ઠંડીના જુલમ અને ધુમ્મસના કેરથી બચવા સામાન્ય માણસે અપનાવી ખાસ નિંજા ટેક્નિક

0
554

ઠંડી સતત વધી રહી છે, અને ઘણી જગ્યાઓ પર તો તાપમાન ચરમ સીમાએ પહોંચી ગયું છે. રોજ નવા નવા રેકોર્ડ તૂટી રહ્યા છે. લોકો પણ હવે બહાર જતા પહેલા 10 વાર વિચારે છે કે, કારણ કે આ કડકડતી ઠંડીથી પોતાનો જીવ બચાવવો જરૂરી છે. આ કારણ છે કે, ઠંડીથી બચવાના ઘણા પ્રકારના જુગાડ શીત લહેરની જેમ વહી રહ્યાં છે. જેમ કે આ….

ઉપરના ફોટાને જોયા પછી તમારા ચહેરા પર હાસ્ય તો જરૂર આવ્યું હશે. પણ ઠંડીની જુલમ તો જુઓ કે વ્યક્તિ પોતાનો ચહેરો છુપાવવા માટે મજબુર થઈ ગયો છે. અને ચહેરો દેખાડવો હોય તો દેખાડે કઈ રીતે, કારણ કે, જો એમણે પોતાનું સુંદર મુખડું દેખાડી દીધું, તો ઠંડી એમને મોં દેખાડવાનું ભારે ઈનામ આપી શકે છે.

આ એકલો આવો કિસ્સો નથી, સોશિયલ મીડિયા પર આવા ઘણા ફોટા ધૂમ મચાવી રહ્યા છે. એને જુઓ અને મોજ કરો.

એક યુઝરે બગલાનો ફોટો મુકતા શાયરી લખી છે કે, “ઠંડી કેટલી છે તે એમને કઈ રીતે જણાવીએ, બગલો સંકોચાઈ ગયો છે એ એમને દેખાડીએ.”

એક યુઝરે એકદમ મજેદાર ફોટો શેયર કરતા લખ્યું, ઈતની શક્તિ હમેં દે ના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. # DilliKiSardi

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.