બોલીવુડ વિવાહિત પુરુષને દિલ આપી બેઠી હતી બોલીવુડની આ 14 કુંવારી કન્યાઓ, અફેયર કરીને લીધા સાત ફેરા

0
1822

બોલીવુડની આ 14 કુંવારી કન્યાઓ પરણેલા પુરુષોને દિલ આપી બેઠી હતી, અફેયર પછી લીધા સાત ફેરા

પ્રેમનો કોઈ ભરોસો નથી હોતો, તે ક્યારેય પણ અને કોઈની સાથે થઈ જાય છે. સામાન્ય રીતે જયારે પણ એક કુંવારી છોકરી લગ્ન કરે છે, તો તે પોતાના માટે કુંવારા છોકરા જ શોધે છે. આમ તો આજે અમે તમને થોડી એવી બોલીવુડ હિરોઈનો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ફેમસ અને કુંવારી હોવા છતાં પણ એક પરણિત પુરુષને પોતાનું દિલ આપી બેઠી.

૧. હેમા માલિની :

હેમા માલિનીને પરણિત ધર્મેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. હેમા સાથે લગ્ન કરવાની માથાકૂટમાં ધર્મેન્દ્રએ ઈસ્લામ ધર્મનો સ્વીકાર કરી લીધો, જેથી પહેલી પત્ની પ્રકાશ કોર સાથે છુટાછેડા લીધા વગર જ હેમા સાથે બીજા લગ્ન કરી શકે.

૨. રવિના ટંડન :

રવિના ટંડનનું દિલ ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર અનીલ થડાની ઉપર આવી ગયું હતું. અનીલ પહેલાથી જ નતાશા સિપ્પી સાથે પરણિત હતા અને તેને બે બાળકો પણ હતા. આમ તો તે લગ્ન સફળ ન થયા અને છૂટાછેડા પછી અનિલે રવિનાને ૨૦૦૩માં પોતાની પત્ની બનાવી લીધી.

3. શ્રીદેવી :

શ્રીદેવીએ ૧૯૯૬ માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની તે પહેલા મોના કપૂર (અર્જુન કપૂરની માં) ના પતિ હતા. શ્રીદેવી સાથે બોનીને બે દીકરીઓ જાન્હવી અને ખુશી થઈ.

૪. કરિશ્મા કપૂર :

અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા પછી કરિશ્માએ ૨૦૦3 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સંજય કરિશ્મા પહેલા નંદિતા મેહતાનીના પતિ હતા. પછી કરિશ્મા અને સંજયના ૨૦૧૬ માં છૂટાછેડા પણ થઈ ગયા હતા.

5. અમૃતા અરોડા :

બોલીવુડ હિરોઈન અમૃતા અરોડાએ પરણિત શકીલ લદ્દાક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને બે બાળકો અજાજ અને રીયાન થયા.

૬. શિલ્પા શેટ્ટી :

શિલ્પાએ ૨૦૦૯ માં રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજે શિલ્પા પહેલા કવિતા સાથે લગ્ન કર્યા હતા. આમ તો પાછળથી બંનેના છૂટાછેડા થઈ ગયા અને શિલ્પા અને રાજના લગ્ન થઈ ગયા. આજે તેને વિવાન નામનો એક દીકરો પણ છે.

૭. મહિમા ચોધરી :

મહિમા ચોધરીને પણ બે બાળકોના પિતા બોબી મુખર્જી સાથે પ્રેમ થયો હતો. બોબીના મહિમા સાથે બીજા લગ્ન થયા.

૮. રાની મુખર્જી :

રાનીએ યશ રાજ ચોપડાના દીકરા આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. આદિત્ય આ પહેલા પાયન ખન્ના સાથે પરણિત હતા. પાછળથી બંનેના છૂટાછેડા થયા અને રાનીએ આદિત્ય સાથે લગ્ન કરી લીધા. તેમને એક દીકરી અદીરા પણ છે.

9. શબાના આઝમી :

હિરોઈન શબાના આઝમીએ પ્રસિદ્ધ રાઈટર જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા છે. શબાના પહેલા જાવેદ હની ઈરાનીના પતિ હતા.

૧૦. લારા દત્તા :

લારાએ ભારતીય ટેનીસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે વર્ષ ૨૦૧૧ માં લગ્ન કર્યા હતા. મહેશ લારા પહેલા શ્વેતા જયશંકરના પતિ હતા. હાલમાં લારા અને મહેશની દીકરી પણ છે જેનું નામ સાયરા છે.

૧૧. બીપાશા બસુ :

બિપાશા સાથે કરણ સિંહ ગ્રોવરે લગ્ન કર્યા હતા. બિપાશાના લગ્ન પહેલા કરણના બે વખત છૂટાછેડા થઈ ગયા હતા.

૧૨. વિદ્યા બાલન :

બિપાશાની જેમ વિદ્યા બાલને પણ જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા તેના બે વખત છૂટાછેડા થઈ ગયા હતા. વિદ્યાએ ૨૦૧૨ માં ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા.

૧૩. જુહી ચાવલા :

જુહી ચાવલાના જય મેહતા સાથે લગ્ન થયા છે. જય પહેલા સુજાતા બિરલા સાથે પરણિત હતા. આમ તો ૧૯૯૦ માં સુજાતાનું એક પ્લેન ક્રેસમાં અવસાન થઇ ગયું હતું, ત્યાર પછી ૧૯૯૫ માં તેમણે જુહી ચાવલા સાથે લગ્ન કરી લીધા હતા.

૧૪. કરીના કપૂર :

અમૃતા સિંહ સાથે છૂટાછેડા પછી સૈફ અલી ખાને ૨૦૧૨ માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના અને સૈફના દીકરા તૈમુરથી તો તમે બધા પરિચિત છો જ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.