એશ્વર્યા સાથે રહ્યો સંબંધ તો કરિશ્મા સાથે થવાના હતા લગ્ન, આટલા બધા અફેટર્સ પછી પણ કુંવારા રહી ગયા અક્ષય ખન્ના.

0
160

એશ્વર્યાથી લઈને કરિશ્મા સાથે જોડાયું નામ, પણ હજુ સુધી સિંગલ છે અક્ષય ખન્ના, હિટ ફિલ્મો આપવા છતાં રહ્યા ફ્લોપ. અક્ષય ખન્ના 90 ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક પ્રસિદ્ધ હીરો રહી ચુક્યા છે. અક્ષય ખન્ના તેના જમાનાના પ્રસિદ્ધ અભિનેતા વિનોદ ખન્નાના દીકરા છે. આમ તો એ વાત અલગ છે કે એટલા મોટા કલાકારના દીકરા હોવા છતાં પણ અક્ષય ખન્નાની કારકિર્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાંઈ ખાસ ન રહી.

અક્ષય ખન્નાના અભિનયની પ્રસંશા બધાએ કરી, પરંતુ છતાં પણ તે કોઈ કારણથી ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન ન બનાવી શક્યા. છેલ્લી વખતે અક્ષય ખન્ના ફિલ્મ ‘સેક્શન 375’ માં જોવા મળ્યા હતા.

વર્ષ 1997માં ફિલ્મ ‘હિમાલય પુત્ર’ થી અક્ષય ખન્નાની એન્ટ્રી બોલીવડુંમાં થઇ હતી. આમ તો અક્ષય ખન્નાના નામે હંગામા, તાલ, દિલ ચાહતા હૈ અને આ અબ લોટ ચલે જેવી હીટ ફિલ્મો પણ છે.

વિલેનથી લઈને હીરો સુધીના રોલ નિભાવી ચુકેલા અક્ષય ખન્ના 45 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે. બીજા અભિનેતાઓની જેમ અભિનેતાનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું, પરંતુ કોઈ સાથે તેનો સંબંધ છેલ્લે સુધી ન ચાલ્યો.

જયારે અક્ષય ફિલ્મ ‘આ અબ લોટ ચલે’ માં એશ્વર્યા રાય સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે સંબંધો વધ્યા હતા. આમ તો એશ્વર્યાના જીવનમાં સલમાન ખાન આવતા જ એશ્વર્યા અને અક્ષયના સંબંધ ઉપર બ્રેક લાગી ગઈ હતી.

એક સમયે અક્ષયનું નામ બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ જોડાઈ ગયું છે. એટલું જ નહિ, કરિશ્માના પિતા રણધીર કપૂરને પણ બંનેનો સંબંધ મંજુર હતો, પરંતુ કરિશ્માની માં બબીતા નહોતી ઇચ્છતી કે કરિશ્મા તેની કારકિર્દીની પીક ઉપર લગ્ન કરે. તે સમયે કરિશ્મા એક ટોપ ઉપરની અભિનેત્રી હતી અને અક્ષય ખન્ના ઇન્ડસ્ટ્રીમાં તેની ઓળખ ઉભી કરવામાં લાગેલા હતા. તેથી બંનેના સંબંધ શરુ થતા પહેલા જ પુરા થઇ ગયા.

કહેવામાં આવે છે કે કારકિર્દીની શરુઆતના સમયમાં અક્ષય ખન્ના મુનમુન સેનની દીકરી રાઈમાં સેન સાથે પણ સંબંધોમાં આવ્યા હતા. બંનેએ થોડા સમય સુધી એક બીજાને ડેટ પણ કર્યા હતા પણ થોડા સમયમાં જ તેના પણ બ્રેકઅપ થઇ ગયા હતા. અક્ષય ખન્નાના જણાવ્યા મુજબ રાઈમાં મેરેજ મૈટીરીયલ ન હતી, આ રીતે અક્ષય ખન્નાના અફેયર તો ત્રણ અભિનેત્રીઓ સાથે રહ્યા, પણ લગ્ન કોઈ સાથે ન થઇ શક્યા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.