આ સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ ડંગેલા, બનાવવામાં સરળ સ્વાદમાં જબરજસ્ત છે આ વાનગી

0
1700

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે અવારનવાર નવી નવી વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીએ છીએ. એ રેસિપી જાણીને તમે સરળ રીતે અલગ અલગ વાનગીઓ બનાવતા શીખી શકો છો, અને રોજ અલગ અલગ વાનગીઓ બનાવીને પરિવારના સભ્યોને ખવડાવી શકો છો. અને આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડંગેલા બનાવવાની સરળ રીત લઈને આવ્યા છીએ. તો વધુ સમય બગાડ્યા વગર શીખી લો ડંગેલા બનાવતા. અને પરિવાર સાથે બેસીને એના સ્વાદની મજા માણો.

ડંગેલા બનાવવા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ હાંડવાનો લોટ (હાંડવાનો લોટ બનાવવાની રીત નીચે જણાવી છે.)

1.5 ટેબલ સ્પૂન દહીં,

2 લીલા મરચા,

અડધો ઇંચ આદુ,

2 ટેબલ સ્પૂન મેથી ઝીણી સમારેલી,

2 ટેબલ સ્પૂન કોથમીર,

1 ટેબલ સ્પૂન રાઈ,

1 ટેબલ સ્પૂન ખાંડ,

1 ટેબલ સ્પૂન હળદર,

1 ટેબલ સ્પૂન તલ,

વઘાર કરવા તેલ,

100 ગ્રામ દૂધી કે કોબીજ છીણેલુ,

પાણી જરૂરિયાત મુજબ,

મીઠું સ્વાદ અનુસાર.

ડંગેલા બનાવવાની રીત :

હાંડવાનો લોટ બનાવવા માટે 4 વાટકી કણકી કે આખા ચોખા, અડધી વાટકી કોરી તુવેરની દાળ, અડધી વાટકી ચણાની દાળ, 2 ચમચી અડદની દાળ ને ભેગી કરી કકરો લોટ દળાવો. આ રીતે હાંડવાનો લોટ તૈયાર થઇ જાય છે.

તો હવે ડંગેલા બનાવવા માટે સૌથી પહેલા હાંડવાના લોટમાં દહીં અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને તેને આથો આવે ત્યાં સુધી પલાળી રાખો. આથો આવી ગયા પછી એ ખીરામાં આદુ, લીલા મરચા, હળદર, લાલ મરચું, ખાંડ, કોથમીર, મેથી, દૂધી કે કોબીજ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પુડલા ઉતરે તેવું ખીરું તૈયાર કરો.

ત્યારબાદ વઘાર તૈયાર કરો. ગેસ તેલ મૂકી તેમાં રાઈ અને તલ નાખી વઘાર તૈયાર કરીને એને ખીરામાં નાખો. ત્યારબાદ ધીમાં ગેસ પર એક લોઢીમાં તેલ મૂકી તેમાં થોડું ખીરું નાખો અને પુડલા બનાવો. પુડલા ઉપર થોડા તલ ભભરાવી તેને થોડી વાર ઢાંકી શેકાવા દો. 2થી 3 મિનિટ પછી તલ વાળો ભાગ ફેરવીને નીચે કરી બીજી સાઈડ કરી આજુ બાજુમાં તેલ નાખી એને બરાબર શેકો. આ હવે તમારા ડંગેલા તૈયાર છે. આ ડંગેલાને લિલી ચટણી કે સોસ સાથે સર્વ કરો. આ ખાવાના ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.