તેજાબ ફિલ્મમાં અનિલ-માધુરીની કેમેસ્ટ્રીએ દર્શકોને કરી દીધા હતા ચકિત, ફિલ્મ પહેલા આ 2 કલાકારોને ઓફર થઈ હતી પણ….

0
293

જો આ 2 કલાકારોએ તેજાબ ફિલ્મ રિજેક્ટ ન કરી હોત, તો અનિલ અને માધુરીના કરિયરમાં આટલો મોટો ઉછાળો ન આવ્યો હોત. બોલીવુડના મહાન અભિનેતા અનીલ કપૂર અને સુંદર અને સદાબહાર અભિનેત્રી માધુરી દીક્ષિતની જોરદાર ફિલ્મ તેજાબે તેના 32 વર્ષ પુરા કરી લીધા છે. આજથી 32 વર્ષ પહેલા રીલીઝ થયેલી ફિલ્મ તેજાબે બોક્સ ઓફીસ ઉપર ઘણી પ્રસંશા મેળવી હતી. ફિલ્મમાં અનીલ અને માધુરીની કેમેસ્ટ્રી દર્શકોએ ઘણી પસંદ કરી હતી.

અનીલ અને માધુરીની ઉત્તમ અભિનયથી બનેલી ફિલ્મ તેજાબ 32 વર્ષ પહેલા 1988માં 11 નવેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. ફિલ્મમાં અનીલ સાથે માધુરી સાથે અનુપમ ખેર, કિરણ કુમાર અને સર્પૂણા આનંદે પણ જોરદાર કામ કર્યું હતું. અનીલ કપૂર અને માધુરી દીક્ષિતે ફિલ્મી કારકિર્દીમાં આ ફિલ્મ ઘણી મદદરૂપ સાબિત થઇ હતી. આજે પણ આ ફિલ્મ જોવા વાળા દર્શકો ઘણા છે.

અનીલ-માધુરી ન હતા પહેલા પસંદ : આ ફિલ્મ માટે અનીલ કપૂર અને માધુરી દીક્ષિત પહેલી પસંદ ન હતા. માધુરી પહેલા આ ફિલ્મ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીને ઓફર કરવામાં આવી હતી, આમ તો તેણે ડેટ્સ ના હોવાને કારણે ફિલ્મ કરવાની ના કહી દીધી હતી. તેથી આ ફિલ્મ માધુરીના ખાતામાં આવી ગઈ અને અ ફિલ્મથી તને રાતોરાત ઓળખાણ મળી.

અનીલ કપૂર પણ આ ફિલ્મ માટે પહેલા પસંદ ન હતા. આમીર ખાનને પહેલા આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ આમીરની જગ્યાએ અનીલ કપૂર જ ફિલ્મમાં જોવા મળ્યા અને પછી અનીલ-માધુરીની જોડી મળીને ફિલ્મને સફળતાના શિખર સુધી પહોચાડી દીધી. સાથે જ કિરણ કુમાર વાળો રોલ પહેલા અભિનેતા નાના પાટેકરને ઓફર થયો હતો.

આજે પણ હીટ છે એક-દો-તીન : ફિલ્મ તેજાબ સાથે જ તેનું એક ગીત એક, દો, તીન પણ ઘણું હીટ થયું હતું. આ ગીત તે સમયના સૌથી ઉત્તમ ગીતોમાં જોડાયું હતું. આજે પણ આ ગીત ઘણું લોકપ્રિય છે. માધુરીના ઉત્તમ ડાંસની ઝલકે આ ગીતમાં દર્શકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. આ ગીત એટલું લોકપ્રિય થયું કે આગળ જતા તેને નવા અવતારમાં પણ રજુ કરવામાં આવ્યું હતું.

તેજાબની કહાની : તેજાબ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ગીતો સાથે જ ફિલ્મની કહાની પણ જોરદાર હતી અને ફિલ્મને હીટ કરવામાં તેનો ઘણો મોટો ફાળો રહ્યો. ફિલ્મ તેજાબની કહાની એક વિદ્યાર્થીની કહાની હતી. ફિલ્મમાં અનીલ કપૂર દ્વારા નિભાવવામાં આવેલા પાત્ર આર્મીમાં જવાના સપના જુવે છે, પરંતુ તે સાચા રસ્તા ઉપર જવાના બદલે ખરાબ રસ્તો પસંદ કરી લે છે. આર્મી અધિકારી બનવાનું સપનું જોવા વાળો છોકરો ગુનાના રસ્તા ઉપર જતો રહ્યો. ફિલ્મ આ અપરાધી પાત્રની આસપાસ ફરે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.