તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમારા પ્રિય કલાકારોનો અસલી પરિવાર, જેનાથી તમે આજ સુધી હતા અજાણ

0
6003

મોટા ભાગે દરેક વ્યક્તિ કામ-ધંધા પરથી ઘરે આવીને ફ્રેશ થઈને પહેલા ટીવીનું રીમોટ હાથમાં પકડે છે. જેથી તેનું થોડું મનોરંજન થાય અને તેનો તણાવ ઓછો થાય. અને દરેક વ્યક્તિ ટીવી જોવાનું તો પસંદ કરે જ છે. જો કે ટીવી પર ઘણા બધા પ્રોગ્રામ આવે છે. એમાંથી લોકોની પસંદ અલગ હોય છે.

પણ એક પ્રોગ્રામ એવો પણ આવે છે, જે દરેકને જોવો ગમે છે. અને એ છે ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં.’ આ શો એટલો વધુ પોપ્યુલર છે કે દરેક ઘરમાં બાળકોથી લઈને ઘરડા દરેક એને પસંદ કરે છે. અને આ શો આટલા વર્ષો પછી પણ આજે લોકોના દિલો ઉપર રાજ કરી રહ્યો છે. ખાસ કરીને તેની પાછળનું કારણ એ છે કે, આ શો માં કોમેડીની સાથે સાથે જીવનના ઘણા બધા રંગ દેખાડવામાં આવે છે, જે આપણને વાસ્તવિકતાનો પરિચય કરાવે છે. કદાચએ કારણ છે કે લોકો આ શો ને એટલો પ્રેમ કરે છે.

આ શો ના બધા કલાકારને એમના ફેંસ એમના સાચા નામથી નથી ઓળખતા પણ તેમના શો ના પાત્રના નામથી જ ઓળખે છે. જેટલા પણ લોકો આ શો ને પસંદ કરે છે તે બધા માટે ગોકુલધામ સોસાયટી તેમની જ સોસાયટી જેવી છે. પરંતુ આજે અમે તમને આ શો માં કામ કરવા વાળા થોડા કલાકારો વિષે થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે નહિ જાણતા હો. આજે અમે તમને એમના અસલ જીવનના પરિવાર સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ.

જેઠાલાલ – દિલીપ જોશી :

મિત્રો આ શો નું સૌથી પ્રસિદ્ધ અને મુખ્ય પાત્ર છે જેઠાલાલ. જેમનું સાચું નામ છે દિલીપ જોશી. તે લોકોને ખુબ જ હસાવે છે. જણાવી દઈએ કે દિલીપ જોશીનો જન્મ ૨૬ મે ૧૯૬૮ ના રોજ પોરબંદરથી ૧૦ કી.મી. ના અંતરે આવેલા ગોસા નામના ગામમાં થયો હતો. દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે, અને તેમને એક દીકરી નિયતિ અને એક દીકરો ઋત્વિક છે. જેના ફોટા તમે ઉપર જોઈ શકો છો. તે ૧૨ વર્ષની ઉંમરથી જ થીએટરમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કરવાનું શરુ કરી ચુક્યા હતા. અને આજે આ સ્થાન પર પહોંચ્યા છે.

તારક મેહતા – શૈલેશ લોઢા :

આ શો જેના નામ ઉપર ચાલે છે એમનું પાત્ર ભજવવા વાળા, અને શો માં જેઠાલાલના નજીકના મિત્ર એવા તારક મહેતાનું સાચું નામ શૈલેશ લોઢા છે. તેમનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૬૯ ના રોજ રાજસ્થાનના સિરોહી જીલ્લામાં થયો હતો. તેમણે કોમેડી સર્કસમાં પણ કામ કર્યુ હતું. તેમની પત્ની સ્વાતી લોઢા છે જે દેખાવમાં ઘણી સુંદર છે.

દયા ગડા – દિશા વાકાણી :

મિત્રો આ શો માં બીજું સૌથી મુખ્ય અને મહત્વનું પાત્ર છે દયા ભાભીનું. અને એમની ભૂમિકા ભજવી ચુકેલી અભિનેત્રીનું સાચું નામ દિશા વાકાણી છે. તેમણે પોતાના ઉત્તમ અભિનયથી સૌના દિલોમાં સ્થાન બનાવી લીધું છે. જણાવી દઈએ કે દિશાનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ ના રોજ અમદાવાદમાં થયો હતો. અને અહિયાંથી તેમણે શિક્ષણ પણ પ્રાપ્ત કર્યુ છે. અને આ શો માં જોવા મળતા સુંદરલાલ તેમના સગા ભાઈ છે.

દિશાએ પોતાના સ્કુલ સમયથી જ થીએટરમાં ઘણા ગુજરાતી નાટકોમાં ભાગ લીધો હતો. હવે તે શો છોડીને જતી રહી છે. અને ઘણા સમયથી શો માં એમની જગ્યાએ નવો ચહેરો મળતો નથી. એમનો અભિનય એટલો જોરદાર હતો કે પ્રોડ્યુસર માટે એમના સ્થાને નવો ચહેરો ગોઠવવો અઘરું થઈ ગયું છે.

ટપ્પુ – ભવ્ય ગાંધી :

આ બધાની સાથે જ શો માં ટપ્પુનું પાત્ર પણ ઘણું જ પ્રખ્યાત છે. જે પહેલા ભવ્ય ગાંધી ભજવતા હતા. તે આ શો છોડીને જતા રહ્યા છે, અને એમની જગ્યા પર નવો ચહેરો આવી ગયો છે. અને લોકોને નવો ટપ્પુ પસંદ પણ આવી ગયો છે. છતાં પણ જણાવી દઈએ કે જુના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી નો જન્મ ૨૦ જુન ૧૯૯૭ ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. એમના માતા પિતા મુંબઈ આવીને રહેવા લાગ્યા છે. તે ૧૧ વર્ષની ઉંમરમાં જ આ શો નો ભાગ બની ગયા હતા.

ચંપકલાલ – અમિત ભટ્ટ :

મિત્રો શો માં અન્ય એક મહત્વનું પાત્ર છે બાપુજીનું. એ પાત્ર ભજવનાર વ્યક્તિનું સાચું નામ અમિત ભટ્ટ છે. તે ૪૬ વર્ષની ઉંમરના છે અને જેઠાલાલથી પણ નાના છે. પણ મેકઅપ અને શરીરના બાંધાને કારણે તે મોટા દેખાય છે. અમિત ૧૬ વર્ષોના હતા ત્યારથી થીએટરમાં કામ કરી રહ્યા છે. અને તેમણે ઘણી ગુજરાતી અને હિન્દી સીરીયલમાં કામ કર્યુ છે.