નાના ડુંગર ઉપર બનેલું છે રામટેક મંદિર, વનવાસ દરમિયાન ભગવાન રામ રોકાયા હતા અહિયાં.

0
101

જાણો ભગવાન રામના અદ્દભુત મંદિર રામટેક વિષે, મહાકવિ કાલિદાસ સાથે પણ છે આ સ્થળનો સંબંધ.

ભારત એક પ્રાચીન સભ્યતા વાળો સાંસ્કૃતિક દેશ છે. અહિયાં ઘણા એવા મંદિર છે, જે સેંકડો વર્ષ જુના છે, તેમાંથી એક છે ભગવાન રામનું આ મંદિર. મહારાષ્ટ્રના નાગપુરથી લગભગ 40 કી.મી. દુર આવેલું રામટેક મંદિર પ્રભુ રામનું અદ્દભુત મંદિર છે.

આ મંદિરને લઈને એવી સ્ટોરી છે કે, ભગવાન રામે વનવાસ દરમિયાન આ સ્થાન ઉપર માતા સીતા અને ભગવાન લક્ષ્મણ સાથે ચાર મહિના સુધી સમય પસાર કર્યો હતો. તે ઉપરાંત માતા સીતાએ અહિયાં પહેલી વખત રસોઈ પણ બનાવી હતી. તેમણે ભોજન બનાવ્યા પછી સ્થાનિક ઋષીઓને ભોજન કરાવ્યું હતું. તે વાતનું વર્ણન પદ્મપુરાણમાં પણ કરવામાં આવ્યું છે.

રામ નવમીના વિશેષ પ્રસંગ ઉપર આ મંદિરની આસપાસ મેળો ભરાય છે, જેમાં દુર દુરથી લોકો સામેલ થવા માટે આવે છે. તેની વિશેષતાઓની વાત કરીએ તો આ મંદિર માત્ર પત્થરોમાંથી બનેલું છે, જે એક બીજા ઉપર રાખવામાં આવ્યા છે. સેંકડો વર્ષ જુનું આ મંદિર એવુંને એવું જ છે. સ્થાનિક લોકો તેની પાછળ ભગવાન રામની કૃપા જણાવે છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી થોડી વિશેષ બાબતો.

કિલ્લા જેવું છે રામટેક મંદિર : એક નાના પહાડ ઉપર બનેલા રામટેક મંદિરને ગઢ મંદિર પણ કહેવામાં આવે છે. તે ઉપરાંત તેને સિંદુર ગીરી પણ કહેવાય છે. તે જોવામાં મંદિર ઓછું કિલ્લો વધારે લાગે છે. તેની ખાસ વાત એ છે કે, તેની પૂર્વ તરફ સુર નદી વહે છે. રામટેક મંદિરનું નિર્માણ રાજા રઘુ ખોંલેએ એક કિલ્લાના રૂપમાં કરાવ્યું હતું.

મંદિરના પરિસરમાં એક તળાવ પણ છે, જેને લઈને એવી માન્યતા છે કે, આ તળાવમાં પાણી ક્યારેય ઓછું કે વધુ નથી થતું. હંમેશા સામાન્ય જળ સ્તર હોવાને કારણે જ લોકો આશ્ચર્યચક્તિ થાય છે. એટલું જ નહિ એવું માનવામાં આવે છે કે, જયારે પણ વીજળી ચમકે છે તો મંદિરના શિખર ઉપર જ્યોતિ પ્રકાશિત થાય છે, જેમાં ભગવાન રામની છબી જોવા મળે છે.

ભગવાન રામને મળ્યા હતા ઋષિ અગત્સ્ય : રામટેક જ એ સ્થળ છે જ્યાં ભગવાન રામ અને અગત્સ્ય ઋષિ મળ્યા હતા. અગત્સ્ય ઋષિએ ન માત્ર રામને શ સત્રોનું જ્ઞાન આપ્યું હતું પણ તેમને બ્રહ્મમાસ્ત્ર પણ પ્રદાન કર્યું હતું. જયારે શ્રીરામે આ સ્થાન ઉપર દરેક જગ્યાએ હાડકાના ઢગલા જોયા તો તેમણે અગત્સ્ય ઋષિને તેના વિષે પ્રશ્ન કર્યો.

ત્યારે તેમણે જણાવ્યું કે, આ એ ઋષીઓના હાડકા છે, જે અહિયાં પૂજા કરતા હતા. યજ્ઞ અને પૂજા કરતી વખતે રાક્ષસ તેમાં અડચણ ઉભી કરતા હતા. તે જાણ્યા પછી શ્રીરામે પ્રતિજ્ઞા લીધી હતી કે, તે તેમનો વિનાશ કરશે. એટલું જ નહિ ઋષિ અગત્સ્યએ રાવણના અત્યાચારો વિષે પણ ભગવાન રામને જણાવ્યું હતું. તેના માટે આપવામાં આવેલા બ્રહ્માસ્ત્ર દ્વારા જ ભગવાન રામ રાવણનો વધ કરી શક્યા હતા.

આ સ્થળ ઉપર કાલીદાસે લખી હતી મેઘદૂત : રામટેક જ એ સ્થળ છે, જ્યાં મહાકવી કાલીદાસે મહાકાવ્ય મેઘદૂત લખ્યું હતું. એટલા માટે આ સ્થળને રામગીરી પણ કહેવામાં આવે છે. સમય જતા તેનું નામ રામટેક થઇ ગયું. ત્રેતા યુગમાં રામટેકમાં માત્ર એક પહાડ હતો. આજના સમયમાં આ મંદિર ભગવાન રામના પ્રસિદ્ધ મંદિરો માંથી એક છે. આ સુંદર જગ્યા શહેરના દેકારાથી અલગ શ્રદ્ધાળુઓને શાંતિ પૂરી પાડે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.