10 મિનિટમાં બનાવો વધેલા ભાતનો ટેસ્ટી નાસ્તો, બાળકોની સાથે-સાથે મોટાને પણ ખુબ પસંદ આવશે.

0
359

વધેલા ભાતમાંથી ફટાફટ બનાવો આ ટેસ્ટી નાસ્તો, લોકો વખાણ કરતા નહિ થાકે, જાણો રેસિપી.

સવારનો નાસ્તો એ તમારી હેલ્ધી ડાયટનો મુખ્ય ભાગ છે. એવામાં જો તમે સ્વસ્થ નાસ્તાની સાથે સાથે સ્વાદિષ્ટ નાસ્તો કરવા માંગતા હો, તો આજની રોટલા રેસિપી અજમાવી શકો છો. આમ તો રોટલા ઘણી રીતે બનાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે વધેલા ભાતમાંથી રોટલા કેવી રીતે બનાવવામાં આવે છે. આ ક્રન્ચી અને સ્વાદિષ્ટ રોટલાની રેસિપી એકદમ સરળ છે. તેની ખાસ વાત એ છે કે, વધેલા ભાતમાંથી બનેલા આ રોટલાને બાળકો તેમજ વડીલો દરેક પસંદ કરે છે.

તેમજ આ રાઇસ રોટલા રેસિપીને સમિરા રેડ્ડીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે તેણે પોતાની સાસુ સાથે ભેગા મળીને બનાવી છે. ચાલો આપણે જાણીએ કે ઘરે ચોખાના રોટલા કેવી રીતે બનાવી શકાય છે, અને તેને બનાવવા માટે શું જરૂરી છે.

નાસ્તામાં ઝટપટ તૈયાર કરો ભાતના રોટલા :

કુલ સમય : 10 min

તૈયારી માટે સમય : 5 min

કુકીંગ ટાઈમ : 5 min

સર્વિંગ : 3

કુકીંગ લેવલ : મધ્યમ

કોર્સ : નાસ્તો

કેલરી : 125

પ્રકાર : ભારતીય

લેખક : પ્રિયંકા સિંઘ.

જરૂરી સામગ્રી :

વધેલા ભાત – જરૂર પ્રમાણે

દહીં,

હળદર પાવડર,

મીઠું

લાલ મરચું પાવડર,

લીલું મરચું,

ડુંગળી,

કોથમીર,

લોટ.

બનાવવાની રીત :

તેને બનાવવા માટે સૌથી પહેલા વધેલો ભાત લો અને તેમાં જરૂર મુજબ દહીં મિક્સ કરી તેને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દો. આ દરમિયાન ડુંગળી, લીલા મરચા અને કોથમીરને ઝીણી સમારી લો.

જો તમે ઇચ્છો તો તેમાં વધુ શાકભાજી ઉમેરી શકો છો, પરંતુ તેનાથી રોટલો તૂટી જવાનો ભય રહે છે. દસ મિનિટ પુરી થયા પછી મિક્સ કરેલા દહીં-ચોખામાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચા અને કોથમીર નાખી તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને થોડું લાલ મરચું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે તેને લોટમાં મિક્સ કરી તેના લુઆ બનાવીને તેને વણી લો. ધ્યાન રહે કે લુઆ થોડા ભીના હશે, તેથી તૂટી જવાનો ભય રહે છે. પરંતુ કાળજીપૂર્વક તમે તેને વણી લેશો તો તે તૂટશે નહિ.

હવે ગેસ પર નોન સ્ટીક પેન મુકો અને તેમાં થોડું તેલ ઉમેરો. હવે તેના ઉપર ચોખાના રોટલા નાંખો અને તેને બરાબર શેકી લો. જો તમે તેને ક્રન્ચી રાખવા માંગતા હો, તો તેને કાળજીપૂર્વક પલટાવતાં રહો. તે બંને બાજુથી હળવા બ્રાઉન થાય પછી તેને પ્લેટમાં કાઢી લો. તો તૈયાર છે તમારો ગરમા-ગરમ ભાતનો રોટલો, તમે તેને ચટણી અથવા અથાણાં સાથે પીરસો.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.