અહીં ટેક્સી કરતા સસ્તું બુક થઈ રહ્યું છે હેલીકૉપટર, વાયરલ થયો સ્ક્રીનશોટ તો લોકોએ આપ્યા મજેદાર રિએક્શન

0
685

આજના સમયમાં ઓલા અને ઉબરની માંગ ઘણી વધી ગઈ છે. આ જ ટેક્સી સર્વિસની મદદથી લોકો પોતાના ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જાય છે. ઘણી વાત એવું પણ થાય છે કે, આ જ કંપનીઓ પોતાની ટેક્સીના ભાવ એટલા ઊંચા કરી દે છે કે, લોકોની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. પણ શું થાય જયારે આજ કંપની તમને કારથી સસ્તા ભાવમાં ચોપર એટલે કે હેલીકૉપટર આપે? હવે તમારા મનમાં સવાલ તો જરૂર ઉઠશે કે, ભલું કોઈ કંપની આવું કેમ કરશે. ભલું એમાં કંપનીને શું ફાયદો?

આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, કેબ સર્વિસ સમય અને જામને લઈને પોતાનો ભાવ નક્કી કરે છે. આ ભાવની રમતને કારણે કેબ સર્વિસ કારથી સસ્તું હેલીકૉપટર આપી રહી છે. આ ઘટના એમરિકાના ન્યુયોર્ક શહેરની છે, જ્યાં ‘નિકોલ જૉનશન’ નામની એક મહિલા પોતાના ઘરેથી જૉન એફ કેનેડી એયરપોર્ટ જવા માટે ઉબર બુક કરી રહી હતી.

મહિલાએ જયારે ટેક્સી બુક કરવા માટે ઉબર એપ ખોલી તો એમણે એમાં જોયું કે, ટેક્સી માટે 126.84 ડોલર આપવા પડશે, તેમજ જો તે કેબ પુલ કરે છે તો એમણે 102.56 ડોલર આપવા પડશે. એની સાથે જ ત્રીજો ઓપશન હેલીકૉપટરનો પણ જોવા મળ્યો હતો. એના માટે એમણે 101.39 ડોલર જ ખર્ચવા પડતા હતા.

હવે જણાવો જો તમને આ ઓફર મળી જાય તો તમે શું કરશો? દેખીતી વાત છે કે, મોકા પર ચોગ્ગો મારતા દરેકને સારી રીતે આવડે છે. તમે અથવા અમે એ મહિલાની જગ્યાએ હોત તો કહેતે કે, ટેક્સી છોડો હેલીકૉપટરથી જઈએ. જણાવી દઈએ કે નિકોલે એ ઘટનાનો સ્ક્રીનશોટ ટ્વીટર પર શેયર કર્યો, એ પછી આ ફોટો વાયરલ થઈ ગયો. આ ફોટાને 6.9 લાખથી વધારે લાઈક મળી અને 1.3 લાખથી વધારે લોકોએ રીટ્વીટ કર્યું.

તેમજ ઘણા લોકોએ કહ્યું કે, એમણે એયરપોર્ટ પહોંચવા માટે હેલીકૉપટર રાઈડનો વિકલ્પ પસંદ કરવો જોઈતો હતો. તેમજ અમુક લોકો વિચારી રહ્યા હતા કે, હેલીકૉપટર નિકોલને ક્યાંથી પીક કરતે. ટ્વીટર પર ઘણા લોકોના કહેવા પછી પણ નિકોલે હેલીકૉપટર રાઈડ ન લેવાનો નિર્ણય લીધો. એમણે એક કોમેન્ટમાં લખ્યું કે, મારી પાસે એક મોટું બેગ છે, પણ હેલીકૉપટરમાં ફક્ત હાથમાં પકડેલું નાનું બેગ જ લઈ જઈ શકાય છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.