પોલીસે કરાવ્યા પ્રેમી જોડીના લગ્ન, પોલીસ સ્ટેશનમાં જ લીધા સાત ફેરા, જાણો શું હતી મજબૂરી

0
109

જાણો કેમ આ પ્રેમી જોડીને પોલીસ સ્ટેશનમાં કરવા પડ્યા લગ્ન, કારણ જાણ્યા પછી પોલીસે પણ..

આજકાલના સમયમાં એવા ઘણા છોકરા છોકરી છે જે તેના મનપસંદ સાથી સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે. પ્રેમ લગ્ન બે વ્યક્તિનો આંતરિક પ્રેમ લાગણી, આકર્ષણ અને વચનોથી થયેલા મેળને કહેવામાં આવે છે. જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે પ્રેમ લગ્ન આપણા દેશમાં કરવા કેટલા મુશ્કેલ છે. પ્રેમ લગ્ન કરવા માટે આપણે ઘણા બધા લોકોને મનાવવા પડે છે અને તેને સમજાવવા પડે છે. જો આપણે કોઈ પણ રીતે કુટુંબને સમજાવવામાં સફળ પણ થઇ જાઈએ છીએ તો કોઈને કોઈ પ્રેમ લગ્નની નફરત કરવા વાળા વચ્ચે આવી જ જાય છે.

આમ તો જોવામાં આવે તો દરેક કુટુંબમાં કોઈને કોઈ એવા જરૂર હોય છે જે પ્રેમ લગ્નની એકદમ વિરુદ્ધ હોય છે અને બીજાની ખુશીમાં દખલ કરવાની ટેવ હોય છે. જો કોઈ છોકરા છોકરીને એક બીજા સાથે મનમેળ થઇ ગયો હોય છે અને તેના લગ્ન માટે કુટુંબના લોકો સહમત નથી તો એવી સ્થિતિમાં ઘણી વાતો થવા લાગે છે. એટલું જ નહિ પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે ઘટના પોલીસ સ્ટેશન સુધી પણ પહોચી જાય છે પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમાં પોતે પોલીસે જ પ્રેમી જોડીના લગ્ન કરાવ્યા છે.

સમાચારો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પ્રેમી જોડી માટે પોલીસ તારણહાર બનીને સામે આવી છે. આ પોલીસ પ્રેમી જોડાના લગ્નના સાક્ષી બન્યા છે. પોલીસે ન માત્ર પ્રેમી જોડીના લગ્ન કરાવ્યા પરંતુ બંને કુટુંબ વાળાને પણ આ લગ્ન માટે મનાવી લીધા. બિધનુ પોલીસ સ્ટેશના પ્રભારીએ પંડિતની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં જ વિધિ પૂર્વક પ્રેમી જોડીના લગ્ન કરાવ્યા.

બિધનુ પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદ કુમાર સિંહના જણાવ્યા મુજબ 22 વર્ષીય પ્રદીપ કુમાર રામખેડા ગામના રહેવાસી છે, જે શટરીંગ લગાવવા માટે ગયા હતા. ત્યારે તે 21 વર્ષના રોમી સાથે પ્રેમ કરવા લાગ્યા. તે બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. લગભગ 4 મહિના પછી આ બંનેના લગ્નની વાત ચાલી હતી પરંતુ આ બંનેના લગ્ન માટે કુટુંબીજનો જરાપણ સહમત ન હતા. આંતરજ્ઞાતિ હોવાને કારણે જ આ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો.

સમાચારો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પ્રેમી જોડી માટે પોલીસ તારણહાર બનીને આવી

આ પ્રેમી જોડી ત્યાર પછી પણ સતત મળતા રહ્યા હતા. છેવટે તેમણે લગભગ એક અઠવાડિયા પહેલા જ ઘરેથી ભાગવાનો નિર્ણય કરી લીધો અને તે બંને ઘરેથી ભાગી ગયા. ત્યારે છોકરીના પિતા હોરીલાલે પોલીસ સ્ટેશનમાં જઈને રીપોર્ટ લખાવી. જેવી જ પીલીસને જાણ થઇ, તેમણે શોધખોળ ચાલુ કરી દીધી અને મંગળવારે પોલીસે બંનેને શોધી કાઢ્યા અને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.

જયારે પોલીસને એ વાતની જાણ થઇ કે છોકરો અને છોકરી બંને પુખ્ત વયના છે અને તે લગ્ન કરવા માંગે છે તો પોલીસે પણ તેમના લગ્નનો નિર્ણય સ્વીકારી લીધો. ત્યારે પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદ કુમાર સિંહે છોકરા અને છોકરીના કુટુંબીજનોને લગ્ન માટે સમજાવ્યા અને છેલ્લે પોલીસ સ્ટેશનના પ્રભારી કુટુંબ વાળાને સમજાવવામાં સફળ થઇ ગયા.

મહીલા પોલીસ કર્મચારીઓએ છોકરીને બ્યુટી પાર્લરમાં લઇ જઈને તૈયાર કરાવી. ત્યાર પછી પોલીસ સ્ટેશનની અંદર જ લગ્નના મંત્ર વાંચવામાં આવ્યા અને બંનેએ એક બીજા સાથે જીવવા મરવાના વચન આપ્યા. ત્યાર પછી પોલીસે બધા લોકોનું મોઢું મીઠું કરાવ્યું. ત્યાર પછી છોકરાની તરફથી આવેલા લોકોએ કન્યાને પોલીસ સ્ટેશનથી વિદાય કરી ઘરે લઇ ગયા. તનાવપૂર્ણ વાતાવરણમાં અચાનક જ આનંદ છવાઈ ગયો અને બધાની રાજીખુશીથી આ લગ્ન પૂર્ણ થયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.