થાઈલેન્ડમાં પ્લાસ્ટિક બેન થવા પર લોકોએ શોધી કાઢ્યા આવા જુગાડ, ફોટા જોઈ માથું ચકરાઈ જશે

0
569

પ્લાસ્ટિક બેન કરવાને લઈને દરેક તરફ હલ્લો મચેલો છે. ઘણા દેશોએ એના પર બેન(પ્રતિબંધ) લગાવી દીધો છે, તો ઘણા દેશ એના પર બેન લગાવવાનું વિચારી રહ્યા છે. આજનો આર્ટિકલ પણ તેને લઈને જ છે. જણાવી દઈએ કે, નવા વર્ષની શરૂઆત થતા જ થાઈલેન્ડમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક (Single Use Plastic) ને બેન કરી દેવામાં આવ્યું છે.

હવે ત્યાંથી સરકારે આ નિર્ણય દેશ હિતમાં લીધો છે. સરકારની સાથે સાથે રિટેલર્સે પણ આના પર ધ્યાન આપવાનું શરુ કરી દીધું છે. થાઈલેન્ડમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે, વર્ષ 2021 સુધી સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક બેન કરી દેવામાં આવશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો અહીં એક વ્યક્તિ દિવસમાં સરેરાશ 8 પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે.

હવે એવું છે ને કે ત્યાંના લોકોને આદત છોડવામાં હાલ થોડો સમય લાગી રહ્યો છે. તો ભાઈ ત્યાંના લોકોએ વિચાર્યું કે, એના માટે જુગાડનો રસ્તો જ અપનાવી લેવામાં આવે. એવામાં લોકોએ એવા એવા જુગાડ કાઢ્યા છે કે, જેનાથી પ્લાસ્ટિકની કમી પણ પુરી કરી શકાય અને નુકશાન પણ ન થાય. તો ચાલો આપણે સમય બગાડ્યા વિના જોઈએ થાઈલેન્ડનો નવો જુગાડ.

આ ભાઈના કારનામા માટે તાળીઓ વાગતી રહેવી જોઈએ.

ભાઈ કોઈ હસવાની ઉદ્દંડતા ના કરતુ.

આ ભાઈએ મગજના ઘોડા એકદમ ફેરારીની ઝડપે દોડાવ્યા છે.

એ ના વિચારશો કે દુનિયા શું કહેશે, બસ આપણું કામ સરળ થવું જોઈએ.

સામાન્ય રીતે સુપર સ્ટોરમાં લોકો એક-બીજાને જોઈને જ આવા જુગાડ નથી લાવતા. લોકો એમ વિચારે છે કે, ફલાણો શું કહેશે? ઢીંકણો શું કહેશે? હવે તમે પણ બીજા શું વિચારશે? એ વિચારવાનું બંધ કરો અને દુનિયાનું વિચારો. તમે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક હટાવો અને દુનિયા બચાવો. આપણે ત્યાં કાપડની થેલીઓ મળે જ છે તો તેનો ઉપયોગ કરો.

જુઓ બીજા જુગાડ :

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.