લગ્નમાં અડચણ અને છૂટાછેડા વિષે જણાવે છે તમારા હાથની રેખાઓ, જાણો કોણ લગ્નથી સંતુષ્ટ રહે છે?

0
129

તમારા હાથમાં રહેલી નબળી ભાગ્ય રેખા કરાવે છે ઉંમરથી વધુ મોટા વ્યક્તિ સાથે લગ્ન, જાણો લગ્ન વિષે વિસ્તારથી.

લગ્ન એક એવું બંધન છે જે માત્ર બે શરીરને જ નહિ પણ બે આત્માઓ, બે કુટુંબ અને બે અલગ અલગ સંક્સ્કાર-સંસ્કૃતિના બે માણસોને એક સૂત્રમાં જીવનભર માટે બાંધી દે છે. એટલા માટે દરેક ધર્મ સમાજમાં લગ્નને સૌથી વધુ મહત્વપૂર્ણ સંસ્કાર તરીકે જોવામાં આવે છે. હિંદુ કુટુંબમાં તો લગ્ન પહેલા ભાવી વર-વધુની કુંડળી મેળવવાની પ્રબળ પરંપરા પણ છે.

હસ્તરેખા શાસ્ત્રમાં પણ લગ્ન સાથે જોડાયેલા અનેક યોગ જણાવવામાં આવ્યા છે જે જોઇને જાણી શકાય છે કે, વ્યક્તિના લગ્ન કઈ પરિસ્થિતિઓમાં અને કેવી રીતે થશે.

હસ્તરેખા શાસ્ત્ર મુજબ જયારે શુક્ર પર્વત (જે અંગુઠાની નીચે હોય છે) અને ગુરુ પર્વત (જે તર્જની આંગળીની નીચે હોય છે) આ બંને પર્વત જયારે પૂર્ણ વિકસિત અને દોષ રહિત હોય તો લગ્નના પૂર્ણ યોગ બને છે. તે ઉપરાંત પણ ઘણા યોગ હોય છે, આવો તેના વિષે જાણીએ.

જો હથેળીમાં ભાગ્ય રેખાનું ઉદ્દગમ સ્થાન ચંદ્ર પર્વત સાથે હોય તો લગ્ન સંપૂર્ણ સુખી હોય છે.

જો ભાગ્ય રેખા હ્રદય રેખા ઉપર સમાપ્ત થઇ જાય તો પણ લગ્ન સુખદ હોય છે.

જો ગુરુ પર્વત ઉપર ક્રોસનું ચિન્હ હોય તો એવા વ્યક્તિ પોતાના લગ્નથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ રહે છે.

જો શુક્ર પર્વત ઓછો ઉપસેલો હોય તો લગ્નમાં સુખની અછત રહે છે.

જો શુક્ર પર્વત ઉપર લાલ રંગના તારા જેવું ચિન્હ બનેલું હોય તો લગ્નમાં કષ્ટ જળવાઈ રહે છે.

જો લગ્ન રેખા ઉપર દ્વીપનું ચિન્હ હોય તો લોકો લગ્નથી સંતુષ્ટ નથી રહેતા.

જો ભાગ્ય રેખા ઉપર ક્રોસનું ચિન્હ હોય તો લગ્નમાં ઘણી મુશ્કેલી આવે છે.

જો સૂર્ય રેખા અને લગ્ન રેખા એકબીજા સાથે ક્રોસ કરે છે તો મેળ વગરના લગ્ન થાય છે.

શુક્ર પર્વત વધુ વિકસિત હોય તો એવા લોકોની જોડી સારી નથી બનતી.

મણીબંધથી શુક્ર પર્વત સુધી કોઈ રેખા જાય ઓ બિઝનેસમેન સાથે લગ્ન થાય છે.

મણીબંધથી કોઈ રેખા બુધ પર્વત સુધી પહોંચે તો લગ્ન મોટા વેપારી સાથે થાય છે.

જો સૂર્ય રેખાનો સંબંધ શુક્ર રેખા સાથે હોય તો વિદેશી વેપારી સાથે લગ્નના સંયોગ ઉભા થાય છે.

જો કોઈ રેખા મણીબંધ માંથી નીકળીને શુક્ર પર્વત અને શનિ પર્વત ઉપર જાય છે, તો વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન થાય છે.

જો હાથ નબળા અને સંકુચિત હોય અને ભાગ્ય રેખા અને પ્રણય રેખા દુષિત હોય તો પોતાની ઉંમરથી ઘણા મોટા વ્યક્તિ સાથે લગ્ન થાય છે.

લગ્નમાં અડચણ અને છૂટાછેડા પણ જણાવે છે રેખાઓ :

લગ્ન રેખા ઘણી જગ્યાએથી કપાયેલી હોય,

ચંદ્ર પર્વત ઉપર આડી-ત્રાંસી ઘણી બધી રેખાઓ હોય,

શુક્ર પર્વત ઉપર બે તારા ચિન્હ હોય તો લગ્નમાં અડચણ આવે છે.

શુક્ર રેખાથી હ્રદય રેખા સુધી કોઈ રેખા જાય તો છૂટાછેડા થાય છે.

ભાગ્ય રેખા ઉપર દ્વીપ હોય કે લગ્ન રેખાના છેડામાં રેખાઓનું ગુચળુ હોય તો છૂટાછેડા થવાની સંભાવના રહે છે.

આ માહિતી વનઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.