જાણો જે દિવસે થયો તમારો જન્મ, તે પ્રમાણે કેવો હોય છે સ્વભાવ અને ભવિષ્ય.

0
418

જન્મના વાર અનુસાર જાણો કેવો છે તમારો સ્વભાવ અને ભવિષ્ય વિષે, આ વારના લોકો હોય છે ક્રોધી અને જિદ્દી. જ્યોતિષ મુજબ વ્યક્તિની જન્મ તિથી, દિવસ, સમય અને સ્થાન મુજબ ગ્રહ-નક્ષત્રોની ગણતરી કરીને વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિષે જાણકારી આપવામાં આવી શકે છે. દરેક વ્યક્તિના સ્વભાવ ઉપર તેના જન્મ દિવસના હિસાબે જ થાય છે. જ્યોતિષીના જાણકારોનું માનવું છે કે જે વારે વ્યક્તિનો જન્મ થાય છે, તે વાર મુજબ જ તમારા સ્વભાવ ઉપર પણ અસર પડે છે. જ્યોતિષમાં રાશી સમય વગેરેના આધારે પણ સ્વભાવ વગેરે વિષે જણાવવામાં આવ્યું છે પરંતુ આજે આપણે જાણીએ અઠવાડિયાના ક્યા દિવસે જન્મેલા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.

રવિવાર ભગવાન સૂર્યનો દિવસ છે એટલા માટે આ દિવસે જન્મેલા લોકો ઉપર સૂર્યની અસર થવાને કારણે તે નિર્ભય હોય છે સાથે જ તે દિવસે જન્મેલા લોકોનો સ્વભાવ ઘણો ઉદાર પણ હોય છે. એવા લોકોનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે.

સોમવાર : સોમવારનો દિવસ ચંદ્રમાંનો હોય છે. આ દિવસે જન્મેલા લોકો શાંતિપ્રિય અને આદ્યાત્મમાં રસ ધરાવવા વાળા હોય છે. કેમ કે ચંદ્રમાં ઠંડકનો કારક છે. સોમવારના દિવસે જન્મેલા લોકો ભાવુક હોય છે. તેની વાણીમાં મીઠાશ રહે છે.

મંગળવાર : મંગળવારના દિવસે જન્મેલા વ્યક્તિ ઉપર મંગળ ગ્રહની અસર રહે છે, આ દિવસે જન્મેલા લોકોનો સ્વભાવ નિર્ભય અને નીડર હોય છે. આ લોકો ન્યાયપ્રિય હોય છે. પરંતુ મંગળની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિનો સ્વભાવ ક્રોધી અને જીદ્દી થઇ જાય છે.

બુધવાર : બુધવારનો દિવસ બુધ ગ્રહનો હોય છે. બુધને વાચાળ અને બુદ્ધીનો કારક માનવામાં આવે છે. આ દિવસે જન્મેલા લોકો વાત કરવામાં નિપુણ હોય છે. વાણીમાં મીઠાશ અને ચહેરા ઉપર આકર્ષણ તેની ખાસિયત હોય છે. તે લોકો કળા અને વેપારમાં પણ નિપુણ હોય છે. પરંતુ બુધની સ્થિતિ ખરાબ હોય તો લોકોના કાર્યને લઈને દ્વિધાની સ્થિતિ જળવાઈ રહે છે.

ગુરુવાર : ગુરુવારના રોજ જન્મેલા લોકો ઉપર બ્રહસ્પતી ગ્રહની અસર થવાને કારણે તેનો સ્વભાવ ધાર્મિક હોય છે. તે લોકો સ્વભાવના ઘણા ગભીર પરંતુ મિલનસાર હોય છે અને સૌના હીત વિષે વિચારે છે. ગુરુની સ્થિતિ સારી ન હોવાથી તે લોકો ખોટું અને દેખવ કરવામાં ફસાઈ જાય છે.

શુક્રવાર : શુક્રવારના રોજ જન્મેલા લોકો ઉપર શુક્ર ગ્રહની અસર રહે છે. એટલા માટે આ લોકોને ભૌતિક સુખ-સુવિધાઓ વધુ ગમે છે. તે લોકો કળાપ્રિય અને રચનાત્મક હોય છે. તેનો સ્વભાવ વિનમ્ર રહે છે આ લોકો આધુનિક વિચારોને મહત્વ આપે છે.

શનિવાર : શનિવારના દિવસે જન્મેલા લોકો ઉપર શની ગ્રહની અસર રહે છે. શની ન્યાયના દેવતા છે એટલા માટે શનીની શુભ દ્રષ્ટિ થવાથી વ્યક્તિ ન્યાયપ્રિય અને તેના કર્તવ્યનું પાલન કરવા વાળા હોય છે. તે લોકો તેની વાતને સ્પષ્ટ છે અને તેના સિદ્ધાંત ઉપર ચાલે છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.