10 વર્ષ સુધી જંક ફૂડ ખાધું આજે એની જે હાલત છે તે એક વાર દરેક માંબાપ જરૂર વાંચી લેજો

0
6538

ડોકટરોનો દાવો – બ્રિટેનમાં આવી પ્રથમ ઘટના, બ્રિસ્ટલની આંખની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

એક દશક સુધી ચિપ્સ-બર્ગર, ફ્રેંચ ફ્રાઈસ ખાવાથી થયું અવોઇડેંટ – રીસ્ટ્રીક્ટીવ ઈંટેક ડીસઓર્ડર

બ્રિસ્ટલ (બ્રિટેન). બ્રિટેનમાં એક ૧૭ વર્ષના કિશોરની આંખોની દ્રષ્ટિ જતી રહી. તેને સાંભળવામાં પણ તકલીફ પડવા લાગી છે. કારણ છેલ્લા ૧૦ વર્ષથી ચિપ્સ, બર્ગર, ફ્રેંચ ફ્રાઈજ, સોસેજ સિવાય કાંઈ ખાધું જ  નહિ. આમ તો કિશોરે ક્યારે ક્યારે હેમ અને સફેદ બ્રેડ ખાધી. એટલે, એક દશક દરમિયાન તે સંપૂર્ણ જંક ફૂડ ઉપર નિર્ભર રહ્યો. પ્રાથમિક સ્કુલ પાસ કર્યા પછી તેની ખાવાની ટેવ એવી જ બની ગઈ. બ્રિસ્ટલ બાળકોની હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે બ્રિટેનમાં આવા પ્રકારનો પ્રથમ કેસ છે. હાલમાં આ કિશોરને બ્રિસ્ટલ આંખની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

કિશોરની સારવાર કરવા વાળા ડોક્ટર ડેનાઈઝ એટનનું કહેવું છે કે આ છોકરાના ખાવા પીવામાં માત્ર જંક ફૂડ વસ્તુ જ હતી. ક્યારે પણ ફળ શાકભાજી ખાધા નથી, તેને ઘણા ફળ-શાકભાજીના રંગ અને સ્વાદ પસંદ નથી. એટલા માટે ચિપ્સ અને પીંગલ્સ જ તેનો ખોરાક બની ગયા. તેને લઈને કિશોરને અવોઇડેંટ – રસ્ટ્રીક્ટીવ ફૂડ ઈંટેક ડીસ ઓર્ડર થઇ ગયો. તેને સામાન્ય રીતે જરૂરથી વધુ ખાવું પણ કહી શકાય છે.

પ્રોસેસ્ડ ફૂડથી શરીરમાં વધેલી શુગર અને કાર્બોહાઈડ્રેટ

પ્રોસેસ્ડ ફૂડમાં ખાવામાં શુગર અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોવાથી સાંભળવાની શક્તિ ઉપર અસર પહોચી અને હાડકા પણ નબળા થઇ ગયા છે. વજન, ડાયટ અને બીએમઆઈ (૨૨) પણ સામાન્ય છે. ઈટીંગ ડીસઓર્ડરને કારણે તેની આ સ્થિતિ થઇ, જે આ ઉંમરના બાળકોમાં થતી નથી. તેને વિટામીન સ્પ્લીમેંટ આપવામાં આવી.

મેંટલ હેલ્થ ટીમની દેખરેખમાં પણ રાખવામાં આવ્યો. પણ ફાયદો ન થયો, કિશોરની આંખોની દ્રષ્ટિ પાછી ફરવાની શક્યતા નથી. ડોક્ટર એટનનું કહેવું છે કે માતા-પિતાએ બાળકોની ખાવા પીવાની ટેવો ઉપર ધ્યાન રાખવું જોઈએ, ત્યારે આ સ્થિતિથી બચી શકાય છે.

વિટામીન – મિનરલની ખામીથી ઓપ્ટિક નર્વ નબળું

ડો. એટમ અને સહકર્મચારીઓના જણાવ્યા મુજબ તેના શરીરમાં વિટામીન બી૧૨ ઘણું ઓછું થઇ ગયું હતું, તે ઉપરાંત થોડા બીજા જરૂરી વિટામીન-મિનરલ જેવા કે કોપર, સેલેનિયમ અને વિટામીન ડી નું પ્રમાણ પણ ઓછું થઇ ગયું. તેનાથી આંખોને મગજ સાથે જોડવા વાળી ઓપ્ટિક નર્વને નુકશાન પહોચ્યું અને આંખોની દ્રષ્ટિ જતી રહી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કરઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.