કાચું ખાવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણીને દંગ રહી જશો.

0
598

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? તેનાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે?

જણાવી દઈએ કે, કાચું ખાવાના અઢળક ફાયદા થાય છે. તેનાથી પાચન વહેલું થાય. કાચું ખાવાથી ખોરાકનું પ્રાકૃતિક બંધારણ નથી તૂટતું. શાક બનાવ્યા પછી થોડા સમય બાદ તે બગડી જાય છે, અમુક કલાકો પછી તે વાસી થઈ જાય છે અને દુર્ગંધ મારવા લાગે છે, પણ કાચા શાકભાજી અઠવાડિયા સુધી અને અમુક મહિના સુધી બગડતા નથી. આથી કાચો ખોરાક ખાવાથી શરીર બગડતી નથી.

કાચું ખાવાથી એસીડીટી, કબજિયાત, કમરનો દુઃખાવો, માથાનો દુઃખાવો, અપચો, લોહીની બીમારી, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ડાયાલીસીસ, સાંધાનો વા, થાઇરોઇડ, સ્ત્રી રોગ, ચામડીના રોગ, એલર્જી, કાયમી શરદી, ખરજવું, સોરાયસીસ, વધારે પડતું ભોજન વગેરે સમસ્યાઓથી સુરક્ષા થાય છે.

એટલું જ નહિ કાચું ખાવાથી શીળસ, કોઢ, ફલૂ, બર્ડફલુ, સ્વાઇનફલુ, પેટના રોગો, કેન્સર, તાવ, આંખના રોગ, ચશ્માના નંબર, મૂત્ર રોગ, કોલેસ્ટ્રોલ, ટીબી, મોટાપો, ટ્રાઈગલીસરાઈડ, સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી, અસ્થમા વગેરે સમસ્યાઓથી પણ શરીરનું રક્ષણ થાય છે.

મિત્રો કાચું ખાવાથી ફાયદા તો ઘણા થાય છે, પણ કોઈપણ વસ્તુનો અતિરેક ન કરવો. તેને સલાડ તરીકે અને ઓછી ભુખ હોય ત્યારે લઇ શકાય. તમને માફક આવતું હોય તો કોઈ જ વાંધો નથી. પણ બધું અચાનક બંધ કરીને સીધું જ કાચું ખાવાનું શરૂ કરી દેવું યોગ્ય નથી. માત્ર કાચું ખાઈને દિવસ ન કાઢશો.

કોઈ પણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટર અને નિષ્ણાંતની સલાહ જરૂર લો. જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમે લાઈક અને શેયર કરશો તો જ ફેસબુક અમારા નવા નવા આર્ટિકલ તમારા સુધી પહોંચાડશે.