શુક્ર ગ્રહનો રત્ન છે હીરો, તેને સ્ટેટસ સિમ્બોલ સમજીને ન પહેરો, નહિ તો અંણધાર્યું પરિણામ મળી શકે છે

0
96

હીરો પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન, નહિ તો મુશ્કેલીઓમાં થશે વધારો. ગ્રહોના શુભ ફળ મેળવવા માટે ઘણા રત્ન પહેરવામાં આવે છે. હીરા પણ તેમાંથી એક છે. અમુક લોકો તેને સ્ટેસ્ટ સિમ્બોલ સમજીને પહેરી લે છે, જે ખોટું છે. જ્યોતિષની સલાહ લીધા વગર હીરો ધારણ કરવો જોઈએ નહિ. તેના વિપરીત પરિણામ પણ મળી શકે છે.

હીરાનો સંબંધ શુક્ર સાથે છે. જે લોકોની કુંડળીમાં શુક્ર મજબૂત સ્થિતિમાં હોય છે, તેમના માટે હીરો પહેરવો અત્યંત શુભ હોય છે, પણ જે લોકોની કુંડળીમાં શુક્ર ખરાબ છે, પાપ ગ્રહોથી યુક્ત છે, એવા લોકો જો હીરો પહેરશે તો તેના વિપરીત પરિણામ પણ મળી શકે છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી ખાસ વાતો.

(1) મેષ, સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન લગ્ન હોય તો હીરો ધારણ કરવો શુભ નથી હોતું.

(2) વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ લગ્ન વાળા માટે હીરો ઘણો શુભ હોય છે. કર્ક લગ્ન વાળા વિશેષ દશાઓમાં જ હીરો પહેરી શકે છે.

(3) જન્મ કુંડળીમાં જો શુક્ર નીચ, અસ્ત, શત્રુ ગૃહી અથવા કુંડળીના છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં હોય, તો તે સૌથી ખરાબ હોય છે. આવા શુક્રને મજબૂત કરવા માટે લોકો સમજ્યા વિચાર્યા વગર હીરો પહેરી લે છે, જયારે હકીકત એ છે કે આવા શુક્રને મજબૂત કરવાથી તેના ખરાબ પ્રભાવમાં વૃદ્ધિ થાય છે.

(4) જો શુક્ર સપ્તમેશ, અષ્ટમેશ અથવા દ્વિતીયેશ થઈને કોઈ મારક સ્થાન પર બેઠો હોય, તો હીરો પહેરવાથી તેની મારક ક્ષમતા ઘણી વધી જાય છે. એવો હીરો વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે.

(5) 21 વર્ષની ઉંમર પહેલા અને 50 વર્ષની ઉંમર પછી હીરો નહિ પહેરવો જોઈએ. શુક્ર ખરાબ હોય તો હીરો પહેરવાથી પરિણીત જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.

(6) હીરો જેટલો વધારે સફેદ હોય એટલો જ સારો માનવામાં આવ્યો છે. ડાઘ વાળો અથવા તૂટેલો હીરો અપયશ અથવા દુર્ઘટનાનું કારણ બની શકે છે. હીરા સાથે મૂંગા અથવા ગોમેદ પહેરવો નહિ. તે ચરિત્રનું પતન કરે છે.

(7) સામાન્ય રૂપથી એક કેરેટથી બે કેરેટની વચ્ચેનો હીરો જ્યોતિષીય ઉપચાર માટે યોગ્ય હોય છે. જો કોઈ વ્યક્તિ એક કેરેટથી ઓછા વજનનો હીરો ધારણ કરે, તો તેનો પ્રભાવ નથી થતો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.