દુબઈમાં 6 ભારતીયોના રાતોરાત બદલાયા ભાગ્ય, મળ્યા આટલા કરોડ રૂપિયા.

0
131

ભારતના 6 લોકોનું દુબઈમાં ચમક્યું નસીબ, રાતોરાત થઈ ગયા અમીર, જાણો એવું તે શું થયું.

અવાર નવાર એવા સમાચારો આવતા રહે છે જેમાં કોઈ ગરીબ કે શાકભાજી વાળાને લોટરી લાગી જાય છે. લોટરી પછી તેને એટલા પૈસા મળી જાય છે કે તે કરોડપતિ બની જાય છે. એવો જ એક કિસ્સો દુબઈમાંથી સામે આવ્યો છે, જેમાં એક સાથે છ ભારતીયનું નસીબ ચમક્યું છે.

આ ઘટના દુબઈમાં રહેતા છ ભારતીયો સાથે જોડાયેલી છે. તેમણે સંયુક્ત રીતે દસ લાખ દિહરમ (લગભગ બે કરોડ રૂપિયા) નો એક લકી ડ્રો જીત્યો છે. બધા છ સ્પર્ધકોને લોટરીના છ નંબર માંથી પાંચ નંબર મેચ થવા પર બીજું ઇનામ મળ્યું છે.

એજન્સીઓના અહેવાલ મુજબ, તેમાંથી પાંચ વ્યક્તિ કેરળના છે, જયારે એક કેરળ મૂળના વતની છે જે હવે દુબઈમાં જ રહે છે. 69 વર્ષના યુએઈના રહેવાસી રોબર્ટ, જે પહેલી વખત ડ્રો માં ભાગ લઇ રહ્યા હતા, તેમણે જણાવ્યું કે મારા કેટલાક સાથી રમતા હતા એટલા માટે મેં પણ તેમાં હાથ અજમાવવાનો નિર્ણય લીધો.

મૂળ કેરળના રોબર્ટ યુએઈમાં 40 વર્ષથી વધુ સમયથી રહે છે. રોબર્ટે જણાવ્યું કે, હું આઈસોલેશનમાં હતો અને તે દરમિયાન મને મારા એક મિત્રએ ફોન કર્યો. તેણે જ આ લકી ડ્રોની જીત વિષે જાણકારી આપી.

રોબર્ટ પરણિત છે અને તેમને બે દીકરીઓ છે, જેમાંથી એક અબુ ધાબીમાં રહે છે અને એક અમેરિકામાં રહે છે. રોબર્ટે જણાવ્યું કે મારી દીકરીના ટૂંક સમયમાં જ લગ્ન થઇ રહ્યા છે, હવે હું તેને કાંઈક સારી ભેંટ આપી શકીશ. મારા ભાગમાં જેટલા પણ પૈસા આવ્યા છે હું તેને મારી દીકરી માટે ખર્ચ કરીશ.

અન્ય એક વિજેતાનું નામ મુહમ્મદ છે. 35 વર્ષના મુહમ્મદ પણ કેરળના છે. તેમણે વીમા કંપનીમાં કામ કરીને લગભગ 12 વર્ષ પસાર કર્યા. ત્રણ બાળકોના પિતા મુહમ્મદે જણાવ્યું કે, હું ઘણો ખુશ હતો અને ઘણો આશ્ચર્યચકિત પણ હતો. આ જીત મારા માટે એક લાંબો રસ્તો નક્કી કરશે, કારણ કે તેમાંથી હું મારું દેવું ચૂકવી શકીશ અને મારા બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરી શકીશ.

તે ઉપરાંત અન્ય એક વિજેતા આઈટી બિઝનેસ સાથે જોડાયેલા 34 વર્ષના અબ્રાહિમ અબ્દુલ છે. અબ્દુલ પોતાના કુટુંબ સાથે ઉમલ ક્વૈનમાં રહે છે. અબ્દુલે જણાવ્યું કે, તે રકમ આવનારા થોડા મહિનામાં મારા માટે જીવન બદલી દેનારી હશે.

અબ્દુલે જણાવ્યું કે, જયારે મેં જોયું કે હું જીતી ગયો છું, તો મને ઘણો આનંદ થયો. તે અદ્દભુત ઇનામ મારા કુટુંબ માટે આવનારા દિવસોમાં ખર્ચને કવર કરવામાં મદદ કરશે. તેમાંથી થોડા પૈસા હું મારા માટે પણ ખર્ચ કરીશ.

બીજા બધા વિજેતા પણ કેરળના જ છે. બધાને સરખા પૈસા મળશે, બધા વિજેતા ઘણા ખુશ છે. વિજેતાઓના કુટુંબી અને મિત્રો તે બધાને અભીનંદન આપી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.