ઘરમાં મળ્યો દુર્લભ અને અતિ ઝેરીલો નાગ, આ નાગનું નામ જાણીને જ પરસેવો વળી જશે

0
985

લખીમપુર ખીરી જીલ્લાના મૌલાની ગામમાં એક ઘરમાંથી દુર્લભ જાતિનો સાંપ મળ્યો છે. આ સાંપ એટલો ઝેરીલો છે કે, તેના ઝેરના એક ટીપાથી સેંકડોના જીવ જઈ શકે છે. આ સાંપનું નામ છે તક્ષક નાગ. એવું કહેવામાં આવે છે કે, તેની ઉંમર ૯૦૦ વર્ષ છે. સાંપને ઘરમાં જોઇને લોકોમાં હલચલ મચી ગઈ. પાછળથી વન વિભાગની ટીમે તેને દુધવા ટાઈગર રીઝર્વના જંગલમાં છોડી દીધો.

સોમવારે મોડી રાત્રે એક વ્યક્તિના ઘરના આંગણામાં તક્ષક નાગ જોયો તો વિસ્તારમાં હલચલ મચી ગઈ. એની જાણકારી મળતા વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચીને લગભગ ૧ કલાકની સખત મહેનત પછી તક્ષક નાગને કાબુમાં કર્યો.

વન વિભાગના ડેપ્યુટી રેંજર ગણેશ શુક્લાએ જણાવ્યું કે, આ દુર્લભ જાતીનો તક્ષક નાગ છે. તે સેંકડો વર્ષ જુનો છે અને ઘણો જ ઝેરીલો સાંપ છે. તેના ઝેરનું એક ટીપું સેંકડો લોકોનો જીવ લઇ શકે છે. તેમણે જણાવ્યું કે, તેની ટીમે તક્ષક નાગને પકડીને ટાઈગર રિઝર્વના જંગલોમાં છોડી દીધો છે. તક્ષક નાગનું મળવું ટાઈગર રિઝર્વના વન્યજીવો માટે ઘણું સુખદ છે.

શુક્લાએ જણાવ્યું કે, અમને જાણ થઇ હતી કે એક ઘરમાં સાંપ છે. જયારે અમે ત્યાં પહોંચ્યા તો અમે જોયું કે આ તક્ષક નાગ છે, જે સેંકડો વર્ષ જુનો છે. તે દુર્લભ જાતીનો અત્યંત ઝેરીલો સાંપ છે. તેમણે જણાવ્યું કે, આ સરળતાથી જોવા નથી મળી શકતો. મૈલાની વિસ્તાર ટાઈગર રિઝર્વ સાથે જોડાયેલો છે. બની શકે છે તે જંગલમાંથી નીકળીને વસ્તીમાં આવી ગયો હોય. ટાઈગર રિઝર્વમાં તેની હાજરી સુખદ ઘટના છે.

નિષ્ણાંતોના કહેવા મુજબ સાંપની ઉંમર ૯૦૦ વર્ષ નથી હોઈ શકતી.

આમ તો વન્ય જીવ નિષ્ણાંતનું માનવું છે કે, સાંપની ઉંમર સેંકડો વર્ષની નથી હોઈ શકતી. અલગ અલગ જાતિની ઉંમર અલગ અલગ હોય છે. સાંપની લંબાઈ અને તેની રહેવાની સ્થિતિ ઉપર તેની ઉંમર નક્કી થાય છે. સાંપ જેટલો લાંબો હશે તેની ઉંમર પણ એટલી વધુ હોય છે, પરંતુ તે ૯૦૦ વર્ષ નથી હોઈ શકતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.