કિસ્સો દેશના એકમાત્ર એવા હિંદુ મંદિરનો જેને કોઈ ભારતીયએ નહિ એક અંગ્રેજે બનાવડાવ્યું હતું.

0
123

મહાદેવનું એકમાત્ર એવું મંદિર જેને અંગ્રેજ દંપત્તિએ બનાવડાવ્યું હતું, જાણો તેની સાથે જોડાયેલી રોચક કથા.

અંગ્રેજોએ વર્ષો સુધી આપણા ભારતીયો ઉપર રાજ કર્યું. સેંકડો વર્ષો સુધી સોને કી ચીડિયા કહેવાતો આ દેશ ગુલામીની સાંકળમાં કેદ રહ્યો. અંગ્રેજોએ ન માત્ર આપણી સંપત્તિ લૂંટી પણ આપણી સંસ્કૃતિને પણ નુકશાન પહોંચાડ્યું. આમ જોવા જઈએ તો ઘણા બધા વિદેશી શાસકોએ ભારત ઉપર આક્રમણ કર્યું પણ બધાએ કોઈને કોઈ રીતે ભારતીય સંસ્કૃતિ અપનાવી, ફેરફાર કર્યા. જોકે અંગ્રેજ ક્યારેય ભારતનો ભાગ ન બની શક્યા, તે હંમેશા પોતાને ઉત્કૃષ્ટ અને બીજા દેશોને જંગલી કે સંસ્કૃતિ વિહીન જ સમજતા હતા.

ભારતમાં મિશનરી (ધર્મપ્રસાર કે ધર્મપરિવર્તનનું કામ કરનાર પાદરી) એ અંગ્રેજી રીતિ રીવાજ અને ઈસાઈ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. ભારતના ઘણા કેથેડ્રલ (બિશપના પરગણાનું મુખ્ય દેવળ) અને ચર્ચનું નિર્માણ કર્યું. અંગ્રેજોએ ભારતીયો કે ભારતીયતાને ક્યારેય નથી અપનાવી. પણ કેટલાક એવા અંગ્રેજ પણ હતા જેમને ભારતીય સંસ્કૃતિ સારી લાગી, અને એવા જ એક અંગ્રેજે ભારતમાં મંદિર બનાવડાવ્યું. તે મંદિર એકમાત્ર મંદિર છે જેને કોઈ અંગ્રેજે બનાવડાવ્યું હતું.

મધ્ય પ્રદેશના જીલ્લા અગર માલવામાં છે બૈજનાથ મંદિર જેને 1883 માં એક અંગ્રેજ દંપત્તિએ બનાવડાવ્યું હતું. એક લેખ મુજબ અંગ્રેજ લેફ્ટનન્ટ કર્નલ સી.માર્ટિન (Lieutenant Colonel C.Martin) અફઘાનો સાથે યુ ધકરવા ગયા હતા અને સહી સલામત પાછા આવ્યા. અંગ્રેજનું કહેવું હતું કે, મહાદેવે યોગીનો વેશ ધારણ કરીને તેમનું રક્ષણ કર્યું હતું. લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન મધ્ય ભારતમાં પોસ્ટેડ હતા અને તેને અફઘાનોને પાઠ ભણાવવા માટે તેમને બોર્ડર ઉપર મોકલવામાં આવ્યા હતા.

લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન યુ ધક્ષેત્ર માંથી તેમની પત્નીને ચિઠ્ઠીઓ લખતા. પણ એક દિવસ અચાનક ચિઠ્ઠીઓ આવવાનું બંધ થઇ ગયું. બોર્ડર ઉપર અફઘાન, અંગ્રેજો ઉપર ભારે પડી રહ્યા હતા. માર્ટિન ની પત્નીની ચિંતા વધવા લાગી. એક દિવસ તે વૈજનાથ મંદિર પાસેથી પસાર થઇ રહી હતી. શંખ અને ઘંટડીઓનો અવાજ સાંભળીને તે મંદિરની અંદર ગઈ. બ્રાહ્મણોએ તેમને કહ્યું કે, ભગવાન શિવ સૌનું સાંભળે છે અને ભક્તોના કષ્ટ હરી લે છે. બ્રાહ્મણોએ તેને 11 દિવસ સુધી લઘુરૂદ્રી અનુષ્ઠાન કરવાનું કહ્યું.

કહેવાય છે કે, અંગ્રેજની પત્નીએ ભગવાન શિવની માનતા માની હતી કે જો તેમના પતિ પાછા આવી જશે, તો તે શિવ મંદિરને ફરી વખત બનાવરાવશે. અનુષ્ઠાનના 11 માં દિવસે તેમને તેમના પતિની ચિઠ્ઠી મળી અને તેને ખબર પડી કે, અંગ્રેજો જીતી ગયા અને તેમના પતિ સહી સલામત છે.

આ ઘટના સાથે એક બીજી સ્ટોરી પ્રચલિત છે. તે અનુસાર લેફ્ટનન્ટ કર્નલ માર્ટિનને યુ ધક્ષેત્રમાં વાઘ ના કપડાં અને ત્રિશુલ ધારી એક યોગી મળ્યા હતા. માર્ટિને તેમને જણાવ્યું કે, કેવી રીતે તે અને તેમના સાથી અફઘાનોની પકડમાં હતા. તે યોગીએ અફઘાનો ઉપરહુ મલો કર્યો અને અફઘાનોએ પાછા હટવું પડ્યું.

લેફ્ટનન્ટ કર્નલ માર્ટિને એ પણ લખ્યું કે, યોગીએ તેને કહ્યું કે તેમની પત્નીની પૂજા અને ભક્તિથી તે પ્રસન્ન થયા. ઇંગ્લેન્ડ પાછા ફરતા પહેલા આ દંપત્તિએ મંદિરના પુનઃનિર્માણ માટે 15000 રૂપિયા દાન કર્યું. બૈજનાથ મંદિરની અંદર એક પથ્થર ઉપર એ બધું લખવામાં આવ્યું છે. સ્થાનિક લોકો પણ આ સ્ટોરીને સાચી ગણાવે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.