સસરાની દરિયાદિલી જોઈને ભાવુક થઇ ગઈ કન્યા, વહુ બોલી બધાને મળે આવો પરિવાર.

0
443

ખેડૂતની દીકરી સાથે દીકરાના લગ્ન કરાવ્યા પછી સસરાએ વહુને આપી આ ભેટ, તો વહુ થઈ ગઈ ઇમોશનલ અને……

ઉત્તર પ્રદેશમાં એક સસરાએ તેની વહુની વિદાય વખતે તેને ગાડી ભેંટમાં આપી. સસરા તરફથી મળેલી એ ભેંટ મેળવીને વહુ ભાવુક થઇ ગઈ અને રડવા લાગી ગઈ. કાનપુરના રહેવાસી એક વેપારીએ તેના દીકરાના સંબંધ ખેડૂતની એક દીકરી સાથે નક્કી કર્યા હતા. લગ્ન થયા પછી જયારે વિદાયનો સમય આવ્યો, તો વરરાજાના પિતાએ કન્યાના ઘરની બહાર એક નવી ગાડી લાવીને ઉભી કરી દીધી. જયારે કન્યાએ પૂછ્યું કે, આ ગાડી કોની છે? તો તેને ખબર પડી કે સસરાએ આ ગાડી તેને ભેંટ તરીકે આપી છે.

અર્પણ કુમારે પોતાના એન્જીનીયર દીકરા આદર્શરાજના લગ્ન ગામના જ ખેડૂત ચંદ્રમોહનની દીકરી અંજલિ દ્વિવેદી સાથે નક્કી કર્યા હતા. મંગળવારના રોજ અર્પણ કુમાર દીકરાની જાન લઈને સાકેત નગર આવેલા ગહોઈ ભવનમાં પહોંચ્યા હતા. અહિયાં ધામધૂમ પૂર્વક આ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. અને બીજા દિવસે સવારે અંજલિ દ્વિવેદીની વિદાય કરવામાં આવી અને તેને નવી ગાડીમાં બેસાડવામાં આવી.

ગાડીમાં બેસીને અંજલિ દ્વિવેદીના સસરા અર્પણ કુમારે તેને ગાડીની ચાવી આપી દીધી. ત્યારબાદ અંજલિએ તેના પતિને પૂછ્યું કે, પપ્પાએ મને કેમ ગાડીની ચાવી આપી. ત્યારે પતિએ કહ્યું કે, આ ગાડી પપ્પાએ તને ભેંટમાં આપી છે. તે વાત સાંભળીને અંજલી ભાવુક થઇ ગઈ અને રડવા લાગી. સસરા તરફથી આપવામાં આવેલી ગાડી વિષે જયારે સંબંધિઓને ખબર પડી તો તે પણ ચકિત રહી ગયા.

ભૌટી નિવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગલ્લા વેપારી અને ગન હાઉસના માલિક છે. તે પોતાની વહુને અને તેના કુટુંબને પહેલાથી જ ઓળખતા હતા. તેમણે કહ્યું કે અમારી વહુ ઘણી સંસ્કારી છે, તેની આગળ દરેક સંપત્તિ ઝાંખી પડે છે. તેમણે કહ્યું કે, તે દહેજના સખત વિરોધી છે અને તેમણે છોકરી પક્ષ પાસેથી કોઈ પણ પ્રકારની માંગણી કરી ન હતી.

વહુ અંજલિને જયારે ભેંટમાં ગાડી મળવા બાબતે પૂછવામાં આવ્યું, તો અંજલિએ કહ્યું કે પહેલા તો તેને કાંઈ સમજાયું નહિ કે તેને ગાડીની ચાવી કેમ આપી દેવામાં આવી. પછી કારની અંદર બેઠેલા તેના પતિએ તેને જણાવ્યું કે, આ કાર પપ્પાએ તને ભેંટમાં આપી છે. તે જાણીને હું રડવા લાગી. અંજલિએ કહ્યું કે, તે પોતાને ઘણી નસીબદાર માની રહી છે કે આવું સાસરિયું મળ્યું. ભગવાન આવું સાસરિયું તમામ દીકરીઓને આપે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.