આ 5 આદતોના કારણે ઓછું થઇ શકે છે આપણું માન-સમ્માન અને ગ્રહ આપવા લાગે છે અશુભ ફળ

0
183

તમારા માન-સમ્માનને ઠેસ પહુંચાડી શકે છે આ 5 આદતો, ગ્રહ પણ આપે છે અશુભ ફળ. દરેક માણસની કોઈને કોઈ આદત હોય છે, અમુક સારી તો અમુક ખરાબ. અમુક આદતોને કારણે આપણા જીવન પર ગ્રહોના અશુભ પ્રભાવ થવા લાગે છે. આ ખોટી આદતો ઘણી નાની હોય છે, પણ જીવન પર તેની ઘણી જ ખરાબ અસર પડે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત પ્રવીણ દ્વિવેદી અનુસાર, અમુક આદતો જે આપણા જીવન પર ખરાબ અસર કરે છે, તે આ રીતે છે.

(1) મોડી રાત સુધી જાગવું : જો કોઈ વ્યક્તિ મોડી રાત સુધી કારણ વગર જાગે છે, તો ચંદ્ર ગ્રહ અશુભ ફળ આપે છે. એવામાં લોકોએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. મોડી રાત સુધી જાગવા અને સવારે મોડે સુધી સૂવાથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

(2) ગમે ત્યાં થુંકવાની આદત : ગમે ત્યાં થુંકવાની આદત અશુભ ફળ આપનારી હોય છે. આ આદતથી યશ, માન-સમ્માન ખતમ થાય છે. આવા લોકોને જો માન-સમ્માન મળી પણ જાય તો તે વધારે સમય સુધી ટકતું નથી. તેમને મહાલક્ષ્મીની કૃપા નથી મળી શકતી.

(3) વૃદ્ધોનું અપમાન કરવું : જો કોઈ વ્યક્તિ કોઈ વૃદ્ધનું અપમાન કરે છે, તેમની મજાક ઉડાવે છે, તો આ આદતને કારણે ઘરની બરકત ખતમ થઈ જાય છે. એટલા માટે ઘરના અને સમાજના દરેક વડીલનું માન સમ્માન કરવું જોઈએ. જે ઘરોમાં વૃદ્ધજનો ખુશ રહે છે, ત્યાં દરેક દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.

(4) રસોડું અવ્યવસ્થિત રાખવું : જો કોઈ ઘરમાં રસોડું અવ્યવસ્થિત રહે છે, અને યોગ્ય સમય પર તેની સાફ-સફાઈ નથી થતી તો મંગળ દોષ વધે છે. રસોડામાં હંમેશા સાફ-સફાઈ રહેવી જોઈએ. રાત્રે સુતા પહેલા એઠા વાસણ અને રસોડું સાફ કરી દેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાથી દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.

(5) પગની સફાઈને અવગણવી : ઘણા લોકો ચહેરાની સફાઈ પર તો ધ્યાન આપે છે, પણ પગની સફાઈને અવગણે છે. આ સારી વાત નથી. પગની સફાઈ પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. નહાતા સમયે પગને પણ સારી રીતે ધોવા જોઈએ. જો પગ ગંદા રહેશે તો બીજા સામે આપણું માન-સમ્માન ઘટી શકે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.