ઓવન વિના સરળતાથી ઘરે જ બનાવો તવા પિઝા, ક્લિક કરી જાણો બનાવવાની રીત.

0
3159

આજે અમે તમારા માટે તવા પિઝા બનાવવાની રીત લઈને આવ્યા છીએ, જે ખુબ જ સરળ છે. જરૂરી નથી દરેક ઘરમાં ઓવન હોય જ. એટલે જે લોકોની પાસે ઓવન ના હોય, તે લોકોએ ઓવન વગર પિઝા કઈ રીતે બનાવવા એ આજે અમે જણાવીશું. આ પિઝાને 5 થી 7 મિનિટમાં બનાવી શકાય છે, અને તે માર્કેટમાં મળતા પીઝા કરતા ખુબ ટેસ્ટી લાગે છે. તો આજે જાણો તવા પીઝા કેવી રીતે બનાવવા?

(1) પિઝા માટે જરૂરી સામગ્રી :

તૈયાર પીઝાનો રોટલો (નરમ લેવો),

2 થી 2.5 મોટી ચમચી પીઝા સોસ,

લાલ સિમલા મરચા,

લીલા સિમલા મરચા,

ઓરેગાનો,

માખણ,

ડુંગળી,

ચીઝ.

(2) પીઝા સોસ માટે સામગ્રી :

1 નાની ચમચી બટર,

1 વાટકી ટામેટા સોસ અને 1 મોટી ચમચી લાલ મરચાની ચટણી (બંને મિક્ષ કરી લેવાનો),

1 નાની ચમચી કોન્ફોલર અને તેની સાથે 2 થી 3 નાની ચમચી પાણી (બંને મિક્ષ કરી લેવાનો),

1 મોટી ચમચી વાટેલા લીલા મરચા,

1/2 નાની ચમચી ઓરેગાનો,

1/2 નાની ચમચી મરી પાઉડર,

1 નાની ચમચી સાકર,

1/2 નાની ચમચી લાલ મરચું,

1/2 નાની ચમચી મરચાંના ટુકડા,

મીઠું સ્વાદ અનુસાર.

(1) પિઝા સોસ બનાવવાની રીત :

સોસ બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં બટર એડ કરો. પછી જયારે બટર ગરમ થઇ જાય ત્યારે વાટેલા લીલા મરચા એમાં નાખી દેવા, અને તેને મિક્ષ કરી દો. પછી એમાં જે ટામેટાનો સોસ છે તે એડ કરવાનો છે. ગેસને ધીમો રાખીને તેને ગરમ થવા દેવાનો છે. તે સહેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે, અને તેને હલાવતા રહેવાનું છે.

પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો, અને ઓરેગાનોને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરચાંના ટુકડા, મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. અને તેને સારી હલાવી દો અને તેમાં સાકર નાખી તેને મિક્ષ કરી લો. 3 થી 4 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે. થોડી કોથમીર નાખી દેવી અને તેને પણ મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડુ કરી લેવું. 10 થી 15 મિનીટ બાદ તમારો પિઝા સોસ તૈયાર છે.

(2) પિઝા બનાવવાની રીત :

પિઝા બનાવવા માટે સોથી પહેલા ફ્રાઈ પેન ગરમ કરવા મૂકી દો. પછી પીઝા બેઝની ઉપર થોડું બટર લગાવી દો અને એને પેનમાં મુકી છો. તેની ઉપર કઈ ઢાંકી દેવાનું છે અને તેને મીડીયમ ગેસ પર શેકાવા માટે મૂકી દો. તેને 2 થી 3 મિનિટ ઢાંકીને શેક્યા બાદ જોઈ લેવાનું જો થોડું કડક નહિ થાય તો તેને પાછું થોડી વાર મૂકી દેવાનું, ત્યારબાદ પાછળની સાઈડ થોડું બટર લગાવી દો. અને બટર તમારા હિસાબ મુજબ વધારે-ઓછી લાગવી શકો છો.

જયારે તે ક્રિસ્પી થાય ત્યારે તેને પલટાવી નાખવાનો છે. તેની ઉપર ફરી ઢાંકી દેવાનું અને નીચેની બાજુ પણ થોડું શેકવા દેવાનું છે.

ત્યારબાદ પીઝા સોસ લઈને તેને આખા રોટલા ઉપર લગાવી દો. એની ઉપર સિમલા મરચા, ડુંગરી વગેરે એડ કરો. પછી એની ઉપર ચીઝને છીણીને નાખી દો. હવે લાલ સિમલા મરચા અને ઓરેગાનોને પણ તેની ઉપર એડ કરી દો. હવે તેને 2 મિનિટ સુધી ઢાંકીને મુકો. હવે આપણો તવા પીઝા તૈયાર છે.

વીડિયો દ્વારા શીખવા નીચેનો વીડિયો જુઓ :