જો તમે તેરમાં માં જઈને ખાવાનું ખાવ છો, તો એ પહેલા જાણી લો કે આ યોગ્ય છે કે નથી

0
8724

કોઈને ભોજન કરાવવું સૌથી મોટું પુણ્યનું કામ હોય છે. હિંદુ ધર્મમાં એવા ઘણા અવસર આવે છે, જેમાં આપણે બીજા લોકોને ઘરે બોલાવીને ભોજન કરાવીએ છીએ. અને હિંદુ ધર્મમાં ઘણા બધા રીતી રીવાજ બનાવવામાં આવ્યા છે. એનું આપણે બધાએ પાલન પણ કરવું પડે છે.

અને તે પરંપરાઓ માંથી એક એવી પણ પરંપરા છે, જે સમાજમાં ઘણા વર્ષોથી ચાલતી આવે છે અથવા એમ કહીએ કે સૌથી મોટા કુરિવાજ જે કોઈ કુટુંબના સભ્યનું મૃત્યુ પછી શોક સંતપ્ત કુટુંબ દ્વારા આપવામાં આવતા ભોજન, જે સમાજમાં મૃત્યુભોજન તરીકે જાણીતું છે. કે પછી એમ કહીએ કે જે ભોજનને રડતા રડતા બનાવવામાં આવે છે. જે ભોજનને ખાવા માટે રડતા રડતા બોલાવવામાં આવે છે. જે ભોજનને આંસુ વહાવતા ખાવામાં આવે છે, તે ભોજનને મૃત્યુભોજન કહેવામાં આવે છે. મૃત્યુભોજન એક સામાજિક કુરિવાજ છે.

આ રિવાજથી ગરીબ વર્ગને વધુ અસર થાય છે. અને તેઓ આર્થિક રીતે વધુ નબળા બની જાય છે. જુના સમયથી તો આમ થતું આવી રહ્યું છે અને આવા પ્રકારની પરંપરાથી કે જે કુટુંબમાં મૃત્યુ થયું હોય છે ત્યાં ૧૨ દિવસનો શોક સુધી ભોજન જ ન બનતું હતું. પરંતુ બીજા સામાજિક સભ્યો તેમના ભોજનની વ્યવસ્થા કરતા હતા. પણ સમયની સાથે આ રીવાજમાં પરિવર્તન આવ્યું છે. આજના સમયમાં આ રિવાજ શોક સંતપ્ત કુટુંબ ઉપર આ ૧૨ દિવસ સુધી ઘણા પ્રકારના આર્થીક બોજ નાખવા વાળો એક કુરિવાજ માત્ર બનીને રહી ગયો છે.

આ બધી વાત આપણી સામાજિક પરંપરાની, પરંતુ આપણે મૃત્યુભોજન ન કરવું જોઈએ, એ વાતને સ્પષ્ટ કરતી એક પૌરાણીક કથા પણ છે. અને એનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. વાત ત્યારની છે જયારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું. એટલા માટે શ્રીકૃષ્ણ દુર્યોધનના ઘરે યુદ્ધ ન કરવા માટે સંધી કરવાનો આગ્રહ કરવા માટે ગયા. પણ દુર્યોધન દ્વારા આગ્રહનો અનાદર કરી દેવાથી શ્રીકૃષ્ણને દુ:ખ થયું અને તે ત્યાંથી ચાલતા થયા. ત્યારે દુર્યોધન દ્વારા શ્રીકૃષ્ણને સાથે ભોજન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો.

તો એના ઉપર શ્રીકૃષ્ણએ કહ્યું કે “સંપ્રીતિ ભોજ્યાની આપદા ભોજ્યાની વા પુને” એટલે કે “જયારે ખવરાવવા વાળાનું મન પસન્ન હોય, ખાવા વાળાનું મન પ્રસન્ન હોય, ત્યારે ભોજન કરવું જોઈએ. પરંતુ જયારે ખવરાવવા વાળા ખવરાવવા વાળા ખાવા વાળાના દિલમાં દુ:ખ હોય, વેદના હોય, તો એવી સ્થિતિમાં ક્યારે પણ ભોજન ન કરવું જોઈએ.”

તમે એ તો જાણતા હસો કે આપણા હિંદુ ધર્મમાં કુલ ૧૬ સંસ્કાર બનાવવામાં આવ્યા છે. એમાં પહેલો સંસ્કાર ગર્ભાધાન અને છેલ્લું અને ૧૬ મું સંસ્કાર અંત્યેષ્ટિ છે. આવી રીતે જયારે સત્તરમો સંસ્કાર બનાવવામાં જ નથી આવ્યો તો સત્તરમો સંસ્કાર તેરમાંનો સંસ્કાર ક્યાંથી આવી ગયો. કોઈ પણ ધર્મ ગ્રંથમાં મૃત્યુભોજનનું વિધાન નથી.

પણ મહાભારતના અનુશાસન પર્વમાં એવું લખ્યું છે કે મૃત્યુભોજન ખાવા વાળાની ઉર્જા નાશ થઇ જાય છે. કારણ કે જે ભોજન બનાવવાનું કામ…. રડી રડીને જ થઇ રહ્યું હોય… જેમ કે રડી રડીને લાકડા ફાડવામાં આવે છે…રડી રડીને લોટ બાંધવામાં આવે છે… અને રડી રડીને પૂરી બનાવવામાં આવે છે… એટલે દરેક કામ આંસુઓથી ભીનું થયું. એવું આંસુઓમાં ભીના નીકૃષ્ટ ભોજન બારમાં અને તેરમાંના ભોજનનું સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીને સમાજને એક સાચી દિશા આપો.

અને એક રીતે જો જોવામાં આવે તો માણસથી વધુ સમજુ તો જાનવર હોય છે. અને આપણે જાનવરો પાસેથી પણ એ શીખવું જોઈએ, કે જેવી રીતે જાનવરોમાં જો કોઈનો સાથી વિખુટો પડી જાય છે, તો તે દિવસે તે ચારો નથી ખાતું. જયારે ૮૪ લાખ યોનીઓમાં શ્રેષ્ઠ માનવ, યુવાન માણસના મૃત્યુ ઉપર હલવા પૂરી ખાઈને શોક મનાવવાનો ઢોંગ રચે છે.

હવે તેનાથી વધીને નિંદાપાત્ર બીજું કોઈ કાર્ય હોઈ નથી શકતું. જો તમે આ વાતથી સહમત હોવ, તો તમે આજથી જ પ્રતિજ્ઞા લો કે તમે આજ પછી ક્યારે પણ કોઈના મૃત્યુભોજનનું ગ્રહણ નહિ કરો. બસ તેના દુ:ખની પળમાં તેમની સાથે એમનું દુઃખ વહેંચવા ઉભા રહીશું.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.