ટ્યુશન ક્લાસના સંચાલકે કરી હદ પાર, મહિલા શિક્ષિકાના પતિને તેમના બીભત્સ મેસેજ-ફોટા મોકલ્યા અને….

0
84

હાલમાં અમદાવાદમાંથી અંગત અદાવતનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમાં ગ્રેજ્યુએટ થયેલા ટ્યુશન ક્લાસના સંચાલકે તમામ હદ પાર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. તેના ટ્યુશન ક્લાસીસમાં એક મહિલા શિક્ષિકા બાળકોને ભણાવવા માટે આવતી હતી. પણ અંગત કારણો સર તેમણે ટ્યુશન કલાસીસમાં ભણાવવા જવાનું બંધ કરી દીધું. આથી સંચાલકે શિક્ષિકાના પતિને બીભત્સ મેસેજ અને ફોટા મોકલવાનું શરુ કરી દીધું અને તેમને પરેશાન લાગ્યો.

તે શિક્ષિકાએ ટ્યુશન ક્લાસમાં ભણાવવા જવાનું બંધ કરી દેતા તેના સંચાલકને આર્થિક નુકસાન થયું હતું. એવામાં તે સંચાલક અંગત અદાવત રાખીને તેના વિશે ગંદા મેસેજ અને ગંદા પ્રકારના ફોટો તે શિક્ષિકાના પતિને મોકલવા લાગ્યો અને તેમને હેરાન પરેશાન કરવા લાગ્યો. આ કામ માટે તેણે ટ્યુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીના મોબાઇલનો ઉપયોગ કર્યો હતો. જોકે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને આ બાબતમાં ફરિયાદ કરવામાં આવતા તેમણે કાર્યવાહી કરીને ગંદા મેસેજ અને ફોટા મોકલનાર સંચાલકને ઊંઝાથી ઝડપી પાડ્યો છે.

પોલીસને કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, કોઇ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી શિક્ષિકાના પતિને તેમની પત્ની વિશે ગંદા પ્રકારના મેસેજ તેમજ તેમની પત્નીના ગંદા ફોટા મોકલી તેમને હેરાન પરેશાન કરી તેમના લગ્ન તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મળેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી હતી.

પોલીસે તે શિક્ષિકાના પતિને મેસેજ કરી હેરાન પરેશાન કરનાર વોટ્સએપ મોબાઇલ નંબરના ધારકના મોબાઇલ નંબરોનું ટેક્નિકલી એનાલિસીસ કર્યું અને પછી તેને ઊંઝાથી પકડી પાડ્યો. પોલીસે કાર્યવાહી કરીને મક્તુપુરના 35 વર્ષીય કલ્પેશકુમાર વાસુદેવ જોષી જે ગંદા મેસેજ અને ફોટા મોકલતો હતો તેને 15 એપ્રિલના રોજ પકડી પાડ્યો.

કલ્પેશકુમારે પોતાના જ કલાસીસમાં ટ્યુશન માટે આવતા વિદ્યાર્થીના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મહિલા શિક્ષિકાના પતિને ગંદા મેસેજ અને ફોટા મોકલ્યા હતા. પોલીસે તે ફોન તપાસ માટે કબ્જે કર્યો છે. કલ્પેશકુમારે બી.કોમ. નો અભ્યાસ કર્યો છે. તે પોતાના ગામ મક્તુપુર ખાતે જ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, અને સાથે સાથે સિધ્ધપુરમાં રેડીમેડ ગારમેન્ટનો વેપાર પણ કરે છે.

તે અંગત અદાવત રાખી વોટ્સએપના દ્વારા શિક્ષિકાના પતિને ગંદા પ્રકારના મેસેજ અને ફોટો-વીડિયો મોકલી ખોટું કામ કરી રહ્યો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ બનાવને ગંભીરતાથી લઇ તપાસ શરુ કરી અને તેને પકડી પાડયો.