શિક્ષકોને તીડ ભગાડવાના સરકારી આદેશ પર સોશિયલ મીડિયાના મેસેજ વાંચીને હસતા રહી જશો

0
810

મિત્રો, જણાવી દઈએ કે, બનાસકાંઠામાં તીડોના આતંકથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયાં છે. તીડોના આક્રમણને કારણે ખેતીને વ્યાપકપણે નુકશાન પહોચ્યું છે. અને તીડોના ઝૂંડોને ભગાડવા માટે ખેતરોમાં ખેડૂતો ઢોલ, નગારાં, ડીજે વગાડવા જેવી અવનવી તરકીબો અજમાવી રહ્યાં છે. આ દરમિયાન હવે શિક્ષકોના માથે એક વધારાની જવાબદારી થોપી દેવામાં આવી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, થરાદના તાલુકા વિકાસ અિધકારીએ શિક્ષકોને ખેતરોમાં તીડોને ભગાડવા ઢોલ વગાડવાનુ કામ સોંપ્યુ છે. થરાદના તાલુકા વિકાસ અિધકારીએ પ્રાથમિક-માધ્યમિક શાળાઓના શિક્ષકોને પરિપત્ર મોકલી એવો આદેશ કર્યો છે કે, વાવ-સુઇગામમાં તીડોના ઝૂંડોએ આક્રમણ કર્યુ છે ત્યારે શિક્ષકોએ ઢોલ-નગારા વગાડવા. એટલું જ નહીં, કેરોસીનનો છંટકાવ કરવો. જેથી ખેતીને નુકશાન પહોંચે નહીં.

એવામાં સોશિયલ મીડિયા પર આને લગતા મેસેજોનો વરસાદ થયો છે. અમે તમારા માટે એમાંથી અમુક વધારે રમુજી મેસેજ લાવ્યા છીએ, જે વાંચ્યા પછી તમે હસતા જ રહી જશો.

તીડ ભગાવવા જનાર માસ્તરોએ નીચે મુજબ રજિસ્ટર બનાવવાનું રેહેસે.

(૧) ભગાડવા ગયા ત્યારે સ્થળ પર હાજર તીડની સંખ્યા : નર, માદા અને બાળકોની સંખ્યા કોલમ વાર બતાવવી.

(૨) તીડના હુમલાના કારણો? શું આ તીડ હુમલો પાકિસ્તાનનું કાવતરૂ છે?

(૩) તમે તીડ ભગાડવા લઈ ગયેલ ઢોલનો પ્રકાર અને તેના અવાજની તીવ્રતા ડેસિબલમાં જણાવવી.

(૪) તમારી કાર્યવાહીના અંતે તમે જિવતા પકડેલ તીડની સંખ્યા : નર, માદા અને બાળકો કોલમ વાર બતાવવી.

(૫) સ્થળ પર મરી ગયેલા તીડોની સંખ્યા : નર, માદા અને બાળકો કોલમ વાર બતાડવા.

(૬) ભાગી જવામાં સફળ થયેલ તીડોની સંખ્યા : નર, માદા અને બાળકો કોલમ વાર બતાવવી. તીડ જિવતા ભાગી ગયા એ બદલ તમારી સામે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી શા માટે ન કરવી? તેનો ખુલાસો સિલબંધ કવરમાં આપવો.

(૭) ભવિષ્યમાં આવા તીડના હુમલા ના થાય તે માટે તમારા સુચનો.

ઉપરની દરેક માહિતી માસ્તરોએ દૈનિક ધોરણે દફતરે કરાવવાની રહેશે, અને એના ફોટા વિડીયો લઈ દસ્તાવેજી પુરાવા પણ રજુ કરવાના રહેશે. આમ કરવામાં ચુક કરનાર માસ્તરો સામે ફરજભંગ અને બેદરકારીની કાર્યવાહી કરવામાં આવસે.

તીડ ભગાડવા રાનું માંડલ સાથે MoU સાઈન કરશે ગુજરાત સરકાર, ઉપમુખ્યમંત્રીની જાહેરાત.

જો આ વખતે તીડ ઉડાડવામાં શિક્ષકો ફાવી જશે તો હવે પછી શિક્ષકોને નીચે મુજબની કામગીરી સોંપવામાં આવશે.

મગફ્ળીમાં મુંડાના આવે તે માટે ફેરોમેન ટ્રેપ લગાવવાની કામગીરી.

રાત્રે ભુંડ ભગાવવાની કામગીરી.

રાત્રે રોઝડા તગડવાની કામગીરી.

જે એરીયામાં દીપડાનો ત્રાસ છે ત્યાં રાત્રે વાહુ કરવાની કામગીરી.

દિવાળી વેકેશન દરમ્યાન મજુરો ના મળે તો ખેડુતોને મોસમ કરાવવાની કામગીરી.

જો ઉપરનું કામ કરતા સમય વધે તો,

મતદાર યાદી સુધારણાની કામગીરી.

વસ્તી ગણતરીની કામગીરી.

રસીકરણ પ્રોગ્રામમાં મદદની કામગીરી.

અને આ બધુ કરતા સમય વધે તો નિશાળે છોકરા ભણાંવવાની કામગીરી કરવાની રહેશે.

જય જવાન… જય કીસાન…જય શિક્ષક…