10 વર્ષના બાળકે ઈસરોને પત્ર દ્વારા કહી ચકિત કરી દેનારી વાત, જે કોઈ મોટાએ પણ નહિ વિચારી હોય

0
759

થોડા દિવસોથી ચંદ્રયાન-૨ ના નિષ્ફળ ગણાતા મિશન ઉપર દરેક લોકો જાહેરમાં વાત કરી રહ્યા છે, અને દરેક આ પરિસ્થિતિમાં ઈસરોને સાથ આપી રહ્યા છે. પરંતુ આ મિશન લગભગ ૨ કી.મી.ના અંતરેથી ચુકી જવા ઉપર દરેક વ્યક્તિ અને ખાસ કરીને ઈસરોના ચેરમેન ઘણા દુઃખી થયા. તેમનો પીએમને પકડીને રડવાનો વિડીયો ઘણો વાયરલ થયો હતો. પરંતુ જ્યાં મોટા મોટા લોકો તેના વિષે વાતો કરીને ઘણું બધું કહી રહ્યા છે, પરંતુ ૧૦ વર્ષના બાળકે ઈસરોને પત્ર દ્વારા ઘણી આશ્ચર્યચકિત કરે તેવી વાત કરી. હવે એ વાત શું છે? તે તમને જણાવી દઈએ.

૧૦ વર્ષના બાળકે ઈસરોને પત્ર દ્વારા આશ્ચર્યચકિત કરે તેવી વાત કરી :

ચંદ્રયાન-૨ ના લેંડર વિક્રમને ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતારવામાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) ની નિષ્ફળતા પછી લાખો ભારતીયો અંતરીક્ષમાં પ્રાપ્ત કરેલી ઈસરોની તમામ ઉપલબ્ધિઓ યાદ કરવા લાગ્યા. ત્યાં સુધી કે ઈસરોને હાર ન માનવા અને સતત આગળ વધવા માટે પ્રેરિત પણ કર્યા છે. શનિવારે શરુઆતના કલાકો દરમિયાન લેડીંગ થતી વખતે જ વિક્રમ લેંડરે ઈસરો સાથે સંપર્ક ગુમાવી દીધો. આમ તો આખા દેશે ઈસરોના વૈજ્ઞાનિકોને હિંમત માટે તેમને લાખો મેસેજ મોકલ્યા હતા.

ઘણા લોકોએ ઓનલાઈન ભાવુક બનીને ઈસરોના વૈજ્ઞાનિકોને જણાવ્યું કે, તેમણે કરોડો યુવાન ભારતીયોની એક પેઢીને પ્રેરિત અને ગૌરવવંતા કર્યા છે તેના માટે આભાર. એવા જ એક ભાવનાત્મક સંદેશના રૂપમાં ૧૦ વર્ષના એક બાળક અંજનિયા કોલે પણ ઈસરોના વૈજ્ઞાનિકોને એક પત્ર લખ્યો, અને તે વાયરલ થઇ ગયો. પત્રનું હેડીંગ “એક આભારી ભારતીયની ભાવનાઓ” હતું અને અંજનિયાએ ઈસરોને આવતા જુનમાં ચંદ્રયાન-૩ લોન્ચ કરવા માટે હવે પછીના પ્રયાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું.

શનિવારે એ બાળકની માતા જ્યોતિ કૌલ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા હાથથી લખેલા એક પત્રમાં, અંજનિયાએ ઈસરોને હતાશ ન થવાની સલાહ આપી હતી. અંજનિયાએ પોતાના એક પત્રમાં લખ્યું, આપણે એ ન ભૂલવું જોઈએ કે, ઓર્બીટર હજુ પણ કામ કરી રહ્યું છે અને વહેલી તકે આપણને ફોટા પણ મળી જશે.

બની શકે છે કે, વિક્રમેં લેન્ડીંગ કર્યું હોય અને પ્રજ્ઞાન હજુ પણ સહી સલામત હોય અને ગ્રાફિકલ બેંડ મોકલવા માટે તૈયાર હોય. અંજનિયાએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે, પછી સફળતા આપણા હાથમાં હશે. તમે લોકો ગભરાશો નહિ.

આમ તો અંજનિયાના આ પત્ર પછી રવિવારે ઈસરોએ હકીકતમાં એ વાતની પુષ્ટિ કરી કે, વિક્રમ ચંદ્રની સપાટી ઉપર લેંડ કર્યું હતું. આમ તો અંતરીક્ષ એજન્સી હજુ પણ એ વાતની તપાસ કરી રહી છે, અને તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. અંજનિયાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, ઈસરોના વૈજ્ઞાનિક આવતી પેઢી માટે પ્રેરણા આપી રહ્યા છે, અને તમે અમારું ગૌરવ છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.