ટાટા કંપનીનો ધડાકો, 1 લીટર પેટ્રોલમાં 100 કિમિની એવરેજ આપશે ટાટાની આ નવી કાર.

0
5160

ભારતમાં કારોના વપરાશ કર્તાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરેકનું એવું સપનું હોય છે કે પોતાની એક કાર હોય જેમાં તેઓ પરિવાર સાથે મુસાફરીનો આનંદ માણે. પણ મધ્યમ વર્ગના ઘણા લોકો કાર પોતાના બજેટમાં ન આવતી હોવાથી નથી ખરીદી શકતા. તો ઘણા લોકો કાર ખરીદી તો લે છે પણ એની માઈલેજ ઓછી હોવાને કારણે એનો ભરપુર ઉપયોગ નથી કરી શકતા. પણ આજનો લેખ વાંચ્યા પછી એમને થોડી રાહત મળી શકે છે. તો આવો જાણીએ શું છે આ લેખમાં ખાસ?

આજકાલ મેન્યુફેક્ચરર કંપનીઓ ઓછા માં ઓછી કિંમતમાં વધારે માં વધારે માઈલેજ આપવા વાળી કારો લોન્ચ કરી રહી છે. અને આ રીતની સ્પર્ધા માત્ર ડીઝલ અને પેટ્રોલ કારોમાં જ નહિ, પણ ઇલેક્ટ્રિક કારોમાં પણ થવા લાગી છે. સમાચારોના જણાવ્યા અનુસાર ટાટા મોટર્સ નાની ઇલેક્ટ્રિક કાર લાવવાના છે, જે ઓલ્ટો અને સેન્ટ્રો જેવી કારને ટક્કર આપશે.

ટાટાએ પોતાની ભવિષ્યની પ્રોડક્ટ માટે આલ્ફા અને ઓમેગા એમ બે પ્લેટફોર્મ લાવવાની જાહેરાત કરી છે. એટલે કે ટાટા ભવિષ્યમાં એ જ પ્લેટફોર્મ પર કારોનું નિર્માણ કરશે. આલ્ફા પ્લેટફોર્મ પર 4.3 મીટર કરતા નાની કારો બનાવવામાં આવશે.

હકીકતમાં ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક વાહનો પર ભારે રોકાણ કરી રહ્યું છે. તેમજ એન્ટ્રી લેવલ અને બજેટ કાર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક કારો માટે સારો એવો સ્કોપ છે. કારણ કે ફક્ત શહેરમાં ફરવા માટે ઇલેક્ટ્રિક કાર ઉત્તમ વિકલ્પ છે.

ટાટા મોટર્સે પિક્સલ અને મેગાપિક્સલ કોન્સેપ્ટ્સમાં પણ પોતાની રુચિ દેખાડી છે. ટાટા મેગાપિક્સલ 1 લીટર પેટ્રોલમાં 100 કિમી. ની માઈલેજ આપશે, અને એકવાર ટાંકી ફૂલ કરાવવા પર તે 900 કિલોમીટર સુધી ચલાવવામાં આવી શકે છે. તેમજ એમાં એક લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી અને ચાલતી ગાડીમાં રિચાર્જ કરવા માટે પેટ્રોલ એન્જીન જનરેટર પણ લાગેલું હશે.

આ કારની બેટરી 30 મિનિટમાં 80 % ચાર્જ થઇ જશે. અને એના માટે કંપની કારમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપશે. આ કારમાં 22 kW ની મોટર આવશે. અને આ કાર 500 Nm ટોર્ક આપશે.

હવે જોવાનું એ છે કે આ કાર કયારે ભારતમાં આવે છે, અને કિંમત કેટલી હશે અને એને લોકોને કેવો પ્રતિભાવ મળે છે. જો હકીકતમાં તે સામાન્ય નાગરિકના બજેટમાં હશે તો એનું વેચાણ ઘણું વધારે થઈ શકે છે. આ કાર વિષે વધુ માહિતી માટે www.tatapixel ડોટ com ની મુલાકાત લો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.