ગુરુ સમર્થ રામદાસ પર ખેડૂતોએ ઉપાડ્યો હાથ, શિવાજીને આ વાત ખબર પડી પછી જે થયું એ જાણવા જેવું છે.

0
261

જો કોઈ વ્યક્તિ ખોટું કામ કરી બેસે તો આપણે શું કરવું જોઈએ? તે જાણવા માટે વીર શિવાજીના ગુરુની આ સ્ટોરી વાંચો.

ગુરુ સમર્થ રામદાસ વીર શિવાજીના ગુરુ હતા. તે એક દિવસ તેના કેટલાક શિષ્યો સાથે કોઈ ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા. રસ્તામાં શિષ્યોને ભૂખ લાગી. બધાએ ગુરુને જણાવ્યું, અમને ભૂખ લાગી રહી છે.

ગુરુએ જણાવ્યું, આપણે આપણી ભૂખ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. તે શિષ્યોમાં એક એવો હતો, જેને ખુબ જ વધુ ભૂખ લાગી રહી હતી. તે ભૂખ સહન ન કરી શક્યો અને શેરડીના એક ખેતરમાં જતો રહ્યો, તેણે એક શેરડી કાઢી લીધી અને તે ખાવા લાગ્યો. તે સમયે ખેતરના માલિક ખેડૂત ત્યાં આવી ગયા અને તેને વાંધો ઉઠાવતા જણાવ્યું, તે મને પૂછ્યા વગર મારા ખેતર માંથી શેરડી કાઢીને ખાધી છે.

બધા શિષ્ય તે વાત ઉપર ચુપ થઇ ગયા અને ગુરુ સમર્થ રામદાસ તરફ જોવા લાગ્યા. ખેડૂતને લાગ્યું કે આ વ્યક્તિ આ લોકોનો વડો છે. ખેડૂતે રામદાસજી સાથે મા રઝૂ ડ કરવાનું શરુ કરી દીધું.

ખેડૂતના બીજા થોડા સાથી પણ ત્યાં આવી ગયા અને તેમણે પણ ગુરુ રામદાસને મા-ર-વાનું શરુ કરી દીધું. બધા શિષ્ય તેનું કાંઈ કરી ન શક્યા.

તે વાત વીર શિવાજીને ખબર પડી તો તેમણે તે ખેડૂતને પકડીને દરબારમાં રજુ કરવાનો આદેશ આપી દીધો. બીજા દિવસે જયારે દરબાર લાગ્યો, તો તે ખેડૂતોને દરબારમાં રજુ કરવામાં આવ્યા.

ખેડૂતોએ જોયું કે જે વ્યક્તિને તેમણે માર્યા હતા, તે રાજ સિંહાસન ઉપર બેઠા અને શિવાજી તેમની પાસે નીચે બેઠા હતા. તે જોઈને બધા ખેડૂત ધ્રુજવા લાગ્યા. જે ખેડૂતે રામદાસજીને સૌથી પહેલા માર્યા હતા, તે તેમના ચરણોમાં પડી ગયા અને ક્ષમા માગવા લાગ્યા.

શિવાજીએ જણાવ્યું, ગુરુદેવ આ ખેડૂતોએ અપરાધ કર્યો છે, તમે જણાવો તેને શું દંડ આપવો જોઈએ?

રામદાસજી બોલ્યા, શિવા હું જે કહીશ, તે કરી આપીશ?

શિવાજીએ જણાવ્યું હા તો ગુરુ રામદાસ બોલ્યા, આ ખેડૂતને મુક્ત કરી દો અને તેની પાસે એક નાનું એવું શેરડીનું ખેતર છે, એટલે તેમને બીજા ખેતર આપી દો કે તે સરળતાથી જીવન પસાર શકે. તેણે મારઝૂડ એટલા માટે કરી હતી કે તેના માટે એક શેરડી ઘણી કિંમતી હતી. તે એક ગરીબ વ્યક્તિ છે.

ઉપદેશ – જો યોગ્ય માણસ કોઈ ભૂલ કરી બેસે અને તેને દંડ આપવાનો હોય, તો તેના ગુનાનું કારણ પણ જરૂર સમજવું જોઈએ. ગુનાની મૂળમાં રહેલી ભૂલને દુર કરવી જોઈએ, જેથી તે ભવિષ્યમાં ફરીથી કોઈ ગુનો ન કરે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.