ઓસ્ટ્રેલિયામાં પડ્યું હતું ઉલ્કાપિંડ, આપણી ઘરતી પર આવ્યો સૂરજથી પણ જૂનો કણ

0
1023

આપણી ધરતી(પૃથ્વી) અને સૂર્ય બંને લગભગ 454 કરોડ વર્ષ જુના છે. વૈજ્ઞાનિક રીતે મળેલી આ ઉંમર ત્યારની છે જયારે સૂર્ય અને પૃથ્વીની સાથે સાથે આપણું સૌર મંડળ બન્યું હતું. પણ હવે આપણી પૃથ્વી પર જ એક એવો કણ મળ્યો છે, જેની ઉંમર સૂર્ય અને આપણી પૃથ્વી કરતા લગભગ 250 કરોડ વર્ષ વધારે છે.

આ કણ મળ્યો છે ઓસ્ટ્રેલિયાના એક ખાડામાં. આ ખાડો બન્યો હતો એક ઉલ્કા પડવાને કારણે. આવો જાણીએ આ કણની ઉંમર વિષે જે આપણી પૃથ્વી અને સૂર્ય કરતા વધારે જૂનો છે. નીચેના ફોટામાં જોવા મળશે મર્ચિસન વિસ્તારમાં ગિલિક પરિવારના ખેતરમાં પડેલી ઉલ્કા. તે પથ્થરો સાથે કિમ ગિલિક અને તેમની માં એમિલી છે.

આ કણ મળ્યો છે, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આવેલા મર્ચિસન વિસ્તારમાંથી. અહીં 1969 માં એક ઉલ્કા પડી હતી. તે ઉલ્કામાં અમુક ઘણા નાના કણ ચીપકેલાં હતા. આ કણોની ઉંમર લગભગ 70 કરોડ વર્ષ જણાવવામાં આવી રહી છે. નીચે ઉલ્કામાંથી મળેલા કણોનો માઇક્રોસ્કોપિક ફોટો છે.

આ કણ આપણા સૂર્ય મંડળથી પણ જુના છે. આ કણનો અભ્યાસ (અધ્યયન) કરવા વાળા ફિલિપ હેકે જણાવ્યું કે, તે પ્રીસોલર ગ્રેન એટલે કે આપણા સૂર્ય મંડળથી પહેલાના કણ છે. ફિલિપ હેક શિકાગોમાં આવેલા ફીલ્ડ મ્યુઝિયમના એસોસિએટ ક્યુરેટર છે. નીચે ઉલ્કામાંથી મળેલા કણોનો માઇક્રોસ્કોપિક ફોટો છે.

ફિલિપે જણાવ્યું કે, આ કણની ઉંમરનો અભ્યાસ કરવામાં લગભગ 20 વર્ષ લાગી ગયા. અમને આ ઉલ્કામાંથી 40 એવા કણ મળ્યા છે, જે 2 થી 30 માઈક્રોમીટર આકારના છે. એટલે એક ઈંચનો 0.000039 મો ભાગ. તેને જોવા માટે માઈક્રોસ્કોપની જરૂર પડશે. તે એટલા નાના છે કે તેના પર રિસર્ચ કરવામાં ઘણો સમય લાગી ગયો. નીચે શિકાગોના ફીલ્ડ મ્યુઝિયમમાં મુકવામાં આવેલા મર્ચિસન ઉલ્કાના પથ્થરનો ફોટો છે.

ફિલિપ હેકે જણાવ્યું કે, અવકાશમાં એવા કરોડો-અબજો કણ ફરતા રહે છે. તે અલગ-અલગ ગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ વગેરે સાથે ચીપકીને અવકાશમાં યાત્રા કરે છે. તે એકમાત્ર ઉલ્કા હતી જેમાં વૈજ્ઞાનિકોને અમુક જૈવિક કણ પણ મળ્યા હતા. તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

મર્ચિસન ઉલ્કા જયારે 1969 માં વિક્ટોરિયાના મર્ચિસન વિસ્તારમાં પડી હતી ત્યારે તેના ટુકડા 11 કિલોમીટરની લંબાઈ અને 3 કિલોમીટરની પહોળાઈમાં ફેલાઈ ગયા હતા. તેના ઘણા ટુકડા હવે આખી દુનિયાના સાયન્સ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.