હોતો, અને ન તો કોઈ ફાયદો કે નુકશાન. હાં, એટલું જરૂર છે કે આ એ વાતનો સંકેત આપે છે કે, પૂર્વમાં જે રીતે તમારી આત્મા વારંવાર જન્મ લેતી રહે છે, એ જ પ્રકારે તમે આગળ પણ જન્મ લેતા રહેશો.