આ સ્વાદિષ્ટ પુડલા મિનિટોમાં તૈયાર થઇ જાય છે, જાણી લો બનાવવાની રીત

0
1365

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમને બધાને વરસાદની સીઝનમાં ગરમા ગરમ ખાવાનું ખાવાની મજા આવતી હશે. કારણ કે એની મજા જ કંઇક ઓર હોય છે. અને વરસાદમાં ભીંજાયને ઘરે આવ્યા હોય ત્યારે ચણાના લોટના બનાવેલા પુડલા ખાવા મળી જાય, તો તો પછી વાત જ શું કરવી. નાનાથી લઈને મોટા સુધી દરેક્ને પુડલા ભાવતા હોય છે.

એટલા માટે આજે અમે તમારા માટે ખાસ પુડલા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. એને બનાવવા ખુબજ સરળ છે. આ પુડલામાં તમે તમારી ઇચ્છા અનુસાર બીજી સામગ્રી ભેળવી તેમાં વિવિધતા પણ લાવી શકો છો. તો આવો તમને પુડલા બનાવવાની રેસિપી જણાવીએ.

પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી : મેથીની ભાજીના પાંદડા : 2 ચમચા, ચણાનો લોટ : 1 કપ, આદુ : 1, અજમો : 1/4 ચમચી, હળદર : 1/4 ચમચી, મરચા, લસણની પેસ્ટ : 1/2 ચમચી, તેલ : થોડું, મીઠું : સ્વાદ અનુસાર, પાણી : જરૂર પ્રમાણે. પુડલા

બનાવવાની રીત : તો પુડલા બનાવવા માટે સૌથી પહેલા ચણાના લોટમાં પાણી નાખી એને હલાવો. પછી એમાં મીઠું, અજમો અને હળદર નાખીને ફરી હલાવો. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જાવ. ધ્યાન રહે કે આ ખીરું બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી હોવું જોઈએ. તો એ રીતે તમે થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરો. પુડલા માટે ખીરુ બનાવ્યા પછી એમાં મેથી કે કોથમીર ઝીણી સમારીને નાખો. પછી એમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે ખીરું તૈયાર છે, તો પુડલા બનાવવાનું શરુ કરીએ. એના માટે ગેસ પર નોન-સ્‍ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

આ પુડલાને વરસાદમાં ભીંજાયા બાદ ખાવાથી ખુબજ મજા આવે છે. તો તમે પણ આ સરળ રીતે પુડલા બનાવી એના સ્વાદની મજા માણી શકો છો. બસ ખીરું વધારે પાતળું કે વધારે જાડું નહીં થાય એ વાતનું ધ્યાન રાખશો, તો તમારા પુડલા એકદમ સ્વાદિષ્ટ બનશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતી ને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરે ની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.