‘તારે પત્ની અને બાળકો છે, ખસી જા’, કહીને દુશ્મનો સામે લડ્યા હતા વિક્રમ બત્રા, વાંચો શહીદની શૌર્ય ગાથા.

0
905

કારગીલ યુદ્ધના ૨૦ વર્ષ પુરા થઇ ગયા છે. ઘણા સાહસ અને શોર્યની જે વાતો આ યુદ્ધમાંથી સામે આવી તે આજે પણ આપણા લોહીમાં જોશ ભરી દે છે. બે ત્રણ દિવસ પહેલા એટલે કે ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ ભારત માતાના સપુત દેશ ઉપર વીરગતિને પ્રાપ્ત થયા હતા. પરંતુ તેમની શોર્યની વાતો દેશના દરેક નાગરિકને સારી રીતે યાદ છે. અમે વાત કરી રહ્યા છીએ કેપ્ટન વિક્રમ બત્રાની. યુદ્ધ દરમિયાન વિક્રમ બત્રા ઘાયલ ઓફિસરને કહ્યું – તમે દુર જતા રહો, તમારે બૈરી છોકરા છે અને જઈને દુશ્મનો સાથે લડવા લાગ્યા. વીરગતિ પણ પ્રાપ્ત કરી. વાચો આ પરમવીરની શોર્યની ગૌરવ ગાથા.

કારગીલ યુદ્ધમાં સૌથી મહત્વની બાબતમાં મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા શહીદ કેપ્ટન વિક્રમ બત્રા હજુ પણ પોતાના સાથીઓના દિલોમાં જીવતા છે. ચંડીગઢના ડીએવી કોલેજ સેક્ટર-૧૦ હોય કે પછી પંજાબ યુનીવર્સીટીના એમએ અંગ્રેજી વિભાગ કે પછી સેક્ટર-૧૭નું એક સૈલુન. શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અહીયાના હીરો છે. એક વખત શહીદના પિતા ગિરધારી લાલ બત્રાએ પોતાના દીકરાની વીરગાથા સંભળાવી હતી.

ગિરધારી લાલ બત્રાએ જણાવ્યું હતું કે વિક્રમ ડીએવી કોલેજમાં ચાર વર્ષ ભણ્યા, ત્યાર પછી પંજાબ યુનીવર્સીટીમાં અભ્યાસ કર્યો. સીડીએસની તૈયારી પણ અહિયાં કરી અને એમએ અંગ્રેજીમાં પ્રવેશ મેળવ્યો. તેમણે જણાવ્યું કે ચંડીગઢના શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના મિત્રો હજુ પણ તેને ફોન કરે છે. હિમાચલ પ્રદેશ પાલમપુરના ધુગ્ગર ગામમાં ૯ સપ્ટેમ્બર ૧૯૭૪ના રોજ વિક્રમ બત્રાનો જન્મ થયો હતો.

વિક્રમ સ્નાતક પછી સેનામાં જવા માટેની પૂરી તૈયારી કરી લીધી અને સીડીએસની પણ તૈયારી શરુ કરી. વિક્રમે ગેજ્યુએશણ પછી હોંગકોંગમાં મોટા પગારે નેવીમાં પણ નોકરી મળી રહી હતી પરંતુ સેનામાં જવાનો નિર્ણય કરવા વાળા વિક્રમે આ નોકરી જતી કરી.

વિક્રમને ૧૯૯૭ના રોજ જમ્મુના સોપોરમાં સેનાના ૧૩ જમ્મુ-કાશ્મીર રાઈફ્લ્સમાં લેફટીનેંટના હોદા ઉપર નિયુક્તિ મળી. ૧૯૯૯માં કારગીલની લડાઈમાં વિક્રમને પણ બોલાવવામાં આવ્યા. તે દરમિયાન વિક્રમના ઉમદા સાહસને કારણે તેમને પ્રમોશન પણ મળ્યું અને તે કેપ્ટન બની ગયા. શ્રીનગર લેહ માર્ગની બરોબર ઉપર સૌથી વિશેષ ૫૧૪૦ મહત્વના પાકિસ્તાન સેનામાંથી મુક્ત કરાવવાની જવાબદારી પણ કેપ્ટન વિક્રમ બત્રાને સોપવામાં આવી હતી.

ખુબ જ વિકટ ક્ષેત્ર હોવા છતાં પણ વિક્રમ બત્રાએ પોતાના સાથીઓ સાથે ૨૦ જુન ૧૯૯૯ની આ પોસ્ટ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ત્યાર પછી સેનાએ પોઈન્ટ ૪૮૭૫ ઉપર કબજો મેળવવાની કામગીરી શરુ કરી હતી. પછી તેની પણ જવાબદારી કેપ્ટન વિક્રમ બત્રાને જ સોપવાનું કહેવામાં આવ્યું હતું.

આ ઓપરેશનમાં લેફટીનેંટ અનુજ નૈયરે વિક્રમ બત્રા સાથે ઘણા પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. મિશન લગભગ પૂરું થઇ ગયું હતું જયારે કેપ્ટન પોતાના નજીકના અધિકારી લેફટીનેંટ નવીનને બચાવવા માટે કુદી પડ્યા. લડાઈ દરમિયાન એક વિસ્ફોટમાં લેફ્ટનેંટ નવીનના બંને પગ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. કેપ્ટન બત્રાએ કહ્યું, તમે દુર જતા રહો, તમારે બૈરા છોકરા છે અને તે તેને પાછા ખેંચવા લાગ્યા. તે દરમિયાન કેપ્ટનની છાતીમાં ગોળી વાગી અને તે ‘જય માતા દી’ કહેતા વીરગતિને પ્રાપ્ત થઇ ગયા.

વીરગતિના બે દશક પસાર થઇ ગયા પણ હજુ પણ તેના મિત્ર તેની ચર્ચા સાભળતા જ એ વાત કરે છે કે, યા તો હું લહેરાતા ત્રિરંગાની પાછળ આવીશ, કે પછી ત્રિરંગામાં લપેટાઈને આવીશ. પણ હું આવીશ જરૂર, યે દિલ માંગે મોર. ગિરધારી લાલ બત્રાએ જણાવ્યું હતું કે વિક્રમની વાત એકદમ અલગ હતી. આર્મી પહેલા મર્ચન્ટ નેવીમાં નોકરી મળી પણ તેનો અસ્વીકાર કરી દીધો. માતાને કહ્યું, મમ્મી મારે દેશ માટે કાંઈક કરવું છે. વિક્રમ નેતાજી સુભાષ ચંદ્ર બોસ અને ચંદ્રશેખર આઝાદથી પ્રભાવિત હતા. આ હતી આપણા હીરો કેપ્ટન વિક્રમ બત્રાની શોર્યની ગાથા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.