જે વ્યક્તિમાં હોય છે આ 7 ગુણ, તેને જીવનમાં દરેક સુખ અને ખુશી મળે છે.

0
214

જીવનમાં જરૂર અપનાવવા જોઈએ આ 7 ગુણ, સુખ-શાંતિની સાથે મળે છે દરેક પ્રકારની ખુશીઓ. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત નીતિસાર અંકમાં મનુષ્યના એવા 7 ગુણ જણાવવામાં આવ્યા છે, જે તેને સૌથી ખાસ બનાવે છે. જે મનુષ્યમાં આ ગુણ હોય છે, તેનું જીવન પૂર્ણ માનવામાં આવે છે, અને તે વ્યક્તિને જીવનની દરેક ખુશી મળે છે. એટલા માટે જો તમે પણ પોતાના જીવનમાં દરેક પ્રકારનું સુખ અને ખુશી ઈચ્છો છો તો અહીં જણાવેલા 7 ગુણ પોતાનામાં લાવો.

શ્લોક :

સત્યં ક્ષમાર્જવં ધ્યાનમાનૃશંસ્યમહિંસનમ,

દમઃ પ્રસાદો માધર્યં મૃદુતેતિ યમા દશ.

મિત્રતા : જે મનુષ્ય સરળતાથી બીજાના મનમાં પોતાના માટે જગ્યા અને પોતાપણું બનાવી લે છે, તે ઘણા જ ભાગ્યશાળી માનવામાં આવે છે. કારણ કે મિત્રતા જ જીવનની સૌથી મોટી પુંજી માનવામાં આવી છે.

નીતિ : દરેકના જીવનમાં પોતાના અમુક સિદ્ધાંત હોવા જ જોઈએ. નીતિઓનું પાલન કરવાવાળા ક્યારેય પણ ખોટા કામ તરફ આકર્ષિત નથી થતા અને સમાજમાં સમ્માન મેળવે છે.

વીરતા : ઘણા લોકો બીજાના ડર અથવા દબાણને કારણે ખોટા કામ કરવા માટે મજબૂર થઈ જાય છે. એટલા માટે દરેકમાં નીડરતાથી પોતાની વાત કહેવાનો અને સાચું બોલવાનો ગુણ હોવો જોઈએ.

શરમ : ઘણા લોકો સ્વભાવથી બેશરમ હોય છે, જેથી બીજાની સામે તેમની નકારાત્મક છબી બને છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેકમાં શરમ હોવી જોઈએ.

ક્ષમા : બીજાની ભૂલો માફ કરી દેવી મનુષ્યનો સૌથી ખાસ ગુણ માનવામાં આવે છે. જે લોકોમાં બીજાને માફ કરવાની ક્ષમતા હોય છે, તે લોકોના જીવનમાં સુખ-શાંતિ હંમેશા બની રહે છે.

ઉદ્યોગ : ઉદ્યોગનો ગુણ એટલે કે ધન કામવાની કળા. આ સૌથી મહત્વના ગુણોમાંથી એક હોય છે. દરેકમાં સાચા રસ્તે ચાલીને જીવનનિર્વાહ કરવા માટે ધન કમાવાની કળા હોવી જોઈએ.

દયા : બીજા પ્રત્યે પ્રેમ અને દયાની ભાવના હોવી જ જોઈએ. ઉદાર સ્વભાવવાળા મનુષ્ય પર ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે, અને તેમની દરેક ઈચ્છાઓ પુરી થાય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.