હુગલીથી દિલ્હી આવીને ગાયબ થઈ ગઈ આ TikTok સ્ટાર, પતિ બોલ્યો – સર્વનાશ થઈ ગયો

0
656

ટિક-ટૉક (TikTok) ના ચક્કરમાં પડીને એક પરિણીત મહિલા ગુમ થઈ ગઈ તો તેનો પતિ પોતાની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચ્યો. પોલીસ પણ તેની સ્ટોરી સાંભળીને ચકિત થઈ ગઈ. આ સનસનીખેજ મામલો પશ્ચિમ બંગાળના હુગલીનો છે.

હુગલીના ચુંચુંડા ભગવતી ડંગામાં રહેતા પ્રસનજીત મંડલની પત્ની પ્રતિમા મંડલ ટિક ટૉક વિડીયો બનાવતી હતી. તે વિડીયોમાં તેનું નામ જાસમીન રાખતી હતી. 9 મહિનામાં તેના 4 લાખ 28 હજાર ફોલોઅર બની ગયા હતા.

ઓછા સમયમાં તેની ખ્યાતિ ઝડપથી વધી. પટના, દિલ્લી સહીત અલગ અલગ જગ્યાએ તેની માંગ વધી ગઈ હતી. ક્યારેક તે પોતાના પતિ સાથે તો કયારેક એકલી જ હવાઈ મુસાફરી કરતી હતી.

અલગ-અલગ ગીતો પર પોતાના હોઠ હલાવીને તે વિડીયો બનાવતી હતી. છોકરાઓમાં તેની ઘણી કદર હતી. વિડીયો દ્વારા તે રૂપિયા પણ કમાતી હતી. પતિને આને લઈને કોઈ વાંધો ન હતો, પણ પતિ પણ તેને આ કામ માટે ઉત્સાહિત કરતો હતો. પ્રતિમાએ બે મોબાઈલ ફોન પણ ખરીદી લીધા હતા.

પ્રતિમાએ પોતાના પતિને જણાવ્યું હતું કે, તે 31 ડિસેમ્બરે દિલ્હી જશે અને 4 જાન્યુઆરીએ પાછી આવી જશે. એ પછી હાવડાથી ટ્રેન પકડ્યા પછી તેનો ફોન બંધ થઈ ગયો. વચ્ચે એક દિવસ ફોન લાગ્યો તો તેણીએ કહ્યું કે તે, દિલ્હીમાં છે. ત્યાં તે રેમ્પ શો કરશે. રેમ્પ શો કરાવવાનો વાયદો તેને એક અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો. તે પછી તેનો પ્રતિમા સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. તે અજાણ્યા વ્યક્તિનો પણ ફોન બંધ છે.

ટિક ટૉકને કારણે પરિવારનો સર્વનાશ થઈ ગયો, એવું તેના પતિ પ્રસનજીત મંડલનું કહેવું છે. પ્રસનજીત હવે પોતાની પાંચ વર્ષની દીકરીને લઈને પણ ચિંતિત છે, કે હવે તેનો ઉછેર કેવી રીતે થશે?

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.