દુકાન લૂંટવા આવ્યો હતો ચોર, સરદારજીએ એવો દોડાવ્યો કે નાની યાદ આવી ગઈ, જુઓ વિડીયો

0
378

ચોરી એક એવો શબ્દ છે જેનાથી ભલભલા લોકો ડરે છે. કોઈ ઇચ્છતું નથી કે પોતાને ત્યાં ચોરી થાય. એવામાં જો એટીટ્યુડ આપણા આ વાયરલ સરદારજી જેવો હોય તો ચોર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુકાનદારનો કુલ અંદાજ લોકોને ખૂબ હસાવી રહ્યો છે.

દુકાન લૂંટવા આવેલા ચોરે માલિકને બંદૂક દેખાડી પણ તે ભાઈ જરાય ડર્યા નહીં. એનાથી ઊંધું તે ડંડો લઈને ચોરની પાછળ દોડ્યા. આ ઘટના દુકાનના સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ. ટ્વીટર પર તેનો વિડીયો શેયર કરવામાં આવ્યો જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, દુકાનની અંદર એક વ્યક્તિ આવે છે. પછી તે દુકાનદાર સામે બંદુકે તાકીને ઉભો રહે છે અને બધા પૈસા તેને આપી દેવા કહે છે. આ જોઈ દુકાનદાર શાંતિથી ડ્રોવર ખોલે છે અને તેને પૂછે છે ‘તમને કાંઈ બીજું જોઈએ….’ તેના પર ચોર કહે છે, ‘નહિ ફક્ત પૈસા આપી દે.’ પછી દુકાનદાર સંતાડેલો ડંડો હાથમાં લે છે અને તેની પાછળ દોડે છે. ચોર ગભરાયને દુકાનમાંથી ભાગી જાય છે, અને દુકાનદાર તેની પાછળ ભાગે છે.

આ વિડીયો પર સોશિયલ મીડિયા પર લોકો ખતરનાક રિએક્શન આપી રહ્યા છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.