ઝેર સમાન છે ફ્રિઝમાં રાખવામાં આવતી આ 10 વસ્તુ, આજે જ કરો બહાર, જાણો વધુ વિગત

0
3572

શહેરોના જીવનમાં મુખ્ય ભાગ છે ફ્રિઝ. આપણે હંમેશા તેમાં આપણું વધેલું ભોજન પછી ખાવા માટે મૂકતા હોઈએ છીએ. ફ્રિઝમાં રાખવાથી તે બગડવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, જો અમુક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે, તો તે ખોરાક તમારા આરોગ્યને વધુ નુકશાન કરી શકે છે. જો તમારા ફ્રિઝમાં પણ વાસી ખોરાક રાખવામાં આવ્યો છે, તો સાવચેત થઇ જાવ કેમ કે તે બીમારીઓનું ઘર બની શકે છે.

ભેગો કરેલો ખોરાક :

જો તમે પણ હંમેશા ફ્રિઝમાં ખાવાનું ભેગું કરો છો તો તે એક ખરાબ ટેવ છે. ભેગા કરેલા ખોરાકમાં વધુ પ્રમાણમાં એડીવીટીઝ, કાર્બોહાઈડ્રેટ, ફ્રકટોઝ કોર્ન સીરપ અને ટ્રાંસ ફેટી એસીડ હોય છે. ટ્રાંસ ફેટી એસીડથી હ્રદયની બીમારીઓ થવાનો ભય રહે છે. એડીવીટીઝથી છાતીમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હાઈ ફ્રકટોઝ કોર્ન સીરપથી પેક્રીવીટીઝ કેન્સર થઇ શકે છે.

શુગરયુક્ત ખોરાક :

ફ્રિઝમાં રાખવામાં આવેલા પ્રેસ્ટ્રીઝ, ચોકલેટ, મીઠાઈઓ અને મુરબ્બા, જેમાં ખાંડ અને કાર્બોહાઈડ્રેટનું વધુ પ્રમાણ હોય છે, તે ખાવાથી આપણા શરીરમાં મેન્ગ્નેશીયમનું પ્રમાણ વધે છે જે હાર્ટ એટેક, કબજિયાત, હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ-2 ડાયાબીટીસનું કારણ બને છે. તે ઉપરાંત મોટાપો, અનિન્દ્રા, તણાવ વગેરે પણ થઇ શકે છે.

વાસી ખોરાક :

જો તમારા ફ્રિઝમાં પણ ત્રણ ચાર દિવસથી વધુ વાસી ખોરાક રાખવામાં આવ્યો છે, તો તે આરોગ્ય માટે ઘણું નુકશાનકારક છે. તે ખાવાથી ફૂડ પોઈઝનીંગ, પેટનો દુઃખાવો, ઉલટી અને ઉબકા જેવી તકલીફ થઇ શકે છે.

મસાલેદાર ખોરાક :

સોસ, ચટણી, અથાણું, પનીર જેવા મસાલાદાર ખોરાક, જેમાં મીઠું, ચરબી અને ખાંડ હોય છે તે ખાવાથી દુર રહો. કેમ કે તે ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષણનો નાશ કરી દે છે. મસાલાદાર ખોરાક ખાવાથી શરીરમાં સોડીયમનું પ્રમાણ વધે છે, જેનાથી બ્લડ પ્રેશર પ્રભાવિત થાય છે અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

રેફ્રીઝરેટેડ કરીને પીવામાં આવતા પદાર્થ :

તમારા ફ્રિઝમાં રહેલા સોફ્ટ ડ્રીંકસ જરાપણ પોષણયુક્ત નથી હોતા. તે પીવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થાય છે, અને કીડનીની પથરી થવાની શક્યતા વધી જાય છે. વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રીંકસ પીવાથી મોટાપો, ભૂખ ન લાગવી, એસીડીટી, કબજિયાત, દાંતોમાં ધબ્બા જેવી તકલીફ થઇ શકે છે.

ફ્રિઝનું તાપમાન યોગ્ય રાખો :

ફૂડ પોઈઝનીંગ ફેલાવતા બેક્ટેરિયા 5 ડીગ્રી સેલ્સીયસથી 60 ડીગ્રી સેલ્સીયસ વચ્ચે ઝડપથી ફેલાય છે. એટલા માટે જરૂરી છે કે, તમે તમારા ભોજનને આ તાપમાનમાં ન રાખો. જો ફ્રિઝમાં કોઈ જલ્દી બગડી જાય તેવી વસ્તુ રાખી છે, તોફ્રિઝનું તાપમાન તેના હિસાબે સેટ કરો.

યોગ્ય રીતે રાખો ખોરાક :

અમુક ખોરાક જેવા કે કાચુ અને પાકેલું માંસ, દૂધ અને ડેરી ઉત્પાદનો, ઈંડામાંથી બનેલી વસ્તુ વગેરે જલ્દી ખરાબ થઇ જાય છે. તેવા ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે જલ્દી ખરાબ થઇ જાય છે. સાથે જ તેમાં બેક્ટેરિયા ફેલાવાની શક્યતા પણ વધુ રહે છે. તેવામાં તમારે ધ્યાન રાખવું જોઈએ કે, એને ફ્રિઝમાં પણ વધુ સમય સુધી ન રાખો.

જલ્દી મુકો ખોરાક :

બજારમાંથી ખરીદવામાં આવેલા ફ્રોઝન ફૂડને જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી ફ્રિઝમાં મૂકી દેવું જોઈએ. ગરમીના દિવસોમાં તે સમય ૩૦ મિનીટથી વધુ ન હોવો જોઈએ. બજારમાંથી એવા ખાદ્ય પદાર્થોને ઘરમાં લાવતી વખતે પણ ગરમ અને ઠંડા પદાર્થને અલગ અલગ રાખો.

મુંઝવણ હોય તો ફેંકી દો :

જો તમને કોઈ પણ પ્રકારના ભોજનને લઈને મુંઝવણ હોય કે તે ખાવા લાયક છે કે નથી, તો તેને ફેંકી દેવા જ સારૂ રહેશે. તેને ફરી વખત ફ્રિઝમાં ન મુકો. પેક ખોરાકને તેના ઉપયોગની તારીખ પછી ન ખાવ.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.