વિમાનમાં યુવકના પગ ઉપર ઢોળાઈ ગઈ હતી ચા, હવે તેને વળતરના રૂપમાં મળ્યા આટલા લાખ રૂપિયા.

0
187

પ્લેનમાં મુસાફરી કરી રહેલા યુવકના પગ પર ઢોળાઈ ગઈ ચા, વળતર તરીકે તેને જે રકમ મળી તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.

આયરલેંડના રહેવાસી એક ટીનેજ યુવક સાથે ચાર વર્ષ પહેલા એક વિમાનમાં એક ઘટના બની હતી, ત્યાર બાદ તે છોકરાની માં એ તે એયરલાઈન્સ ઉપર કેસ કરી દીધો હતો. હાલમાં આ કેસમાં કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે અને એયરલાયન્સને આદેશ આપવામાં આવ્યો છે કે, તે આ યુવકની ઈજાને લઈને તેને મોટી રકમ પ્રદાન કરે.

આયરલેંડના રહેવાસી એમરે કરાક્યા સાથે દુબલીનથી ઈસ્તાનબુલ જતી ફ્લાઈટમાં આ ઘટના બની હતી. વોટરફોર્ડ શહેરમાં રહેતા એમરે દાવો કર્યો હતો કે, તેના જમણા પગ ઉપર કેબીન ક્રુ ના એક સભ્યએ ઉકળતી ચા ઢોળી દીધી હતી, આ કારણે તેના પગ ઉપર ડાઘ પડી ગયો.

ચાર વર્ષ પહેલા થયેલી આ ઘટના વખતે અમરે એકદમ ગભરાઈ ગયો હતો અને તેને ઘણા દિવસો સુધી દુઃખાવો પણ રહ્યો હતો. આ ઘટના દરમિયાન એમરેની ઉંમર માત્ર 13 વર્ષ હતી. જયારે તે છોકરાની માં ને તેના વિષે ખબર પડી, તો તેમણે ટર્કીશ એયરલાયન્સ ઉપર કેસ કરી દીધો હતો.

એમરેની માં નું કહેવું હતું કે, તેમના દીકરાએ આ ઘટનાને કારણે ઘણી ગંભીર માનસિક અને શારીરિક તકલીફો માંથી પસાર થવું પડ્યું છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, એમરેના પગ ઉપર ચા પડવાથી તે ખરાબ રીતે સોજી ગયો હતો અને તેમના દીકરાની ઈજાને સાજી થવામાં ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગી ગયો હતો. તેમ છતાં પણ તેના પગ ઉપર ડાઘ દેખાય છે.

એમરેની માં એ કોર્ટને જણાવ્યું કે, તેની સ્થિતિ એટલી ગંભીર હતી કે મારે મારા દીકરાને પ્લાસ્ટિક અને રીક્ન્સ્ટ્રક્ટીવ સર્જન પાસે લઈને જવો પડ્યો હતો. ડોકટરે તેને જણાવ્યું હતું કે, એમરેના પગ ઉપર કાયમી ડાઘનું જોખમ રહેલું છે. આ કેસ ઉપર પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટ જજે એયરલાયન્સને આદેશ આપ્યો છે કે, ટર્કીશ એયરલાયન્સ એમરેની ઈજાને ધ્યાનમાં લઈને તેને 56 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 58 લાખ રૂપિયાની રકમ પ્રદાન કરે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.